4 November 2025 GPSC Current Affairs

Important 4 November 2025 GPSC Current Affairs
શકુંતલા દેવીની જન્મતિથી : 4 નવેમ્બર
તેમનો જન્મ 4 નવેમ્બર, 1929માં કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. તેમને સાયન્ટિફિક કેલક્યુલેટર અને ભારતનું માનવ કોમ્પ્યુટર કહેવામાં આવતા હતા. તેની પ્રતિભા જોઈને 1982માં તેનું નામ ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં પણ સામેલ કરવામાં આવ્યું હતું. તેઓ 13 આંકડાની બે સંખ્યાનો ગુણાકારનો જવાબ માત્ર 28 સેકન્ડમાં આપી હતા.
હ્યુમન કોમ્પ્યુટર તરીકે જાણીતા શકુન્તલા દેવીનું 83 વર્ષની વયે 1 એપ્રિલ, 2013ના રોજ બેંગ્લોરમાં અવસાન થયું હતું.
International and Cultural Current Affairs 4 November 2025
ભોજનના સમૃદ્ધ વારસા માટે લખનઉ યુનેસ્કોના સર્જનાત્મક શહેરોમાં સામેલ
નોમિનેટ : યુનેસ્કોના મહાનિર્દેશક ઓડ્રે અઝોલે ૫૮ શહેરોને યુનેસ્કોના રચનાત્મક શહેરોના નેટવર્ક (યુસીસીએન)ના નવા સભ્ય તરીકે નોમિનેટ કર્યા છે.
શહેર : આ યાદીમાં હાલ ૧૦૦થી વધુ દેશોના ૪૦૮ શહેરનો સમાવેશ થાય છે. ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત યુનેસ્કોના ૪૩મા મહાસંમેલનમાં વર્લ્ડ સિટી ડેના પ્રસંગે આ જાહેરાત કરાઈ હતી.
લખનઉ : લખનઉનો ‘ક્રિએટીવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી’ની કેટેગરીમાં સમાવેશ કરાયો છે. આ સન્માન એ શહેરોને મળે છે, જે પોતાની ખાનપાન પરંપરા, સાંસ્કૃતિક વિવિધતા અને ઈનોવેશનથી વિશ્વને પ્રેરિત કરે છે.
શહેરનો સમાવેશ
- નવા નોમિનેટ સર્જનાત્મક શહેરોમાં સંગીત માટે કેન્યાના કિસુમુ અને અમેરિકાના ન્યૂ ઓરલિયાન્સ, ડિઝાઈન માટે સાઉદી અરબના રિયાધ, પાકકલા માટે પોર્ટુગલના માતોસિન્હોસ અને ઈક્વાડોરના કુએનકા, ફિલ્મ માટે ઈજિપ્તના ગીઝા, વાસ્તુકલા માટે ફિનલેન્ડના રોવેનેમી, મીડિયા કલા માટે ઈન્ડોનેશિયાના મલંગ અને સાહિત્ય માટે બ્રિટનના એબરિસ્ટવિથનો સમાવેશ કરાયો છે.
દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ ઈજિપ્તમાં ખૂલ્યું | 4 November 2025 GPSC Current Affairs
ઉદ્ગાટન : મિસ્રની રાજધાની કાહિરા નજીક ગિઝા પઠારમાં સિંગલ સિવિલાઈઝેશન પર આધારિત તૈયાર ગ્રાન્ડ ઈઝિપ્શિયન મ્યુઝિયમનું ઉદ્ગાટન થયું હતું.
કલાકૃતિ : જેમાં 700,000 બીસીથી 394 પૂર્વે સુધીનો સમયગાળો એક જ છત નીચે આવરી લેવામાં આવ્યો છે. સંગ્રહાલયમાં 57,000 થી વધુ કલાકૃતિઓ છે, જેમાંથી સૌથી પ્રમુખ છે, રાજા તુતનખામુનનો સંપૂર્ણ ખજાનો છે.
વિસ્તાર : આ મ્યુઝિયમ ગ્રેટ પિરામિડની નજીક બનાવવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ 490,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. તેના મુખ્ય પ્રવેશદ્વાર, 7,000 ચોરસ મીટર, રામસેસ II ની વિશાળ પ્રતિમા ધરાવે છે.
