15 November 2025 GPSC Current Affairs

Important 15 November 2025 GPSC Current Affairs

આદિવાસી ગૌરવ દિવસ : 15 નવેમ્બર

ભારતમાં આદિવાસી ગૌરવ દિવસ 15 નવેમ્બરના રોજ ઉજવાય છે. ભારતમાં વર્ષ 2021થી આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. ભારતની આઝાદીની લડાઈમાં આદિવાસી સમુદાયનના યોગદાનને યાદ કરવા હેતુ આ દિવસ ઉજવાય છે. તેમજ આ તારીખ ભારતના સ્વતંત્રતા સેનાની જે આદિવાસી સમુદાયના હતા બિરસા મુંડાની જન્મજયંતિ પણ છે. આથી આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવા બિરસા મુંડાની જન્મજયંતિ પસંદ કરવામાં આવી છે.

બિરસા મુંડા | Current Affairs 15 November 2025

તેમનો જન્મ નવેમ્બર 15, 1875ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં સુગના મૂંડા અને કરમી હાતૂને ત્યાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા.

ઓક્ટોબર 1, 1894 ના દિને નવયુવાન નેતાના રુપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. 1895ના વર્ષમાં એમને ગિરફતાર કરી, હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે સાલની કેદની સજા ભોગવવા રાખ્યા. બિરસાને તેમના વિસ્તારના લોકો “ધરતી બાબા” નામથી સંબોધન કરતા તેમ જ પૂજતા પણ હતા.

બિરસા મુંડાએ 9 જૂન, 1900 ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા.

ઝારખંડમાં બિરસા મુંડા એરપોર્ટ રાંચી, બિરસા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સિન્દ્રી, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, બિરસા એગ્રીકલ્ચર યુનિવર્સિટી, બિરસા કોલેજ ખુંટી, બિરસા મુંડા એથ્લેટિક્સ સ્ટેડિયમ અને બિરસા મુંડા સેન્ટ્રલ જેલ જેવા ઘણા સ્મારકો અને સંસ્થાઓ છે.

શિક્ષણવિદ્ ગિજુભાઈ બધેકાની જન્મજયંતી : 15 નવેમ્બર | 15 November 2025 GPSC Current Affairs

જન્મ : 15 નવેમ્બર, 1885

મૃત્યુ : 23 જૂન, 1939

તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું.તેમનું બાળપણ બાપ દાદાના મૂળ ગામ વલભીપુરમાં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ વલભીપુરની નિશાળમાં લીધું હતું. 1907માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા.

જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેઓ “મૂછાળી મા” ના હૂલામણાં નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. 1923માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. 1920ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી.

ગુજરાતમાં 15 મી નવેમ્બર બાળવાર્તા દિન તરીકે ઉજવવાની જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ 2021માં કરી હતી. ભાવનગરનાશિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મદિવસ 15મી નવેમ્બરને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવામાં આવશે.

ગિજુભાઈ બધેકા 100 વર્ષ પહેલા બાળમાનસને કેળવવા અને ઘડતર કરવાના વિચારનો પાયો નાખ્યો હતો. બાળ મંદિર અને બાળમાનસની કેળવણીનો ખ્યાલ પણ તેમણે આપ્યો હતો.

તેમના બાલકેળવણી અને સાહિત્યના ક્ષેત્રના પાયાના સત્ત્વશીલ કાર્યને કારણે 1929નો ‘શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક’ તેમને એનાયત થયેલો.

સાહિત્ય

  • ગિજુભાઈએ 200 જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.
  • શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પદ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, બાલ ક્રીડાંગણો, આ તે શી માથાફોડ?, શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું.
  • બાળસાહિત્ય – ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય, બાલ સાહિત્ય માળા, બાલ સાહિત્ય વાટિકા, જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ, બાલ સાહિત્ય માળા.
  • ચિંતન – પ્રાસંગિક મનન, શાંત પળોમાં.
  • દિવાસ્વપ્ન

સંજાણ ડે : 15 નવેમ્બર | 15 November 2025 GPSC Current Affairs

સંજાણ દિવસ દર વર્ષે 15મી નવેમ્બરે ઉજવવામાં આવે છે. વિશ્વભરના પારસીઓ પોતાના પૂર્વજોની યાદમાં અને આ ઐતિહાસીક દિવસની યાદમાં સંજાણમાં એકત્ર થાય છે જે દિવસે તેમણે આ દેશમાં આશ્રય લઈને તેને પોતાનું વતન બનાવ્યું હતું.

