28 October 2025 GPSC Current Affairs
Today’s GPSC Current Affairs. All news updates are explained in Gujarati for easy preparation.28 October 2025

Important current affairs 28 October 2025
ઇન્ટરનેશનલ એનિમેશન ડે : 28 ઓક્ટોબર
દુનિયાભરમાં એનિમેશનને સન્માનિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 28 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ મનાવવામાં આવે છે. ઇન્ટરનેશનલ એનિમેશન ડે મનાવવાનો હેતુ લોકોમાં એનિમેશનના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને દુનિયાભરના કેટલાય એનિમેશન આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવેલી મહેનતને ઓળખ અપાવવાનો છે.
વર્ષ 2002માં, ઇન્ટરનેશનલ એનિમેશન ડેની જાહેરાત થઇ હતી. ત્યારથી દર વર્ષે 28 ઓક્ટોબરે ઇન્ટરનેશનલ એનિમેશન ડે મનાવવામાં આવે છે, કેમ કે 28 ઓક્ટોબરે પહેલીવાર એનિમેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારતીય સંસ્કૃતિનાં અનુરાગી ભગિની નિવેદિતાની જન્મતિથી : 28 ઑક્ટોબર | 28 October 2025 GPSC Current Affairs
જન્મ : 28 ઑક્ટોબર 1867, આયર્લેન્ડ
મૃત્યુ : 13 ઑક્ટોબર 1911, દાર્જિલિંગ
ભગિની નિવેદિતાનું મૂળ નામ માર્ગરેટ ઈ. નોબેલ હતું. 1884માં તેમણે કૉલેજની છેલ્લી પરીક્ષા પસાર કરી. 1884માં કેસ્વિક શહેરની એક નિશાળમાં સ્વેચ્છાએ શિક્ષિકા તરીકે કાર્ય કર્યું. 1886માં રેક્સહામની શાળામાં શિક્ષિકાનું કામ સ્વીકાર્યું.
1895માં સ્વામી વિવેકાનંદ લંડન ગયા. તે સમયે નિવેદિતા સ્વામીજીને મળવા અને સાંભળવા ગયાં હતાં. વિવેકાનંદનાં વ્યક્તિત્વ અને વ્યાખ્યાનની ઊંડી છાપ તેમના મન પર પડી. 1896માં સ્વામીજીએ હિંદુ ધર્મના વર્ગો શરૂ કર્યા તેમાં તેઓ જોડાયાં. સ્વામી વિવેકાનંદે ઇંગ્લૅન્ડમાં રહીને જ સેવા કરવાનું કામ તેમને સોંપ્યું. 1898ના જાન્યુઆરીની 28મી તારીખે તેઓ ભારત આવ્યાં. 25મી માર્ચ, 1898, હિંદુ ધર્મની દીક્ષા લીધી અને ‘નિવેદિતા’ નામ ધારણ કર્યું.
કૉલકાતા બોઝપરા વિસ્તારમાં કન્યાઓ માટે 1898ના નવેમ્બરની 14મી તારીખે પ્રાથમિક શાળા શરૂ કરી. આ શાળાનું નામ ‘ભગિની નિવેદિતા ગર્લ્સ સ્કૂલ’ રાખવામાં આવ્યું હતું. દીન-હીન સ્થિતિમાં સબડતી ભારતની સ્ત્રીઓ અને બાલિકાઓનાં શિક્ષણ અને ઉત્કર્ષ માટે તેમણે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી, પ્રેમ, નિષ્ઠા અને આત્મસમર્પણથી આ શાળાનો વિસ્તાર માત્ર બાલિકાઓ પૂરતો સીમિત ન રહ્યો. બાલવિધવાઓ, ત્યક્તાઓ, મોટી ઉંમરની સ્ત્રીઓ પણ આશ્વાસન, સહાય અને જ્ઞાન મેળવવા આવતી. એમાંથી જ ‘બહેનોના ઘર’ની યોજના જન્મ પામી. અહીં શિક્ષણ, ચિત્રકામ, સીવણવર્ગ ચાલતા અને વિધવાઓનું જીવન પ્રવૃત્તિમય રહે, આવક વધે, જ્ઞાન મળે એવી યોજનાઓ થતી રહેતી. શાળાની આર્થિક મુશ્કેલીમાં યુરોપ-અમેરિકાના પ્રવાસે જઈ ફંડ પણ એકઠું કર્યું.