‘ગ્રીન મ્યુઝિયમ‘ : ગ્રાન્ડ ઈઝિપ્શિયન મ્યુઝિયમને આફ્રિકા અને મધ્ય પૂર્વમાં પ્રથમ ‘ગ્રીન મ્યુઝિયમ’ માનવામાં આવે છે. GEM ને ઉર્જા વ્યવસ્થાપન, આરોગ્ય અને સલામતી, પર્યાવરણ અને ગુણવત્તામાં આઠ ISO પ્રમાણપત્રો પ્રાપ્ત થયા છે. તેને 2024 EDGE એડવાન્સ્ડ ગ્રીન બિલ્ડીંગ સર્ટિફિકેશન પણ મળ્યું છે.
GSAT-7R ઉપગ્રહ
પ્રક્ષેપણ : ઇસરો 02 નવેમ્બર 2025 ના રોજ ભારતીય નૌકાદળના GSAT-7R (CMS-03) સંચાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે. આ ઉપગ્રહ નૌકાદળની અવકાશ-આધારિત સંચાર અને દરિયાઈ ક્ષેત્ર જાગૃતિ ક્ષમતાઓને મજબૂત બનાવશે.
વજન : સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત ઉપગ્રહ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. જેનું વજન આશરે 4,400 કિલોગ્રામ છે.
વિશેષતા : તેના પેલોડમાં ટ્રાન્સપોન્ડરનો સમાવેશ થાય છે જે બહુવિધ સંચાર બેન્ડ પર વૉઇસ, ડેટા અને વિડિઓ લિંક્સને સપોર્ટ કરવા સક્ષમ છે. આ ઉપગ્રહ ઉચ્ચ-ક્ષમતાવાળા બેન્ડવિડ્થ સાથે કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે.
National and scientific Current Affairs 4 November 2025
કેરળ અત્યંત ગરીબીથી મુક્ત થયું
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વિધાનસભામાં જાહેરાત કરી કે, રાજ્ય હવે અત્યંત ગરીબીથી મુક્ત થઈ ગયું છે. કેરળના સ્થાપના દિવસ, ‘કેરળ પિરવી’ના અવસરે બોલાવવામાં આવેલા વિધાનસભાના એક વિશેષ સત્રમાં મુખ્યમંત્રીએ આ સિદ્ધિની જાહેરાત કરી હતી.
રાજ્યના 64006 અત્યંત ગરીબ પરિવારોમાંથી 59727 હવે ગરીબીમાંથી મુક્ત થઈ ગયા છે.
પ્રધાનમંત્રી મોદી નવી દિલ્હીમાં ESTIC 2025નું ઉદ્ઘાટન કરશે
ઉદ્ઘાટન : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન કોન્ક્લેવ (ESTIC) 2025નું ઉદ્ઘાટન કરશે.
પ્રારંભ : પ્રધાનમંત્રી દેશમાં સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાના સંશોધન, વિકાસ અને નવીનતા યોજના ભંડોળનો પણ પ્રારંભ કરશે.
ઉદ્દેશ્ય : શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ, ઉદ્યોગ અને સરકારના 3 હજારથી વધુ સહભાગીઓને એકત્ર કરવાનો છે.
ભારત 6 ડિસેમ્બરથી ચંદીગઢ ખાતે 4 દિવસીય ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કરશે
IISF : ડૉ. જીતેન્દ્ર સિંહે 6 થી 9 ડિસેમ્બર, 2025 દરમિયાન ચંદીગઢ ખાતે યોજાનાર ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ (IISF) માટેની ચાલી રહેલી તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી.
આ વર્ષનું IISF રાષ્ટ્રીય આત્મનિર્ભરતાના આધારસ્તંભ બની ગયેલા મુખ્ય ક્ષેત્રોમાં ભારતની સિદ્ધિઓ પ્રદર્શિત કરશે.
દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક વડનગરમાં રૂ. 15 કરોડના ખર્ચે બનશે | Current Affairs 4 November 2025
નિર્માણ : ગુજરાતના મહેસાણા જિલ્લામાં વડનગરમાં દેશના પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌચર પાર્કનું નિર્માણ કરવામાં આવશે, જે એક વૈશ્વિક મૉડલ બનશે. ગૌચર પાર્કના નિર્માણ બાદ વડનગર ગૌસેવાના તીર્થધામ તરીકે પ્રખ્યાત થશે. આ પાર્ક એક ગૌશાળા ઉપરાંત અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા પણ બનશે.