ઈરાનમાં અત્યાચારથી ત્રાસીને નાસેલા પારસીઓ સંજાણ વહાણ દ્વારા ગયા જ્યાં તેમનો ભેટો ત્યાંના રાજા સાથે થયો જેણે તેમને માત્ર રહેવાની જ નહિ પણ આતશબહેરામ બાંધવાની પણ મંજૂરી આપી.

ઇરાનથી કુલ 1,305 પારસીઓ 11 વહાણોમાં ગુજરાતના દિવ અને તે બાદ સંજાણ બંદરે આવ્યા હતા. જેમાં 6 વહાણમાં મહિલાઓ 4 વહાણમાં પુરુષો અને એક વહાણમાં પવિત્ર આતશ સાથે તેમના ધર્મ ગુરુ હતા. 6 માસના દીર્ઘ પ્રવાસ બાદ તેઓ ભારતની આ ધરતી પર પહોંચ્યા હતાં.

50 ફૂટ ઊંચાઈ ધરાવતો સંજાણનો આ સ્મૃતિ સ્તંભ ગ્રેનાઇટમાંથી બનાવવામાં આવ્યો છે. આ સ્તંભ ઉપર 23 જેટલા ગુલાબના ફૂલોનું આકર્ષક નકશીકામ કરવામાં આવ્યું છે. જેની વચ્ચે તકતી મુકવામાં આવેલી છે. આ તકતીમાં પારસી ધર્મની રક્ષા માટે પારસીઓને આશ્રય આપનાર જાદીરાણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તારીખ 6 ઓગસ્ટ 1917ના રોજ સંજાણ ખાતે આ સ્તંભનું ઉદઘાટન પારસી અગ્રણી સર જમશેદજી જીજીભોય ના હસ્તે કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ પણ આ તકતી પર જોવા મળે છે.

International & Defense related Current Affairs 15 November 2025

‘પ્રોજેક્ટ ચિત્તા’ હેઠળ બોત્સ્વાનાએ ભારતને આઠ ચિત્તા સોંપ્યા

આઠ ચિત્તા ભેટ : બોત્સ્વાનામાં મોકોલોડી નેચર રિઝર્વ ખાતે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાષ્ટ્રપતિ ડુમા ગિડીઓન બોકોએ ભારત અને બોત્સ્વાનાના નિષ્ણાતો દ્વારા ઘાંઝી પ્રદેશમાંથી પકડાયેલા ચિત્તાઓને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મુક્ત કરવાના સાક્ષી બન્યા, આ ઘટના ‘પ્રોજેક્ટ ચિત્તા’ના આગામી તબક્કાના ભાગ રૂપે બોત્સ્વાના દ્વારા ભારતને આઠ ચિત્તા ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી.

60મી વર્ષગાંઠ : ભારત અને બોત્સ્વાના 2026 માં તેમના રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠ ઉજવશે.

અમેરિકાના સિએટલમાં સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં ‘વૉલ ઑફ યુનિટી’નું અનાવરણ

અનાવરણ : 31 ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમેરિકાના સિએટલમાં ભારતીય વાણિજ્ય-દૂતાવાસ (કોન્સ્યુલેટ)ના નવા ચાન્સરી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાના સન્માનમાં “વૉલ ઑફ યુનિટી”નું અનાવરણ કરવામાં આવ્યું હતું. વૉલ ઑફ યુનિટી એટલે કે એકતાના પ્રતીક તરીકેની દિવાલ ગુજરાતના કેવડિયામાં નર્મદા ખીણની પૃષ્ઠભૂમિ સામે સ્થાપિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા- ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’નું ચિત્ર રજૂ કરે છે.

30×14 ફૂટનું આ ઇન્સ્ટોલેશન કોન્સ્યુલેટના મુખ્ય મુલાકાતી વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તે ભારતના તમામ 28 રાજ્યોમાંથી “વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP)” વસ્તુઓ પ્રદર્શિત કરતા એક્ઝિબિશનની બાજુમાં આવેલું છે, જે મુલાકાતીઓને દેશના પર્યટન અને સાંસ્કૃતિક વિવિધતાનો જીવંત અનુભવ કરાવે છે.