જુદી જુદી સંસ્થાઓના આશ્રયે તેમણે જુદા જુદા વિષયો પર ભાષણો આપ્યાં. એમાં આલ્બર્ટ હૉલમાં અપાયેલું ‘કાલી’ વિશેનું અને કાલિઘાટ મંદિરમાં અપાયેલું ‘કાલીપૂજા’ વિશેનું ભાષણ નોંધપાત્ર છે. તેમણે લખેલું પુસ્તક ‘Kali the Mother’ નોંધપાત્ર છે.
દાર્જિલિંગમાં 1911ના ઑક્ટોબરની 13 તારીખે પાર્થિવ દેહ ત્યજ્યો.
તેમણે અગિયારેક પુસ્તકો લખ્યાં, જેમાં આ મહત્વનાં ગણાય : ‘માસ્ટર ઍઝ આઈ સૉ હિમ’ ; ‘ધ વેબ ઑફ ઇન્ડિયન લાઇફ’ ; ‘ક્રેડલ સૉંગ્ઝ ઑફ હિન્દુઇઝમ’.
International and Defense current affairs 28 October 2025
ક્રૂઝ મિસાઇલ 9M730 બુરેવેસ્ટનિકનું સફળ પરીક્ષણ
પરીક્ષણ : રશિયાએ પોતાની સૌથી આધુનિક પરમાણુ ઉર્જાથી ચાલતી ક્રૂઝ મિસાઇલ બુરેવેસ્ટનિકનું સફળ પરીક્ષણ પૂર્ણ કર્યુ છે.
અંતર : પરીક્ષણ દરમિયાન મિસાઇલે ૧૪૦૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને હવામાં લગભગ ૧૫ કલાક સુધી સક્રિય રહી હતી.
વિશેષતા : 9M730 બુરોવેસ્તનિક એક ગ્રાઉન્ડ લોન્ચ્ડ, લો-ફ્લાઈિંગ ક્રુઝ મિસાઇલ છે જે પરમાણુ શસ્ત્રો વહન કરી શકે છે અને પરમાણુ રિએક્ટર દ્વારા સંચાલિત છે. આ મિસાઇલ ઘણા દિવસો સુધી હવામાં રહી શકે છે અને માત્ર ૫૦-૧૦૦ મીટરની ઓછી ઊંચાઈએ ઉડાન ભરીને રડાર સિસ્ટમથી બચી શકે છે. નાટોએ તેને SSC-X-9 સ્કાયફોલ નામ આપ્યું છે. આ મિસાઇલ 20,000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે.
કુઆલાલંપુરમાં 22મુ આસિયાન-ભારત શિખર સંમેલન | 28 October 2025 GPSC Current Affairs
સમિટ : ૨૨મી આસિયાન-ભારત સમિટ ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ યોજાઈ હતી.
૧૨મી ભાગીદારી : ભારત-આસિયાન સમિટમાં પ્રધાનમંત્રીની આ ૧૨મી ભાગીદારી હતી.
૧૧મા સભ્ય : પ્રધાનમંત્રીએ તિમોર લેસ્ટેને આસિયાનના ૧૧મા સભ્ય બનવા બદલ અભિનંદન આપ્યા.
જાહેરાત
- બ્લુ અર્થતંત્રમાં ભાગીદારી બનાવવા માટે 2026 ને “ASEAN-ભારત દરિયાઈ સહકાર વર્ષ” તરીકે નિયુક્ત કરવું.
- ગુજરાતના લોથલ ખાતે પૂર્વ એશિયા સમિટ મેરીટાઇમ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન અને દરિયાઇ સુરક્ષા સહયોગ પર એક પરિષદનું આયોજન.
