Mauryan Empire PYQs (મૌર્ય સામ્રાજ્ય PYQs) for UPSC GPSC

Mauryan Empire PYQs | મૌર્ય સામ્રાજ્ય PYQs


 
QUIZ START

#1. ચંદ્રગુપ્ત–પહેલાનો શાસનકાળ વર્ષ …… માં શરૂ થયો હતો.

#2. વિધાન 1 : ચંદ્રગુપ્ત મૌર્ય એ ઈ.સ. પૂર્વે 322થી ઈ.સ. પૂર્વે 294 ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો. તેણે પુષ્યમિત્રને જૂનાગઢના શાસન તરીકે નિયુકત કર્યો.
વિધાન 2 : સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમ્યાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી.
ઉપરના વિધાનો ચકાસો.

#3. મૌર્ય સામ્રાજ્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
વિધાન 1 : આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય બ આધાર હતો. મૌર્ય રાજ્યે ખેતી હેઠળ ફળદ્રુપ જમીનને લાવવા માટે નવી કૃષિ વસાહતો સ્થાપના કરી.
વિધાન 2 : સીતાધ્યક્ષ અધિકારીને અંતર્દેશીય નેવિગેશનની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી.
ઉપરોકતમાંથી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ?

#4. “અર્થશાસ્ત્ર’ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. આ પુસ્તક કૌટિલ્ય દ્વારા સંસ્કૃત ભાષામાં રચવામાં આવ્યું હતું.
2. ‘અર્થશાસ્ત્ર’ની હસ્તપ્રત સૌ પ્રથમ જેમ્સ પ્રિન્સેપ (James Prinsep) દ્વારા શોધવામાં આવી હતી.
3. તે મૌર્ય ઈતિહાસનો સૌથી મહત્વપૂર્ણ સાહિત્યિક સ્ત્રોત છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે ?

#5. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમ્યાન સેલ્યુકસ નિકેટરનો કયો રાજદૂત ભારતમાં આવેલ હતો. જેણે “ઈન્ડિકા’ ગ્રંથ લખેલ હતો ?

#6. ગિરનારની ટેકરીઓના શિલાલેખો અનુસાર, આશરે ઈ.સ. પૂર્વે 250માં કયા શાસકે તેનું પોતાનું કાર્યક્ષેત્ર ગુજરાતમાં વિસ્તાર્યું હતું?

#7. કયા મૌર્ય શાસકે તેના શાસન હેઠળનું નિયંત્રણ સુદુર પશ્ચિમમાં આફઘાનિસ્તાન અને બલુચિસ્તાન સુધી વિસ્તાર્યું હતું ?

#8. કયા મૌર્ય રાજાએ આ વિશ્વ (જન્મ) અને આગામી વિશ્વમાં (જન્મમાં) લોકોની સુખાકારી સુનિશ્ચિત કરવા ધમ્મનો સંદેશ ફેલાવવા માટે ધમ્મ મહામત્ત તરીકે ઓળખાતા વિશેષ અધિકારીઓની નિમણૂંક કરી હતી ?

#9. ગિરનાર પર્વત ઉપર 14 શિલાલેખ છે. તે કોના દ્વારા બનાવવામાં આવેલ છે.

#10. જૂનાગઢ જીલ્લામાં આવેલ “સુદર્શન તળાવ” નું નિર્માણ કોણે કરાવેલ હતું ?

#11. મૌર્ય સામ્રાજ્ય વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. મૌર્ય સરકારનો તેના સામ્રાજ્યના તમામ પ્રદેશો ઉપર એક સમાન અંકુશ હતો.
2. મૌર્ય સામ્રાજ્યમાં ગુલામી પ્રથા સહેજપણ ન હતી.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન/કયા વિધાનો સાચું /સાચાં નથી.

#12. મૌર્ય વંશના જાણીતા બે શાસકો કોણ હતા ?
1.અશોક અને પુષ્યમિત્ર
2. અશોક અને બિંબિસાર
3. ચંદ્રગુપ્ત અને બિંદુસાર
4. ચંદ્રગુપ્ત અને અશોક
ઉપરના પૈકી કયું/ કયા વિધાન /વિધાનો સત્ય છે ?

