8 October 2025 GPSC Current Affairs

Today’s 8 October 2025 GPSC Current Affairs. All news updates are explained in Gujarati for easy preparation.

8 October 2025 GPSC Current Affairs

Important current affairs 8 October 2025

ભારતીય વાયુસેના દિવસ : 8 ઓક્ટોબર

વર્ષ 1932માં 8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આથી આ તારીખે ઇન્ડિયન એરફોર્સ દિવસ તરીકે ઉજવાય છે. ભારતીય વાયુ સેનાની સ્થાપના 1932માં બ્રિટિશ સરકાર દ્વારા રોયલ એર ફોર્સનું સમર્થન કરવામા માટે થઈ હતી. નોંધનીય છે કે,વાયુસેના ભારતીય સશસ્ત્ર દળની વાયુ સેના છે, અને તેને યુનાઈડેટ કિંગ્ડમની રોયલ એર ફોર્સ માટે સહાયક દળ તરીકે દર્શાવવામાં આવતી હતી. 

1950માં જ્યારે ભારત એક ગણતંત્ર દેશ જાહેર થયો, ત્યારે સશસ્ત્ર દળ માંથી રોયલ હટાવી દેવામાં આવ્યું અને તેને ફરી ભારતીય વાયુ સેનાનું નામ આપવામાં આવ્યું. ભારતીય વાયુ સેનાની સ્થાપના એર માર્શલ સુબ્રોતો મુખર્જીએ કરી હતી. આઝાદી બાદ 1 એપ્રિલ 1954માં સુબ્રોતો મુખર્જી ભારતીય વાયુસેનાના પ્રથમ વાયુ સેના પ્રમુખ તરીકે નિમણૂંક પામ્યા હતાં.

ભારતીય વાયુસેનાની ગણતરી વિશ્વની ચોથી સૌથી મોટી એરફોર્સમાં થાય છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સ્થિત હિંડન એરફોર્સ સ્ટેશન એશિયાનું સૌથી મોટું એરબેઝ છે. જ્યારથી ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવી છે ત્યારથી તે તેના સૂત્ર ‘નભ: સ્પૃશં દીપ્તમ્’ ના માર્ગ પર ચાલી રહ્યુ છે. તેનો અર્થ છે ‘ગર્વ સાથે આકાશને સ્પર્શવું.’ વાયુસેનાનું આ સૂત્ર ભગવદ ગીતાના 11મા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે.

વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ 91મા ભારતીય વાયુસેના દિવસે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં નવા વાયુસેના ધ્વજ (Ensign) નું અનાવરણ કર્યું હતું. ભારતીય વાયુસેનાના નવા ધ્વજની ટોચ પર અશોક સ્તંભ છે. તેની નીચે દેવનાગરી લીપીમાં ‘સત્યમેવ જયતે’ લખેલું છે. અશોક સ્તંભની નીચે હિમાલયન ગરુડનું ચિન્હ છે, હિમાલયન ગરુડની પાંખો ફેલાયેલી છે, જે ભારતીય વાયુસેનાના લડાયક ગુણોને દર્શાવે છે.

ભારતીય વાયુસેનાના 7 કમાન્ડ

  • સેન્ટ્રલ કમાંડ-અલાહાબાદ ઉત્તર પ્રદેશ
  • ઈસ્ટર્ન કમાંડ-શિર્લાન્ગ-મેઘાલય
  • સાઉધર્ન કમાંડ-તિરૂવનંતપૂરમ-કેરળ
  • સાઉથ વેસ્ટર્ન કમાંડ-ગાંધીનગર-ગુજરાત
  • વેસ્ટર્ન એર કમાંડ-નવીદિલ્હી
  • ટ્રેનિંગ કમાંડ-બેંગ્લોર કર્ણાટક
  • મેન્ટેનન્સ કમાંડ-નાગપુર મહારાષ્ટ્ર

આધુનિક હિન્દી વાર્તાના પિતામહ અને નવલકથા સમ્રાટ પ્રેમચંદ મુનશીની પુણ્યતિથિ : 08 ઓક્ટોબર | 8 October 2025 GPSC Current Affairs

પ્રેમચંદનો જન્મ 31 જુલાઇ, 1880ના રોજ કાશી પાસે લમહી ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું. તેમની માતાનું નામ આનંદદેવી તથા પિતાનું નામ મુંશી અજાયબરાય હતું જેઓ લમહીમાં ટપાલી હતા. તેમના પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ ઉર્દુ અને ફારસીથી થયો.

