17 October 2025 GPSC Current Affairs
Today’s GPSC Current Affairs. All news updates are explained in Gujarati for easy preparation.17 October 2025

Important current affairs 17 October 2025
આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ : 17 ઓક્ટોબર
આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ દર વર્ષે 17 ઓક્ટોબરે ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ સૌપ્રથમ વર્ષ 1993માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવવામાં આવ્યો હતો, ત્યારબાદ દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 22 ડિસેમ્બર, 1992ના રોજ આ દિવસ માટે એક ઠરાવ પસાર કર્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસશીલ દેશોમાં ગરીબી દૂર કરવાનો છે. આ દિવસ દ્વારા, ગરીબીમાં જીવતા લોકોને તેમની સાથે સક્રિય ભાગીદારી દ્વારા ગરીબીમાંથી બહાર લાવવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવે છે.
વર્લ્ડ ટ્રોમા ડે : 17 ઓક્ટોબર | 17 October 2025 GPSC Current Affairs
વર્લ્ડ ટ્રોમા ડે દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. વર્લ્ડ ટ્રોમા ડે એ માનવ જીવનની સૌથી જટિલ ક્ષણો દરમિયાન રક્ષણ અને જીવન બચાવવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઇજાને કારણે મૃત્યુની રોકવાની તૈયારી કરવા તેમજ મહત્વપૂર્ણ પગલાં અપનાવવા માટે ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, વિશ્વભરમાં મૃત્યુ અને અપંગતાનું મુખ્ય કારણ ઈજા છે.
આઘાતનો અર્થ “કોઈપણ પ્રકારની શારીરિક અથવા માનસિક ઈજા” થઈ શકે છે. આવી ઇજાઓ વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે જેમ કે માર્ગ અકસ્માત, આગ, દાઝવું, પડવું, કુદરતી અથવા માનવસર્જિત આપત્તિઓ અને હિંસક કૃત્યો અને અસશક્ત વસ્તી “મહિલાઓ, બાળકો અને વૃદ્ધો” સામેના ગુનાઓ. આ તમામ કારણો પૈકી, વિશ્વભરમાં તેનું મુખ્ય કારણ રોડ ટ્રાફિક અકસ્માતો છે. ઘણી પ્રકારની ઇજાઓ અસ્થાયી અથવા કાયમી અપંગતાનું કારણ બને છે. અમુક ગંભીર ઈજાઓ જીવલેણ પણ સાબિત થઇ શકે છે.
અનિલ કુંબલેની જન્મતિથી : 17 ઓક્ટોબર
અનિલ કુંબલેનો જન્મ 17 ઓક્ટોબર 1970ના રોજ કર્ણાટકના બેંગ્લોરમાં કૃષ્ણા સ્વામી અને સરોજાને ત્યાં થયો હતો.
તેઓ ભારતીય ક્રિકેટમાં ‘જમ્બો’ તરીકે ઓળખાતા.
જેમણે ટેસ્ટની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી. કુંબલેએ આ સિદ્ધિ 1999માં પાકિસ્તાન સામે દિલ્હી ટેસ્ટમાં કરી હતી. તેમના પહેલા, ઇંગ્લેન્ડના જિમ લેકરે 1956માં ઓસ્ટ્રેલિયા સામેની માન્ચેસ્ટર ટેસ્ટમાં આ રેકોર્ડ કર્યો હતો.
કુંબલેએ પોતાના આંતરાષ્ટ્રીય કરિયરમાં 132 ટેસ્ટમાં 29.65 ની સરેરાશથી 619 વિકેટ અને વનડેમાં 30.9 ની સરેરાશથી 337 વિકેટ લીધી છે. તે મુરલીધરનની (800) અને વોર્ન ની(708) અને જેમ્સ એન્ડરસનની (704) પછી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી છે.
International and Economic current affairs 17 October 2025
હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ-2025
વિઝા ઓન એરાઇવલ : તે એવી સુવિધા છે જેમાં તમારે કોઈ ચોક્કસ દેશની યાત્રા શરુ કરતાં પહેલાં તે દેશનો વિઝા લેવાની જરૂર પડતી નથી. દેશનો નાગરિક અન્ય દેશમાં પહોંચે ત્યારે તેને વિઝા આપવામાં આવે છે. જેનું મૂલ્યાંકન કરીને હેનલેએ યાદી જાહેર કરી છે.
ક્રમ : તેમાં પ્રથમ ક્રમાંકે સિંગાપુર છે. દક્ષિણ કોરિયા બીજા અને જાપાન ત્રીજા સ્થાને છે.
ભારત : ભારતીય પાસપોર્ટની રેન્કિંગમાં પાંચ પોઇન્ટનો ઘડાડો થયો છે. ગત વર્ષે ભારતીય પાસપોર્ટ 80મા ક્રમાંકે હતો હવે તે 85મા ક્રમાંકે આવી ગયો છે.
ભારતીય નાગરિકે વિઝા ઓન એરાઇવલ હેઠળ 57 દેશોનો પ્રવા સ કરી શકે છે.
હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ-2025ના TOP-10 દેશો
| Rank | Country | No. of visa-free access destinations |
| 1st | Singapore | 193 |
| 2nd | South Korea | 190 |
| 3rd | Japan | 189 |
| 4th | Germany | 188 |
| 4th | Italy | 188 |
| 4th | Luxembourg | 188 |
| 4th | Spain | 188 |
| 4th | Switzerland | 188 |
| 5th | Austria | 187 |
| 5th | Belgium | 187 |
| 5th | Denmark | 187 |
| 5th | Finland | 187 |
| 5th | France | 187 |
| 5th | Ireland | 187 |
| 5th | Netherlands | 187 |
| 6th | Greece | 186 |
| 6th | Hungary | 186 |
| 6th | New Zealand | 186 |
| 6th | Norway | 186 |
| 6th | Portugal | 186 |
| 6th | Sweden | 186 |
| 7th | Australia | 185 |
| 7th | Czechia | 185 |
| 7th | Malta | 185 |
| 7th | Poland | 185 |
| 8th | Croatia | 184 |
| 8th | Estonia | 184 |
| 8th | Slovakia | 184 |
| 8th | Slovenia | 184 |
| 8th | United Arab Emirates | 184 |
| 8th | United Kingdom | 184 |
| 9th | Canada | 183 |
| 10th | Latvia | 182 |
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ટાટા કોમ્યુનિકેશન્સે MoU પર હસ્તાક્ષર કર્યા
MOU : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), એ કાયદા અમલીકરણ એજન્સીઓ (LEA) અને સશસ્ત્ર દળો માટે આગામી પેઢી અને ધોરણો-સંચાલિત સુરક્ષિત સંદેશાવ્યવહાર પર સંશોધન, પાઇલોટ્સ અને ક્ષમતા નિર્માણને વેગ આપવા માટે ટાટા કોમ્યુનિકેશન્સ સાથે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા છે.
સહયોગ સ્તંભો
- RRU ખાતે સંયુક્ત ટેસ્ટબેડ: લેબ-ટુ-ફીલ્ડ ટેલિમેટ્રી અને રેડ-ટીમ માન્યતા સહિત વાસ્તવિક મિશન દૃશ્યો માટે કેમ્પસ અને ફેડરેટેડ નોડ્સ.
- ડિજિટલ સુરક્ષા ફેબ્રિક બ્લુપ્રિન્ટ: નેટવર્ક, ઓળખ, ક્રિપ્ટોગ્રાફી અને અવલોકનક્ષમતાને એકીકૃત કરતી સંદર્ભ ડિઝાઇન — SOC / XDR અને ઘટના પ્રતિભાવ માટે હૂક સાથે.
- LEA / દળો સાથે પાઇલટ જમાવટ: સુરક્ષિત સંદેશાવ્યવહાર, બોડી-કેમ ઓફલોડ, IoT ટેલિમેટ્રી, ડિજિટલ-પુરાવા ટ્રાન્સફર અને કમાન્ડ-પોસ્ટ નેટવર્કિંગ માટે નિયંત્રિત ટ્રાયલ.
- ક્ષમતા નિર્માણ: અધિકારીઓ અને ઇજનેરો માટે સંયુક્ત તાલીમ, પ્રમાણપત્રો અને કસરતો; કુશળ રાષ્ટ્રીય કેડર બનાવવા માટે કોર્સવેર અને પ્રયોગશાળાઓ.
16મા આંતરરાષ્ટ્રીય રેલવે ઉપકરણ પ્રદર્શન-2025નું ઉદ્ઘાટન | 17 October 2025 GPSC Current Affairs
ઉદ્ઘાટન : કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 16મા આંતરરાષ્ટ્રીય રેલવે ઉપકરણ પ્રદર્શન-2025નું ઉદ્ઘાટન કર્યું હતું, જે એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું બીજું સૌથી મોટું રેલવે પ્રદર્શન છે.
પ્રદર્શનની થીમ : ‘ફ્યુચર-રેડી રેલવે’
નેટવર્ક : ભારતીય રેલવે હવે માલ પરિવહનમાં વિશ્વનું બીજું સૌથી મોટું નેટવર્ક બની ગયું છે, જે યુએસને પાછળ છોડી દે છે.
National and State current affairs 17 October 2025
ભૂતપૂર્વ સૈનિકો અને આશ્રિતો માટે કલ્યાણ અનુદાનમાં 100% વધારો
વધારો : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવતી યોજનાઓ હેઠળ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં 100 ટકાનો વધારો મંજૂર કર્યો છે.
અમલ : સુધારેલા દરો આ વર્ષે 1 નવેમ્બરથી સબમિટ કરાયેલી અરજીઓ માટે અમલમાં આવશે.
કોને લાભ : આ નિર્ણય બિન-પેન્શનર ભૂતપૂર્વ સૈનિકો અને વિધવાઓ માટે સામાજિક સુરક્ષા માળખાને મજબૂત બનાવશે.