#13. ______એ બારાબાર (Barabar) ટેકરીઓમાં ત્રણ ગુફાઓ બંધાવી અને તે આજીવિકાઓ (Ajivikas)ને ભેટ આપી.

#14. જુનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોના સમય દરમ્યાન થયું ?

#15. મૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો.
શબ્દ અર્થ
(1) અક્ષપટલ (a) ખાણ
(2) આકર (b) દફતર
(3) કર્માના (c) કતલખાનું
(4) સૂવના (d) કારખાનું

#16. નીચેના પૈકી કયા સ્તૂપો અશોકના સમયના ઇંટેરી સ્તૂપો છે ?
1 સારનાથ
2 સાંચી
3 બૈરાટ

#17. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ધર્મસ્થીય એવી અદાલતો હતી કે જે વ્યકિતગત વિવાદોનો નિકાલ કરતી હતી.
2. કાંટાશોધન એવી અદાલતો હતી કે જે રાજ્ય અને વ્યકિતઓ લગત બાબતોનો નિકાલ કરતી હતી.
3. મેગેસ્થનીઝ અનુસાર નગર પરિષદ 6 સમિતિઓમાં વહેંચાયેલી હતી અને પ્રત્યેક સમિતિ 6 સભ્યોની બનેલ હતી.

#18. નીચેના પૈકી કયું/ કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

#19. રૂદ્રદામન પહેલાના જૂનાગઢનાં શિલાલેખ અનુસાર નિચેના પૈકી કોણ એ ચંદ્રગુપ્ત મૌર્યનો brother-in-law હતો ?

#20. કલીંગના વિજય બાદ અશોકે કયા સ્થળે તેની રાજધાની બનાવી?

#21. મૌર્યકાલીન પ્રશાસનમાં નગરનું પ્રશાસન કરનારી સભાના પ્રમુખને ………… કહેવાતા.

#22. મૌર્ય કાળમાં પન્યાધ્યક્ષ ………. હતા.

#23. મૌર્ય વહીવટીતંત્રમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાતો હતો?

#24. ઉત્તરાધિકાર માટેની લડાઈમાં કયા મંત્રીએ અશોકને તેના ભાઈઓની વિરુદ્ધ મદદ કરી ?

#25. નીચેના પૈકી કયો/ કયાં અધિકારી/અધિકારીઓનો ઉલ્લેખ મૌર્ય શાસનમાં નથી મળતો ?
I. સમાહર્તા
II. સન્નિધાતા
III. કુમારમાન્ય
IV. અંતપાલ

#26. નીચેના પૈકી કયું / કાં વિધાન /વિધાનો પ્રાચીન ભારત ઉપર પર્શિયન અસરના સંદર્ભે છે ?
I બ્રાહ્મી લિપિની શરૂઆત
II ચંદ્રગુપ્ત મૌર્યની વાળ ધોવાની વિધિ
III અશોક સ્તંભો ઉપર સિંહની પ્રતિકૃતિ

#27. સેલ્યુસિડ રાજવંશ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે એક પ્રાચિન સામ્રાજ્ય હતું કે જેની સૌથી મોટી સીમાઓ યુરોપમાં થ્રેસથી ભારતના સીમાડા સુધી વિસ્તરેલી હતી.
2. સેલ્યુકસ દ્વારા શાસિત બેટ્રિયા એ આજનું અફઘાનિસ્તાન છે.
3. સેલ્યુસિડમૌર્ય યુદ્ધ પછી મૌર્ય સામ્રાજ્યની પડતી આવી અને ભારતીય ઉપખંડ ઉપર તેનું નિયંત્રણ ખોવાયું.

#28. મૌર્યકાલીન પ્રશાસનમાં રાજકોશનો કારભાર કરનાર _____ કહેવાતો.

#29. સમ્રાટ અશોક __________ બૌદ્ધ સંપ્રદાયનો અનુયાયી હતો.