ઇ.સ. 1898માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને શિક્ષણના વ્યવસાયમાં જોડાયા. ઇ.સ.1910માં તેમણે અંગ્રેજી દર્શન, ફારસી અને ઇતિહાસ સાથે ઇન્ટર પરીક્ષા પાસ કરી. 40 વર્ષની ઉંમરમાં 1919માં બી.એ પાસ કર્યા પછી શિક્ષણ વિભાગમાં ઈન્સ્પેકટર પદ પર નિયુક્ત થયા. પરંતુ પાછળથી ગાંધીજીના કહેવાથી તેમણે નોકરી છોડી દીધી.

તેમના સાહિત્યિક જીવનનો પ્રારંભ ઇ.સ. 1901માં થયો. પ્રેમચંદે નવલકથા, વાર્તા, નાટક, સમીક્ષા, લેખ, સંસ્મરણ વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં લેખનકાર્ય કર્યું. તેમણે કુલ 15 નવલકથા, 3000 થી વધુ વાર્તાઓ, ૩ નાટક, 10 અનુવાદ, 7 બાળ પુસ્તકો તથા હજારો પૃષ્ઠના ભાષણ અને પત્ર વગેરે લખ્યું.

નોંધપાત્ર સર્જનો: ગોદાન, બાજાર-એ-હુસ્ન, કર્મભૂમિ, શતરંજ કે ખિલાડી, ગબન, માનસરોવર, ઈદગાહ

પ્રેમચંદનું જીવનચરિત્ર એમના પુત્ર અમૃત રાયે ‘પ્રેમચંદ: કલમ કા સિપાહી’ શીર્ષકથી લખેલ છે.

શરૂઆતમાં તેઓ ઉર્દૂમાં ‘નવાબરાય’ના નામથી લખતા. ‘જમાના’ના સંપાદક દયાનારાયણ નિગમે તેમને ‘પ્રેમચંદ’ નામ આપેલું.

અવસાનના 6 મહિના અગાઉ તેઓ ‘ઇન્ડિયન પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન’ના લખનૌ ખાતેના વાર્ષિક અધિવેશનમાં અધ્યક્ષ બન્યા.

પ્રેમચંદ 8 ઓક્ટોબર, 1936ના રોજ અવસાન પામ્યા હતા.

National and international current affairs 8 October 2025

મેડિસિન ક્ષેત્રે વર્ષ ૨૦૨૫નો નોબેલ પુરસ્કાર

નોબેલ એસેમ્બલીએ જાહેરાત કરી મેરી ઈ. બ્રનકો (અમેરિકા), ફ્રેડ રેમ્સડૅલ (અમેરિકા),શિમોન સાકાગુચી (જાપાન)આ ત્રણ વૈજ્ઞાનિકોને મેડિસિન ક્ષેત્રે વર્ષ ૨૦૨૫નો નોબેલ પુરસ્કાર એનાયત કરાશે.

આ ત્રણેય વૈજ્ઞાનિકોને ‘પેરીફેરલ ઇમ્યુન ટોલરન્સ’ પરની શોધ માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પ્રક્રિયા શરીરની રોગપ્રતિકારક શક્તિને તેના પોતાના જ અંગો (Self-Tissues) પર હુમલો કરતી અટકાવે છે.

વૈજ્ઞાનિકોએ રેગ્યુલેટરી ટી-સેલ્સ (Regulatory T Cells)ની ઓળખ કરી, જેને રોગપ્રતિકારક શક્તિના સુરક્ષા પ્રહરીઓ કહેવામાં આવે છે. આ ટી-સેલ્સ ખાતરી કરે છે કે રોગપ્રતિકારક શક્તિ સંતુલિત રહે.