નૈરોબીમાં MOP37 યોજાયું | Current Affairs 15 November 2025

કાર્યક્રમ : મોન્ટ્રીયલ પ્રોટોકોલના પક્ષકારોનો MOP37 3 થી 7 નવેમ્બર 2025 દરમિયાન કેન્યાના નૈરોબીમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP) ના મુખ્યાલય ખાતે યોજાયો હતો.

પૃષ્ઠભૂમિ : ૧૯૮૫ અને ૧૯૮૭માં, સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન સ્તરને સુરક્ષિત રાખવા માટે અનુક્રમે વિયેના કન્વેન્શન અને તેનો મોન્ટ્રીયલ પ્રોટોકોલ અપનાવવામાં આવ્યો હતો. આ માટે, ક્લોરોફ્લોરોકાર્બન (CFCs), હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન (HCFCs), હેલોન્સ, મિથાઈલ ક્લોરોફોર્મ અને મિથાઈલ બ્રોમાઇડ સહિતના ઓઝોન-ઘટાડનારા પદાર્થોનું ઉત્પાદન અને વપરાશ તબક્કાવાર બંધ કરવાનો હતો.

પ્રથમ બેઠક : મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર પ્રથમ બેઠક 2-5 મે 1989 દરમિયાન ફિનલેન્ડના હેલસિંકીમાં યોજાઈ હતી.

MOP38 :  2-6 નવેમ્બર 2026 દરમિયાન રવાન્ડાના કિગાલીમાં યોજાશે.

ગરુડ-૨૦૨૫ હવાઈ કવાયત માટે IAF ટુકડી ફ્રાન્સ પહોંચી

દ્વિપક્ષીય હવાઈ કવાયત : ૧૬ થી ૨૭ નવેમ્બર દરમિયાન યોજાનારી દ્વિપક્ષીય હવાઈ કવાયત ગરુડ-૨૦૨૫માં ભાગ લેવા માટે ભારતીય વાયુસેના (IAF) ની ટુકડી ફ્રાન્સના મોન્ટ-દ-માર્સન એર બેઝ પર પહોંચી ગઈ છે.

ઉદ્દેશ્ય : આંતર-કાર્યક્ષમતા વધારવા, શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્રદાન કરવા અને બંને વાયુસેનાઓ વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવાનો છે.

National Current Affairs 15 November 2025

નાગાલેન્ડમાં પૂર્વોત્તર રાજ્યોનું પ્રથમ પ્રાદેશિક માદક દ્રવ્યો વિરોધી સંમેલન શરૂ થયું

પ્રથમ પ્રાદેશિક સંમેલન : પશ્ચિમ બંગાળ સહિત આઠ પૂર્વોત્તર રાજ્યોના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓનું પ્રથમ પ્રાદેશિક સંમેલન નાગાલેન્ડ પોલીસ સંકુલ, ચુમોકેડિમા ખાતે શરૂ થયું.

સંકલન : રાષ્ટ્રીય ‘નશા મુક્ત ભારત’ મિશન હેઠળ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સાથે સંકલનમાં નાર્ગોટીક્સ પોલીસ દ્વારા બે દિવસીય પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પરિષદમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અને આઠ પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમ બંગાળના પોલીસ વિભાગના અધિકારીઓ હાજરી આપી રહ્યા છે.

44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો ભારત મંડપમ ખાતે શરૂ થશે | Current Affairs 15 November 2025

IITF : ૪૪મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો-IITF નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થઈ રહ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદ આ વેપાર મેળાનું ઉદ્ઘાટન કરશે. આ વર્ષના મેળાની થીમ છે- એક ભારત-શ્રેષ્ઠ ભારત.

ભાગીદાર રાજ્યો : ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને બિહાર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમના ભાગીદાર રાજ્યો છે, જ્યારે ઝારખંડ ફોકસ રાજ્ય છે.

બાર દેશો : આ ૧૪ દિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં સંયુક્ત આરબ અમીરાત, ચીન, ઈરાન, દક્ષિણ કોરિયા અને ઇજિપ્ત સહિત બાર દેશો ભાગ લઈ રહ્યા છે.

MoD અને BDL એ 2,095.70 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા

કરાર : સંરક્ષણ મંત્રાલયે કુલ રૂ. 2,095.70 કરોડના ખર્ચે INVAR એન્ટિ-ટેન્ક મિસાઇલોની ખરીદી માટે ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) સાથે કરાર કર્યો છે.