ખર્ચ : લગભગ રૂ. 15 કરોડના ખર્ચે પ્રસ્તાવિત વૃંદાવન ગૌચર પાર્ક પ્રોજેક્ટના નિર્માણ માટે નગર પાલિકા અને જિલ્લા સ્તરથી લઈને રાજ્ય સ્તરે શહેરી વિકાસ વિભાગ તરફથી કવાયત શરુ થઈ ગઈ છે. રાજ્ય સ્તરે ગુજરાત શહેરી વિકાસ કંપની (GUDC) આ પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી હશે, જ્યારે જમીન સંપાદન સહિતની સમગ્ર નિર્માણ પ્રક્રિયા જિલ્લા સ્તરે અને નગરપાલિકા સ્તરે કરવામાં આવશે.
ઉદ્દેશ્ય : આ અંતર્ગત રખડતી ગાયોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના ઉદ્દેશ્ય સાથે અમરથોલ ક્ષેત્રમાં ગૌરીકુંડ નજીક ભવ્ય વૃંદાવન ગૌચર પાર્કના વિકાસની પરિકલ્પના કરવામાં આવી છે.
Sports and Other Current Affairs 4 November 2025
કેન વિલિયમસને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
ન્યુઝીલેન્ડના બેટર કેન વિલિયમસને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ન્યુઝીલેન્ડનો બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેણે 33ની સરેરાશથી 2575 રન બનાવ્યા છે, જેમાં 18 અડધી સદી અને 95નો શ્રેષ્ઠ સ્કોરનો સમાવેશ થાય છે. વર્ષ 2011માં T20માં ડેબ્યૂ કરનાર કેન વિલિયમસને 75 મેચોમાં કેપ્ટનશીપ કરી છે અને ન્યુઝીલેન્ડને બે વાર (2016 અને 2022) T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ અને એક વાર (2021) ફાઇનલમાં લઈ ગયા છે.
રોહન બોપન્નાએ ટેનિસથી નિવૃત્તિની જાહેરાત કરી | Current Affairs 4 November 2025
નિવૃત્તિ : ભારતીય ટેનિસના દિગ્ગજ ખેલાડી રોહન બોપન્નાએ પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી છે.
નંબર-1 : બોપન્ના આ વર્ષે 29 જાન્યુઆરી, 2024ના રોજ ATP રેન્કિંગમાં વિશ્વના નંબર-1 મેન્સ ડબલ્સ ખેલાડી બન્યા હતા. તે સમયે તેઓ 43 વર્ષના હતા. આ ઉંમરે નંબર-1 બનનાર તે સૌથી ઉંમરલાયક ખેલાડી છે. હાલમાં તેમની ATP રેન્કિંગ 4 છે.
સિદ્ધિઓ:
- ગ્રાન્ડ સ્લેમ: 45 વર્ષીય આ જમણેરી ખેલાડીએ પોતાના 20 વર્ષના પ્રોફેશનલ કરિયરમાં 2 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે.
- ઓસ્ટ્રેલિયન ઓપન 2024: તેમણે આ વર્ષની શરૂઆતમાં 43 વર્ષ અને નવ મહિનાની ઉંમરે મેથ્યુ એબ્ડેન સાથે ઓસ્ટ્રેલિયન ઓપન ડબલ્સ ટાઇટલ જીત્યું હતું, જેના કારણે તેઓ ઓપન એરામાં ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી ઉંમરલાયક ખેલાડી બન્યા હતા.
- ફ્રેન્ચ ઓપન: તેમણે 2017માં મિક્સ્ડ ડબલ્સમાં પણ ફ્રેન્ચ ઓપન જીત્યું હતું.
અવની લેખારાએ દુબઈમાં 2025 પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યો | Current Affairs 4 November 2025
ગોલ્ડ : ભારતની અવની લેખારાએ દુબઈના અલ આઈનમાં 2025 પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 માં ગોલ્ડ મેડલ જીત્યો. તેણીએ સ્વીડનની અન્ના બેસનનને પાછળ છોડીને ટાઇટલ જીત્યું.
થાઇલેન્ડની વાન્નીપા લેઉંગવિલાઈએ બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતે મિશ્ર 50 મીટર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ સાથે ડબલ પોડિયમ મેળવ્યું, તેમજ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો.
આકાશે ફાઇનલમાં 223.1નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો.