આ શોધે ઓટોઇમ્યુન રોગો (Autoimmune Diseases), કેન્સર અને અંગ પ્રત્યારોપણ (Organ Transplantation)ની સારવાર માટે નવા સંશોધન ક્ષેત્રનો પાયો નાખ્યો છે.

વૈજ્ઞાનિકોનો પરિચય:

  • મેરી ઈ. બ્રનકો: પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પીએચડી. હાલમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર સિસ્ટમ્સ બાયોલોજી, સીએટલમાં સિનિયર પ્રોગ્રામ મેનેજર.
  • ફ્રેડ રેમ્સડૅલ: યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-લોસ એન્જિલસ (UCLA)માંથી પીએચડી. હાલમાં સોનોમા બાયોથેરાપ્યુટિક્સ, સેન ફ્રાન્સિસ્કોમાં વૈજ્ઞાનિક સલાહકાર.
  • શિમોન સાકાગુચી: ક્યોટો યુનિવર્સિટીમાંથી એમડી અને પીએચડી. હાલમાં ઓસાકા યુનિવર્સિટીના ઇમ્યુનોલોજી ફ્રન્ટિયર રિસર્ચ સેન્ટરમાં વિશિષ્ટ પ્રોફેસર.

ફ્રાન્સના નવા PMએ એક મહિનામાં રાજીનામું આપ્યું

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ નવા નિયુક્ત પ્રધાનમંત્રી સેબાસ્ટિયન લેકોર્નુનું રાજીનામું સ્વીકારી લીધું છે.

બે વર્ષથી ઓછાં સમયગાળામાં પાંચ વડાપ્રધાનમાંથી એક પણ વડા પ્રધાન સ્થિર બહુમતિ પ્રાપ્ત ન કરી શક્યા.

બિહારમાં ચૂંટણી બે તબક્કામાં યોજાશે

બિહારમાં બે તબક્કામાં ચૂંટણી થશે, જેમાં પહેલા તબક્કાનું  121 બેઠકો પર મતદાન  છ નવેમ્બરે અને બીજા તબક્કામાં 122 સીટો પર 11 નવેમ્બરે યોજાશે. આ સાથે મત ગણતરી 14 નવેમ્બર કરવામાં આવશે. વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બેરે પૂરો થાય છે.

બિહારમાં કુલ 243 વિધાનસભા ક્ષેત્રો છે, જેમાંથી 38 અનુસૂચિત જાતિ અને 2 અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. મતદાતાઓની કુલ સંખ્યા અંદાજે 7.42 કરોડ છે, જેમાં 3.92 કરોડ પુરુષો અને 3.5 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. અંદાજે ચાર લાખ વરિષ્ઠ નાગરિકો અને લગભગ 14,000 મતદાતાઓ એવા છે, જેઓ 100 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે.

મુખ્ય ચૂંટણી કમિશનર : જ્ઞાનેશ કુમાર

 ‘નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ (NMIA) નું લોકાર્પણ વડાપ્રધાન કરશે

8મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ (NMIA) નું લોકાર્પણ કરશે, જે ભારતનું સૌથી અત્યાધુનિક અને ઈકો ફ્રેન્ડ્લી એરપોર્ટ બની જશે.

આ એરપોર્ટ પરના ટર્મિનલની રચના કમળના ફૂલથી પ્રેરિત છે, જે ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ રજૂ કરે છે, તે સ્વચ્છ ઊર્જા અને જળ સંરક્ષણના ઉપાયોથી સંપન્ન છે.

આ એરપોર્ટ 1160 હેક્ટર જમીન પર આકાર પામ્યું, તે PPP મોડેલ પર કાર્યરત થશે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ આ પ્રોજેક્ટમાં 74% હિસ્સો ધરાવે છે, જ્યારે સિડકો 26% હિસ્સો ધરાવે છે.

આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹19,600 કરોડ જેટલો છે, જેમાં CIDCO દ્વારા જમીન વિકાસ માટે ₹3,500 કરોડનું રોકાણ સામેલ છે.