મિસાઇલ : INVAR એન્ટી-ટેન્ક મિસાઇલોની ખરીદી ભારતીય સેનાના આર્મર્ડ રેજિમેન્ટના મુખ્ય આધાર, ટેન્ક T-90 ની ફાયરપાવર અને ઘાતકતામાં વધારો કરે છે. આ શસ્ત્ર પ્રણાલી એક અત્યાધુનિક લેસર-માર્ગદર્શિત એન્ટી-ટેન્ક મિસાઇલ છે.

Cultural and state | 15 November 2025 GPSC Current Affairs

CMના હસ્તે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ અને ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025’નો શુભારંભ

શુભારંભ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર  પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે “અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025” તથા “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025”ભવ્ય શુભારંભ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ફેસ્ટિવલમાં નિઃશુલ્ક ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

કોફી ટેબલ બુક :

  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે “મિશન ફોર મિલિયન ટ્રીઝ” કોફી ટેબલ બુકનું અનાવરણ કરી.

“બેરિસ્ટર મિસ્ટર પટેલ” :

  • ભારતીય-અમેરિકન લેખક શ્રી જય પટેલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તેમનું પ્રથમ પુસ્તક “બેરિસ્ટર મિસ્ટર પટેલ” પ્રકાશિત કર્યું છે, જેનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર  પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને વાર્તાકાર અભિષેક દુધૈયા દ્વારા સહ-લિખિત છે.

ફૂડ ફોર થોટ ફેસ્ટ – 2025 વિશે

  • વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી (S.A.A.G) ના સહયોગથી ફરી એક વખત 13 થી 16 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો શાકાહારી ફૂડ ફેસ્ટિવલ “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025” નું આયોજન કરવામાં આવ્યું છે.

બનાસકાંઠાના અંબાજી માર્બલને GI Tag મળ્યો. | Current Affairs 15 November 2025

GI Tag : બનાસકાંઠા જિલ્લાના અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે “ભૌગોલિક સંકેત” (Geographical Indication – GI Tag) તરીકે માન્યતા આપી છે.

નોંધણી : અંબાજી માર્બલ માટેની આ નોંધણી Ambaji Marbles Quarry and Factory Associationના નામે કરવામાં આવી છે, જેમાં Stone Artisan Park Training Institute (SAPTI), Commissioner of Geology and Mining, અને Collector, Banaskanthaની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

અંબાજી માર્બલનું મહત્વ

  • અંબાજી વિસ્તારનો માર્બલ તેની દૂધિયા સફેદ ચમક, ટકાઉપણું અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતા છે. આ માર્બલનો ઉપયોગ અંબાજી મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળો, સ્મારકો અને ભવ્ય ઈમારતોમાં થાય છે. તે ગુજરાતની ધરતીની કુદરતી સૌંદર્ય અને પરંપરાગત હસ્ત કૌશલ્યનું પ્રતીક છે.

જી.આઇ. ટેગ

  • ભૌગોલિક સંકેત (GI) એ એવું પ્રમાણપત્ર છે, જે કોઈ ચોક્કસ વિસ્તારના અનન્ય ઉત્પાદને આપવામાં આવે છે, જે તે વિસ્તારની ભૂગોળ, માટી, પરંપરા અથવા કુદરતી લક્ષણો પર આધારિત હોય.
  • ભારતમાં GI ટેગ ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT) હેઠળ, ચેન્નાઇ સ્થિત જીઆઇ રજિસ્ટ્રી ઓફિસ દ્વારા આપવામાં આવે છે.

મોસાલી ખાતે બિરસા મુંડા અને ટંટ્યા ભીલની પ્રતિમાનું અનાવરણ | Current Affairs 15 November 2025

અનાવરણ : રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત ‘જનજાતીય ગૌરવ રથયાત્રા’ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ખાતેના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગવાન બિરસા મુંડા અને ટંટ્યા ભીલની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

વિતરણ : મહાનુભાવોના હસ્તે રમતગમત ક્ષેત્રે જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર રમતવીરો, ચિત્રસ્પર્ધાના વિદ્યાર્થીઓ, વન અધિકારપત્રો, સમાજ સુરક્ષા તથા પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top