16 October 2025 GPSC Current Affairs
Today’s GPSC Current Affairs. All news updates are explained in Gujarati for easy preparation.16 October 2025

Important current affairs 16 October 2025
વિશ્વ ખાદ્ય દિવસ : 16 ઓક્ટોબર | 16 October 2025 GPSC Current Affairs
વિશ્વ ખાદ્ય દિવસ દર વર્ષે 16 ઓક્ટોબરે ઉજવાય છે. આજે પણ સમગ્ર દુનિયામાં કરોડો લોકોને પુરતુ ભોજન મળતુ નથી કે રાત્રે જમ્યા વગર ભૂખ્યા સુઇ જાય છે. 16 ઓક્ટોબર, 1945ના રોજ, રોમમાં “ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન” (FAO) ની સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં ભૂખ્યા લોકો વિશે સંવેદના અને જાગૃતિ ફેલાવવા તેમજ તેનો અંત લાવવા માટે વર્ષ 1980માં વિશ્વ ખાદ્ય દિવસની શરૂઆત 16 ઓક્ટોબરે કરવામાં આવી હતી.
દુનિયામાં એક બાજુ મોટા પ્રમાણમાં ભોજનનો બગાડ થાય છે અને બીજી બાજુ કરોડો લોકોને પુરતું ભોજન ન મળવાથી ભૂખ્યા સુઇ જાય છે.
વિશ્વ એનેસ્થેસિયા દિવસ : 16 ઓક્ટોબર
વિશ્વ એનેસ્થેસિયા દિવસ 16 ઓક્ટોબરે ઉજવાય છે. વિલિયમ થોમસ ગ્રીન મોર્ટર દ્વારા 16 ઑક્ટોબર 1846ના રોજ અમેરિકાની એક જનરલ હોસ્પિટલમાં ઈથર એનેસ્થેસિયાનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની યાદીમાં વિશ્વ એનેસ્થેસિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. એનેસ્થેસિયાનો ઉપયોગ મેડિકલ ઓપરેશન દરમિયાન દર્દીના શરીરના કોઇ અંગને સુન્ન કરવા કે બેહોશ કરવા માટે કરાય છે. એનેસ્થેસિયાથી દર્દીને શસ્ત્રક્રિયા દરમિયાન પીડા કે દુખાવાનો અનુભવ થતો નથી.
ગુજરાતી કવિ રાજેશ વ્યાસની જન્મતિથી : 16 ઓક્ટોબર | 16 October 2025 GPSC Current Affairs
જન્મ : 16 ઓક્ટોબર 1955
જેઓ તેમના ઉપનામ મિસ્કીનથી વધુ જાણીતા છે. “મિસ્કીન” નો અર્થ ગરીબ માણસ થાય છે.
રાજેશ વ્યાસનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે અમદાવાદની શેઠ ચિમનલાલ નગિનદાસ વિદ્યાલયમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. તેમણે મેટ્રિક શારદાગ્રામ, માંગરોળમાંથી કર્યું. 1978માં માનસશાસ્ત્ર અને 1981માં ગુજરાતી સાહિત્યમાં બી.એ. અને 1983માં એમ.એ.ની પદવીઓ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. 1985માં ગુજરાત વિદ્યાપીઠમાંથી તેમણે એમ.ફીલ.ની પદવી મેળવી. ગુજરાત યુનિવર્સિટીમાંથી ચંદ્રકાન્ત ટોપીવાળાના માર્ગદર્શન હેઠળ તેમણે પી.એચડી. કર્યું. ગુજરાતી ગઝલ તેના વિવિધ પરિપ્રેક્ષ્યમાં તેમના સંશોધનનો વિષય હતો.
તેમણે સાહિત્ય સર્જનનો પ્રારંભ 1960માં કર્યો હતો. 1973માં તેમણે કવિલોકમાં તેમની પ્રથમ કવિતા પ્રસિદ્ધ કરી હતી. ત્યારબાદ તેમણે પરબ, કુમાર, કવિલોક, નવનીત સમર્પણ, શબ્દસૃષ્ટિ અને તાદર્થ્ય જેવા અનેક સામયિકોમાં પોતાની કવિતાઓ પ્રગટ કરી હતી. તેમણે વલી ગુજરાતી ગઝલકેન્દ્રના મુખપત્ર ગઝલવિશ્વના તંત્રી તરીકે સેવાઓ આપેલ છે.