#30. નીચેના વાક્યો તપાસો.
1. ‘અર્થશાસ્ત્ર’ની રચના કૌટિલ્ય/ચાણકય દ્વારા કરવામાં આવેલ હતી. આ ગ્રંથ મૌર્યકાળના રાજ્યનું સ્વરૂપ, રાજાના કર્તવ્યો વગેરે બાબતો પર પ્રકાશ પાડે છે.
2. મેગેસ્થેનિસ દ્વારા રચિત ‘ઈન્ડિકા’એ મૌર્ય શાસનના સિદ્ધાંતો, શાસક અધિકારીના કર્તવ્યો, નાગરિકોની ફરજ જેવી બાબતોની વિગતો દર્શાવે છે.
3. ‘મુદ્રા રાક્ષસ’ના લેખક વિશાખા દત્ત હતા, તે મૌર્ય ઈતિહાસ જણાવે છે.

#31. મૌર્યયુગના સમયમાં સમાજને સાત વર્ગમાં વહેંચ્યાનો ઉલ્લેખ……….માં છે ?

#32. મૌર્યકાલીન ભારત વિશે નીચે પૈકી કયું(યાં) સ્ત્રોત (તો) જાણકારી આપે છે ?
1. દીપવંશ
2. મહાવંશ
3. અર્થશાસ્ત્ર
4. મુદ્રારાક્ષસ

#33. અશોકના શાસનકાળ દરમિયાન સૌથી ઉચ્ચ વહીવટી અધિકારી…….. હતાં.

#34. મૌર્યોની મંત્રીપરિષદમાં કોષાધ્યક્ષ કોણ હતો ?

#35. મૌર્ય રાજવંશ વિશે નીચે આપેલાં વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે?
1. મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય પહેલા રાજવી હતાં કે જેઓએ મોટાભાગના ભારતને એક વહીવટીતંત્ર હેઠળ એકીકૃત કર્યું.
2. કૌટીલ્યએ ચંદ્રગુપ્ત મૌર્યને મગધ ક્ષેત્રના પાટલીપુત્ર ખાતેના શકિતશાળી નંદ વંશને ઉથલાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. 3. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિન્દુસારે મધ્ય અને દક્ષિણ ભારતના પ્રદેશોમાં સામ્રાજ્યનો વિસ્તાર કર્યો.
4. છેલ્લા મૌર્ય રાજાની હત્યા તેમના સેનાપતિ (General in Chief) પુષ્યમિત્રએ કરી હતી, જેણે શૃંગ વંશ (Shunga Dynasty)ની સ્થાપના કરી હતી.

#36. ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્ર હતી?

#37. નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે.
1. એલેકઝાંડરે ઉત્તર-પશ્ચિમ ભારત ઉપર ઈ.સ. પૂર્વે 326-327 માં ચડાઈ કરી.
2. તેની લશ્કરી ચડાઈઓ વિશે લખનારા વિદ્વાનો તેની સાથે હતા.
3. મેગેસ્થેનિસનું ‘ઈન્ડિકા’ મૌર્યકાલીન ભારતનો મૂલ્યવાન ઐતિહાસિક સ્ત્રોત છે.
4. મેગેસ્થેનિસનું ‘ઈન્ડિકા’ પરવર્તી લેખકોનાં અવતરણો (અંશો)માં જ સચવાયું છે.

#38. અશોકના શિલાલેખો કઈ કઈ ભાષાઓમાં લખાયેલા છે?

#39. અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા—ભાગા કર શેનો હતો ?

#40. ‘પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માગે છે.” (“The earth long harassed by outlanders, now turned for protection and refuge”) આ વાકય કોણે કહ્યું ?

#41. નીચેનામાંથી ક્યું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે?

#42. મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ?

#43. ઈજીપ્તના રાજા ટૉલ્મી II ફીલાડેલફસ દ્વારા બિંદુસાર દરબારમાં મોકલાયેલા રાજદૂતનું નામ ……….

#44. કયા મૌર્ય રાજા જૈન સન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા

#45. મોર્ય વંશના કયા રાજા “પ્રિયદર્શી” રાજા તરીકે જાણીતાં છે ?

#46. જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ?

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top