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં 61 વરિષ્ઠ નક્સલી કેડરોએ આત્મસમર્પણ કર્યું | current affairs 17 October 2025
આત્મસમર્પણ : મહારાષ્ટ્રમાં ગઢચિરોલી પોલીસ સમક્ષ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં 61 વરિષ્ઠ નક્સલી કેડરોએ આત્મસમર્પણ કર્યું.
સામૂહિક ઇનામ : આ બધા 61 નક્સલીઓ પર 6 કરોડ રૂપિયાનું સામૂહિક ઇનામ હતું.
પુનર્વસન પેકેજ : રાજ્ય સરકાર સારા રોજગાર અને પુનર્વસન પેકેજ દ્વારા આ આત્મસમર્પણ કરનારા નક્સલીઓના જીવનધોરણમાં સુધારો કરશે.
પોલીસ માટે ઈનામ : ગઢચિરોલી પોલીસ માટે 1 કરોડ રૂપિયાના ઈનામની પણ જાહેરાત કરી.
આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન માટે ગુજરાતના સહકાર વિભાગને ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ એનાયત
‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ : ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં 1.11 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ મેળવ્યો છે. જે વિશ્વમાં કોઈ દેશના પ્રધાનમંત્રીને લખાયેલા પોસ્ટકાર્ડની સૌથી મોટી સંખ્યા છે. આ પોસ્ટકાર્ડમાં GST સુધારા, મેક ઇન ઇન્ડિયા, જનધન યોજના જેવા વિવિધ વિષયો પર આભાર વ્યક્ત કરાયો હતો.
રેકોર્ડ : આ પૂર્વેનો રેકોર્ડ 6,666 પોસ્ટકાર્ડ સાથે સ્વિટ્ઝર્લેન્ડ પાસે હતો.
શરૂઆત : વર્ષ-2021માં સૌપ્રથમ સહકાર મંત્રાલયની શરૂઆત કરવામાં આવી હતી.
‘ગુજરાત@75: એજન્ડા ફોર 2035’નું અનાવરણ | current affairs 17 October 2025
અનાવરણ : વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાના સીમાચિહ્નરૂપ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે રાજ્ય માટે આવનારા દાયકામાં વિકાસની રૂપરેખા નક્કી કરવા માટે ગુજરાત સરકારે આજે ‘ગુજરાત@75: એજન્ડા ફોર 2035’ ડોક્યુમેન્ટનું અનાવરણ કર્યું હતું.
તૈયાર : આ ડોક્યુમેન્ટ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
પ્રતિબદ્ધતા : તે “સમૃદ્ધ રાજ્ય; સમર્થ નાગરિક” સૂત્રને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા સૂચવે છે.
સ્થાપના : ગુજરાત @75: 7,500 શાળાઓમાં AI-આધારિત શિક્ષણ, 75 એડવાન્સ્ડ સ્કિલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 75 લાખ નોકરીઓ ઊભી કરવાનું લક્ષ્ય.
વિકાસ : આગામી 10 વર્ષમાં ગુજરાત 750 જગ્યાઓને હરિયાળી બનાવી અર્બન લંગ્સ તરીકે વિકસાવશે. રાજ્યમાં 7,500 મિયાવાકી જંગલો બનાવાશે, 75% મ્યુનિસિપલ ગંદા પાણીનું રિસાયકલ કરવામાં આવશે અને 75 આઇકોનિક બિલ્ડિંગ્સનું નિર્માણ પણ કરાશે.
Policy, Cultural and other current affairs 17 October 2025
રેશન કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં
માન્ય નહીં : ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા (Identity Proof) કે રહેઠાણના પુરાવા (Address Proof) તરીકે માન્ય નહીં ગણાય.
રેશનકાર્ડની માન્યતા હવે માત્ર રેશનકાર્ડ મેળવવા અને રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતી જ સીમિત રહેશે.
ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ સીએમ રવિ નાઈકનું નિધન | current affairs 17 October 2025
નિધન : ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કૃષિ મંત્રી રવિ નાઈકનું 79 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
રાજકીય સફર : તેઓ પોંડા મતવિસ્તારમાંથી છ વખત અને મરકાઈમ મતવિસ્તારમાંથી એક વખત ચૂંટાયા હતા. તેઓ સૌપ્રથમ 1984માં MGP ટિકિટ પર પોંડાથી ધારાસભ્ય બન્યા હતા અને 1989માં મરકાઈમથી જીત્યા હતા. બાદમાં તેઓ 1999, 2002, 2007 અને 2017માં કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. 2022 થી, તેઓ ભાજપની ટિકિટ પર પોંડાથી ધારાસભ્ય હતા.
અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે અવસાન
ટીવી સીરિયલ “મહાભારત” માં કર્ણની યાદગાર ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે અવસાન થયું છે. અભિનેતા કેન્સર સામે લડી રહ્યા હતા.
“ચંદ્રકાન્તા” માં રાજા શિવ દત્તની ભૂમિકા.

