Daily Current Affairs MCQs — 29 Sept 2025

UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સ MCQsનું મહત્વ ઘણું ઊંચું છે. આજના Current Affairs MCQs Gujarati 29 Sept 2025માં આપેલા પ્રશ્નો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આર્થિક, રાજકીય, પર્યાવરણ અને વિજ્ઞાન-ટેકનોલોજી જેવા મુદ્દાઓને આવરી લે છે. આવા GPSC current affairs quizના અભ્યાસથી ઉમેદવારોને તાજા સમાચાર આધારિત પરીક્ષા પેટર્ન સમજવામાં, મહત્વપૂર્ણ મુદ્દાઓ ઓળખવામાં અને ઝડપી નિર્ણાયક ક્ષમતા વિકસાવવામાં મદદ મળે છે. અહીં આપેલા current affairs quiz પ્રિલિમ્સ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

Current Affairs MCQs Gujarati 29 Sept 2025

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કરંટ અફેર્સ MCQs for GPSC

તાજેતરમાં જ કેટલામી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે વિશ્વના નેતાઓ એકઠા થયા હતા ?

  1. 78 મી
  2. 79 મી
  3. 80 મી
  4. 81 મી

નીચેનામાંથી શું સત્ય છે ?

  1. જુલાઈમાં લોન્ચ થયેલી નાસા અને ઈસરોની સંયુક્ત સેટેલાઈટ નિસાર (સંયુક્ત સીન્થેટીક એપેર્ચર રડાર)એ પૃથ્વીની સપાટીના દ્રશ્યો પ્રદાન કરતી પ્રથમ રડાર છબીઓ રજૂ કરી છે.
  2. એલ-બેન્ડ અને એસ-બેન્ડ રડાર સીસ્ટમોના વિશિષ્ટ સંયોજનના ઉપયોગથી આ ઉપગ્રહે જંગલો, વેટલેન્ડ, કૃષિભૂમિ અને શહેરી માળખાના અવલોકનમાં અસાધારણ સ્પષ્ટતા પ્રદાન કરી છે.
  3. ઉપરોક્ત બંને
  4. એકપણ નહી

રશિયા અને કોની વચ્ચે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ બાંધવા માટે કરાર થયા ?

  1. ઇન્ડિયા
  2. ઈથોપિયા
  3. ઇઝરાયેલ
  4. ઈરાન

નીચેનામાંથી શું સત્ય છે ?

  1. ભારતની જીનાલી મોદીને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP) અને પ્લેનેટ A દ્વારા 2025 ના યંગ ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
  2. તેમણે કેળાની દાંડીને પરંપરાગત બનોફી ચામડામાં રૂપાંતરિત કરવાનું નવીન કાર્ય હાથ ધર્યું છે.
  3. આ ઉત્પાદન પ્રક્રિયા પાણીનો વપરાશ 95 ટકા સુધી ઘટાડે છે.
  4. આપેલ તમામ

ભારતે કોને UN AI સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે નોમિનેટ કર્યું ?

  1. NFSU
  2. IIT-મદ્રાસ
  3. IIT-ગાંધીનગર
  4. IIT-દિલ્હી

નીચેનામાંથી શું અસત્ય છે ?

  1. ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ થયું.
  2. 1954માં મિકોયાન-ગુરેવિચ દ્વારા ડિઝાઇન કરાયેલું મિગ-21 દુનિયાનું સૌથી વધુ પ્રચલિત સુપરસોનિક ફાઇટર વિમાન બની ગયું હતું.
  3. તેની મહત્તમ ગતિ મેક 5 હતી.
  4. એકપણ નહી

ગુજરાત Current Affairs MCQs Gujarati 29 Sept 2025

કોણે નવી દિલ્હીમાં છઠ્ઠા નદી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું ?

  1. દ્રૌપદી મુર્મુ
  2. નરેન્દ્ર મોદી
  3. અમિત શાહ
  4. સી.આર. પાટીલ

નીચેનામાંથી શું અસત્ય છે ?

  1. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૬ નગરપાલિકાઓને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” અર્પણ કર્યા હતા.
  2. આ ઉપરાંત “મારુ શહેર, મારું ગૌરવ અભિયાન”ના લોગોનું અનાવરણ કર્યુ હતું.
  3. સુરત મહાનગરપાલિકાએ ‘નિર્મળ ગુજરાત 2.0’ અભિયાન હેઠળ 3 લાખથી 10 લાખની વસ્તી ધરાવતી મહાનગરપાલિકાઓની શ્રેણીમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવીને સ્વચ્છતાના ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
  4. એકપણ નહિ

રમતગમત current affairs quiz for GPSC

૧૨મી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૫ ક્યાં શરૂ થશે ?

  1. મુંબઈ
  2. દિલ્હી
  3. ચેન્નાઈ
  4. અમદાવાદ

ISSF જુનિયર વર્લ્ડ કપમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ?

  1. જોનાથન ગેવિન એન્ટોની
  2. લુકા એરિઘી
  3. લુકાસ સાંચેઝ ટોમ
  4. એકપણ નહી
 
QUIZ START

#1. તાજેતરમાં જ કેટલામી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે વિશ્વના નેતાઓ એકઠા થયા હતા ?

#2. નીચેનામાંથી શું સત્ય છે ?

#3. રશિયા અને કોની વચ્ચે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ બાંધવા માટે કરાર થયા ?

#4. નીચેનામાંથી શું સત્ય છે ?

#5. ભારતે કોને UN AI સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે નોમિનેટ કર્યું ?

#6. નીચેનામાંથી શું અસત્ય છે ?

#7. કોણે નવી દિલ્હીમાં છઠ્ઠા નદી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું ?

#8. નીચેનામાંથી શું અસત્ય છે ?

#9. ૧૨મી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૫ ક્યાં શરૂ થશે ?

#10. ISSF જુનિયર વર્લ્ડ કપમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ?

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top