પુરસ્કાર અને સમ્માન
2005માં તેમને હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર, 2009માં શૂન્ય પાલનપુરી પુરસ્કાર અને કલાપી પુરસ્કાર, 2010માં કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. 2005માં તેમના પુસ્તક છોડીને આવ તું ને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દિલિપ મહેતા પુરસ્કાર મળ્યો હતો. તેમના પુસ્તક લલિતસહશસ્ત્રનામને સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી 2011માં અને 2012માં શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. 2014માં તેમને વલી ગુજરાતી પુરસ્કાર એનાયત થયો હતો.
International and political current affairs 16 October 2025
ભારત 2026-28 કાર્યકાળ માટે યુએન માનવ અધિકાર પરિષદમાં બિનહરીફ ચૂંટાયું
બિનહરીફ ચૂંટાયું : ભારત આગામી વર્ષથી શરૂ થનારા ત્રણ વર્ષના કાર્યકાળ (૨૦૨૬-૨૮) માટે સાતમી વખત માનવ અધિકાર પરિષદમાં બિનહરીફ ચૂંટાયું છે.
માનવ અધિકાર પરિષદ : જે 47 સભ્યો સાથે સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય સંસ્થા છે. તે વિશ્વભરમાં માનવ અધિકારોને પ્રોત્સાહન અને રક્ષણ આપે છે, સભ્ય દેશોની પરિસ્થિતિની સમીક્ષા કરે છે અને મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડે છે.
રચના : આ પરિષદની રચના 2006 માં જનરલ એસેમ્બલી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે ભારત તેના પ્રથમ કાર્યકાળ માટે ચૂંટાયું હતું.
ગાઝા શાંતિ ડીલ | current affairs 16 October 2025
યુદ્ધવિરામ : તાજેતરમાં જ હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થઈ ચૂક્યું છે, બંધકોની અદલા-બદલી કરવામાં આવી છે.
ગાઝા પીસ ડીલ : મિસ્રમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના 20 નેતાઓની ઉપસ્થિતિમાં ગાઝા પીસ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસ્તાવમાં કેદીઓની અદલા-બદલી ઉપરાંત હમાસને હથિયારમુક્ત બનવાની અપીલ છે. ગાઝામાં શાંતિ કરાર થયા બાદ પણ હજી પાંચ મુદ્દાઓ વણઉકેલ્યા છે.
હમાસે 7 ઑક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદથી બંને દેશો વચ્ચે યુદ્ધ શરુ થયું હતું.
ભારત – પ્રજાસત્તાક કોરિયા નૌકાદળ દ્વિપક્ષીય કવાયતનું ઉદ્ઘાટન આવૃત્તિ
દક્ષિણ ચીન સમુદ્ર અને ઈન્ડો-પેસિફિકમાં ચાલી રહેલા ઓપરેશનલ ડિપ્લોયમેન્ટના ભાગ રૂપે ભારતીય નૌકાદળના જહાજ સહ્યાદ્રીએ 13 ઓક્ટોબર 2025 ના રોજ દક્ષિણ કોરિયાના બુસાન નેવલ હાર્બર ખાતે પ્રથમ ભારતીય નૌકાદળ (IN) – રિપબ્લિક ઓફ કોરિયા નેવી (RoKN) દ્વિપક્ષીય કવાયતમાં ભાગ લેવા પહોંચ્યુ હતું.
ભારત-મંગોલિયાએ 10 એમઓયુ પર હસ્તાક્ષર કર્યા | current affairs 16 October 2025
સમજૂતી કરારો : નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના વચ્ચે 10 સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા.
ઉદ્દેશ્ય : આ સમજૂતી કરારો માનવતાવાદી સહાય, મોંગોલિયામાં વારસા સ્થળના પુનઃસ્થાપન, ઇમિગ્રેશન, ભૂસ્તરશાસ્ત્ર અને ખનિજ સંસાધનોમાં સહયોગ, સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન અને ડિજિટલ ઉકેલોની વહેંચણી માટે છે.
સ્મારક ટિકિટ : બંને નેતાઓએ સંયુક્ત રીતે ભારત અને મંગોલિયાના દ્વિપક્ષીય સંબંધોની 70મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક ટિકિટોનું વિમોચન કર્યું.
ભારત અમેરિકામાં તમામ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવા પુનઃ શરૂ કરશે
પુનઃ – ભારતીય પોસ્ટ 15 ઓક્ટોબરથી અમેરિકામાં તમામ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવા પુનઃ શરૂ કરશે.
માર્ગદર્શિકા : નવા ટેરિફ નિયમો અંતર્ગત યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (સીબીપી) માર્ગદર્શિકા મુજબ ભારતથી અમેરિકામાં મોકલવામાં આવતા ટપાલ શિપમેન્ટ પર કસ્ટમ ડ્યુટી જાહેર કરાયેલા કન્સાઈન્મેન્ટના ફ્લેટ 50 ટકાના દરે લાગુ થાય છે.