એરપોર્ટનું નામ સ્થાનિક ખેડૂત નેતા અને જાણીતા સામાજિક કાર્યકર સ્વર્ગીય દિનકર બાલુ (ડી.બી.) પાટીલના નામ પરથી રખાશે.

ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025 મુંબઈમાં શરૂ થશે

ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) ની છઠ્ઠી આવૃત્તિ મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે શરૂ થશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આ મહોત્સવના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લેશે.

આ વર્ષના મહોત્સવની થીમ ‘AI દ્વારા સંચાલિત વધુ સારા વિશ્વ માટે નાણાંનું સશક્તિકરણ’ છે.

આ વર્ષે પરિષદનું એક ખાસ આકર્ષણ NPCI અને NVIDIA દ્વારા ભારત AI એક્સપિરિયન્સ ઝોન હશે.

National Development and Administrative current affairs 8 October 2025

રેલ્વે આપત્તિ પ્રતિભાવને મજબૂત બનાવવા માટે RPF, NDRF અને IRIDM એ MoU પર હસ્તાક્ષર

નવી દિલ્હીના રેલ ભવન ખાતે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને ઇન્ડિયન રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (IRIDM), બેંગલુરુ વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

આ ભાગીદારી ગોલ્ડન અવર દરમિયાન જીવન બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, રેલ્વે અકસ્માતની પરિસ્થિતિઓને અનુરૂપ સંકલિત રાહત કામગીરી અને ક્ષમતા નિર્માણ માટે એક સ્પષ્ટ સંસ્થાકીય માળખું સ્થાપિત કરે છે.

રેલવે પ્રોટેક્શન ફોર્સના ડિરેક્ટર જનરલ : સુશ્રી સોનાલી મિશ્રા

ભારતની પ્રથમ વાણિજ્યિક કોલસા ખાણ અરુણાચલ પ્રદેશમાં શરૂ કરવામાં આવી | 8 October 2025 GPSC Current Affairs

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ અરુણાચલ પ્રદેશમાં પ્રથમ વાણિજ્યિક કોલસા ખાણ, નામચિક-નામ્ફુક કોલ બ્લોકનો શિલાન્યાસ સમારોહ કર્યો હતો.

આ ખાણ રાજ્ય માટે વાર્ષિક ₹100 કરોડથી વધુની આવક ઉત્પન્ન કરશે.

૧.૫ કરોડ ટનના ભંડાર સાથે નામચિક-નામ્ફુક કોલ બ્લોકની ફાળવણી સૌપ્રથમ ૨૦૦૩માં કરવામાં આવી હતી.

તેને 2022 માં પારદર્શક હરાજી પ્રક્રિયા દ્વારા પુનર્જીવિત કરવામાં આવ્યું.

વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા કોલસા ઉત્પાદક ભારતે ગયા વર્ષે 1 અબજ ટન ઉત્પાદનનો રેકોર્ડ વટાવી દીધો.

રાજ્યમાં બે બ્લોક અને આસામમાં પાંચ બ્લોક હરાજી હેઠળ છે.

RTI સપ્તાહનો પ્રારંભ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાત માહિતી આયોગ દ્વારા 5 થી 12 ઓક્ટોબર દરમિયાન ‘Rights to Information Act’ (RTI) સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો.

NFSU કેમ્પસ, ગાંધીનગર ખાતે “Roles & Responsibility of the different stakeholders” વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો.

મુખ્ય માહિતી કમિશનર : ડો. સુભાષ સોની

રાજ્યમાં 7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવાશે

૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે યાત્રા શરૂ થઈ તેને ૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ૨૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

જે અંતર્ગત ૭થી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે.

આ વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યના કુલ ૧૦ વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારીતા સાથે ૧૩ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. જેમાં રૂ. ૧ કરોડથી રૂ. ૨૫ કરોડ સુધીના રૂ. ૩,૩૨૬ કરોડના કામોનો સમાવેશ થાય છે.

Sports current affairs 8 October 2025

ભારતે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

વર્લ્ડ પેરા-એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતીય ટુકડીએ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જેમાં 22 મેડલ જીત્યા છે.

જેમાં 6 ગોલ્ડ, 9 સિલ્વર અને 7 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top