બેઇજિંગમાં ભારતીય દૂતાવાસમાં રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાનું અનાવરણ
પ્રતિમાનું અનાવરણ : બેઇજિંગમાં ભારતીય દૂતાવાસમાં નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાનું અનાવરણ દૂતાવાસ દ્વારા આયોજિત સંગમમ – ભારતીય દાર્શનિક પરંપરાઓનો સંગમ નામના પરિસંવાદ દરમિયાન કરવામાં આવ્યું.
શિલ્પકાર : આ પ્રતિમા પ્રખ્યાત ચીની શિલ્પકાર યુઆન ઝીકુન દ્વારા કોતરવામાં આવી છે.
થાઈલેન્ડના રાજમાતા સિરિકીતનું 93 વર્ષની વયે નિધન | current affairs 28 October 2025
નિધન : થાઈલેન્ડના રાજમાતા સિરિકીતનું 93 વર્ષની વયે નિધન થયું છે.
રાજમાતા સિરિકીત
- રાજમાતા સિરિકીત દિવંગત રાજા ભૂમિબોલ અદુલ્યાદેજના પત્ની અને વર્તમાન રાજા મહા વજિરાલોંગકોર્નના માતા હતા.
- તેમનો જન્મદિવસ, 12 ઓગસ્ટ, થાઈલેન્ડમાં ‘માતૃ દિવસ’ (Mother’s Day) તરીકે ઉજવવામાં આવે છે.
- તેમણે ગ્રામીણ ગરીબોની મદદ કરવા, પરંપરાગત હસ્તકળાને જીવંત રાખવા અને પર્યાવરણની સુરક્ષા માટે અસંખ્ય શાહી પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કર્યું હતું.
- 1976 માં તેમણે સ્થાપેલ ‘સપોર્ટ’ ફાઉન્ડેશન દ્વારા હજારો ગ્રામજનોને રેશમ વણાટ અને ઘરેણાં બનાવવા જેવી કળાઓમાં તાલીમ આપીને આત્મનિર્ભર બનાવ્યા.
- પર્યાવરણ પ્રત્યેના તેમના લગાવને કારણે તેમને “ગ્રીન ક્વીન”નું ઉપનામ પણ મળ્યું હતું.
Environmental and National current affairs 28 October 2025
ચક્રવાતી વાવાઝોડું ‘મોનથા’
‘મોનથા‘ : બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લૉ પ્રેશરને કારણે ચક્રવાતી વાવાઝોડું ‘મોનથા’ પૂર્વી કિનારા તરફ આગળ વધી રહ્યું છે.
મુખ્ય સબંધિત રાજ્યો : જેના કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુ આ ત્રણેય રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદ પડી રહ્યો છે.
અસર : આ વાવાઝોડાની અસર 30 ઓક્ટોબર સુધી રહેશે.
નામ : ચક્રવાત મોન્થા નામ થાઇલેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે.
દિલ્હી વાયુ પ્રદૂષણ સામે લડવા માટે ક્લાઉડ સીડિંગ દ્વારા પ્રથમ કૃત્રિમ વરસાદ કરશે | current affairs 28 October 2025
પહેલો કૃત્રિમ વરસાદ : રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે દિલ્હી આ મહિનાની 28 થી 30 તારીખની વચ્ચે ક્લાઉડ સીડિંગ દ્વારા પોતાનો પહેલો કૃત્રિમ વરસાદ કરશે.
તૈયારી : ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ લાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, જે રાજધાનીની વાયુ પ્રદૂષણ સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ તકનીકી સીમાચિહ્નરૂપ છે.
ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી ‘ગ્રીન ટેક્સ’
ગ્રીન ટેક્સ : અન્ય રાજ્યોમાંથી પ્રવેશ કરતા વાહનો પર ઉત્તરાખંડ સરકારે ગ્રીન ટેક્સ નાખ્યો છે.
ટેક્સ : કાર જેવા નાના વાહનો પર ૮૦ રૂપિયા, નાના માલ વાહક વાહન પર ૨૫૦ રૂપિયા, બસો પર ૧૪૦ રૂપિયા અને ટ્રકો પર વજન મુજબ ૧૨૦થી ૭૦૦ રૂપિયા સુધીનો આ ગ્રીન સેસ લાગશે.
ઓટોમેટિક સિસ્ટમથી ટેક્સ : રાજ્યના સરહદી વિસ્તારોમાં કેમેરા લગાવાયા છે. જે વાહનોની અવરજવર પર નજર રાખશે. કેમેરા દ્વારા મેળવાયેલા ડેટા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પહોંચાડાશે. જે બાદ ઓટોમેટિક સિસ્ટમથી ટેક્સ વસુલી લેવાશે.
બાકાત : જે પણ વાહનો ઉત્તરાખંડ રાજ્યમાં જ નોંધાયેલા હશે તેમને ફિલ્ટર કરીને ગ્રીન ટેક્સમાંથી બાકાત કરી દેવાશે. સાથે જ ટુ વ્હીલર, ઇલેક્ટ્રિક વાહનો, સીએનજી વાહનો, સરકારી વાહનો, એમ્બ્યુલંસ, ફાયર બ્રિગેડ વગેરે વાહનોને આ ટેક્સમાંથી છૂટ આપવામાં આવી છે.
આવક : આ ગ્રીન સેસની મદદથી રાજ્ય સરકારને દર વર્ષે આશલે ૧૦૦થી ૧૫૦ કરોડ રૂપિયાની આવક થશે. ગ્રીન સેસની વસુલાત માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
૨૪ કલાકમાં : જો કોઇ વાહન ૨૪ કલાકમાં બીજી વખત રાજ્યમાં પ્રવેશ કરશે તો તેને ફરી આ ગ્રીન સેસ નહીં આપવો પડે.
Political, Economic and Other current affairs 28 October 2025
ભારતના રાષ્ટ્રપતિએ ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ ખાતે યશોદા મેડિસિટીનું ઉદ્ઘાટન કર્યું
ઉદ્ઘાટન : ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ ખાતે યશોદા મેડિસિટીનું ઉદ્ઘાટન કર્યું.
યોગદાન : કોવિડ-19 ના વૈશ્વિક રોગચાળા દરમિયાન, યશોદા હોસ્પિટલે મોટી સંખ્યામાં લોકોની સારવાર કરી હતી અને રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ જેવી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને ખંતપૂર્વક સ્વીકારી છે.
ગૃહમંત્રી અમિત શાહ મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઇમ વીક 2025નું ઉદ્ઘાટન કરશે | current affairs 28 October 2025
ઉદ્ઘાટન : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક (IMW) 2025નું ઉદ્ઘાટન કરશે.
હેતુ :ભારતીય બંદર સંગઠનની ભાગીદારીમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત પાંચ દિવસીય આ કાર્યક્રમમાં ટકાઉ દરિયાઈ વિકાસ, વેપાર વિસ્તરણ અને વાદળી અર્થતંત્ર વિકાસ માટેના ભારતના વિઝનને પ્રદર્શિત કરવામાં આવશે.
સત્રો : ઇન્ડિયા મેરીટાઇમ વીક 2025 માં પ્રદર્શનો, પેનલ ચર્ચાઓ અને ઇન્ટરેક્ટિવ સત્રો યોજાશે, જેમાં બંદરો, શિપિંગ, લોજિસ્ટિક્સ અને મેરીટાઇમ ટેકનોલોજીમાં તકો પર પ્રકાશ પાડવામાં આવશે.
શંકર ચૌધરી ત્રીજીવાર બનાસ ડેરીના ચેરમેન બન્યા
બિનહરીફ વરણી : બનાસ ડેરીના ચેરમેન પદે ત્રીજી વખત શંકર ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
વાઈસ ચેરમેન : ભાવાભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
ટર્મ : બનાસ ડેરી ચેરમેન પદે શંકરભાઈ ચૌધરી વર્ષ 2015માં ત્યારબાદ વર્ષ 2020 અને હવે વર્ષ 2025માં ત્રીજી ટર્મમાં પણ તેઓ બનાસ ડેરીના ચેરમેન બન્યા છે.