સેવા સ્થગિત : યુએસ વહીવટીતંત્રએ જાહેર કરેલા એક્ઝિક્યુટી ઓર્ડર 14324 બાદ 22 ઓગસ્ટે ઓફિસ મેમોરેન્ડમ દ્વારા યુએસમાં ટપાલ સેવા સ્થગિત કરાઈ હતી.
National and economic current affairs 16 October 2025
વિશાખાપટ્ટનમમાં દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ બનાવાશે
ભાગીદારી : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં દેશના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ અને નવા ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે અદાણી એન્ટરપ્રાઇઝે, તેની સંયુક્ત સાહસ કંપની અદાણી કોનનેક્સ (AdaniConneX) અને ગૂગલ વચ્ચે એક ભાગીદારી કર્યાની જાહેરાત કરી હતી.
મૂડીરોકાણ : વિશાખાપટ્ટનમમાં ગૂગલના AI હબના નિર્માણ માટે ૨૦૨૬થી ૨૦૩૦નાં પાંચ વર્ષમાં અંદાજે USD 15 બિલિયનનું બહુપક્ષી મૂડીરોકાણની ધારણા છે, જેમાં ભારતમાં સૌથી વધુ માગવાળા AI વર્કલોડને ચલાવવા માટે એક મજબૂત સબસી કેબલ નેટવર્ક અને સ્વચ્છ ઊર્જા દ્વારા સમર્થિત ગિગાવોટ-સ્કેલ ડેટા સેન્ટરની કામગીરીનો સમાવેશ થાય છે.
કેન્ટન આર. મિલર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય : કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્યના નિર્દેશક સોનાલી ઘોષ | current affairs 16 October 2025
પ્રથમ ભારતીય : કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્યના નિર્દેશક સોનાલી ઘોષ ટકાઉ સંરક્ષિત વિસ્તાર વ્યવસ્થાપનમાં નવીનતા માટે પ્રતિષ્ઠિત કેન્ટન આર. મિલર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે.
સમારોહ : આ સન્માન 10 ઓક્ટોબર, 2025 ના રોજ અબુ ધાબીમાં આયોજિત એક સમારોહમાં, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) ના ભાગ, વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ (WCPA) દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું.
કેન્ટન આર. મિલર એવોર્ડ
કેન્ટન આર. મિલર એવોર્ડ રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવન અનામત અને જૈવવિવિધતા હોટસ્પોટ જેવા સંરક્ષિત વિસ્તારોના સંચાલનમાં અસાધારણ નેતૃત્વ અને નવીનતા માટે આપવામાં આવે છે.
તેનું સંચાલન WCPA દ્વારા કરવામાં આવે છે, જે IUCN ના છ ટેકનિકલ કમિશનમાંથી એક છે.
નાણામંત્રી નિર્મલા સીતારામન IIT ધારવાડ ખાતે ધરતી બાયોનેસ્ટ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે
ઉદ્ઘાટન : નાણામંત્રી નિર્મલા સીતારામન સાંજે IIT ધારવાડ ખાતે ધારતી બાયોનેસ્ટ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.
આ ઇન્ક્યુબેશન સેન્ટર બાયોટેકનોલોજી, ડીપ ટેક અને હેલ્થકેરના ક્ષેત્રોમાં સ્ટાર્ટ-અપ્સ અને અન્ય ઉદ્યોગસાહસિકોને ટેકો આપશે.
ઇન્ક્યુબેશન સેન્ટરે અત્યાર સુધીમાં 15 સ્ટાર્ટ-અપ્સને ટેકો આપ્યો છે.
Schemes & other current affairs 16 October 2025
‘રેડી, રિલેવન્ટ એન્ડ રિસર્જન્ટ II’ પુસ્તકનું વિમોચન
વિમોચન : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં “રેડી, રિલેવન્ટ એન્ડ રિસર્જન્ટ II: શેપિંગ અ ફ્યુચર રેડી ફોર્સ” નામનું પુસ્તક વિમોચન કર્યું.
લેખક : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ દ્વારા લખાયેલ છે.
સમાવેશ : આ પુસ્તક યુદ્ધના બદલાતા સ્વભાવનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ પૂરું પાડે છે, સાથે સાથે સાયબરસ્પેસ, અવકાશ-સક્ષમ કામગીરી, જ્ઞાનાત્મક યુદ્ધ અને સશસ્ત્ર દળો માટે તેમની વધતી જતી સુસંગતતા જેવા ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
શ્રમ મંત્રીએ EPF મુકદ્દમાનો અંત લાવવા માટે “વિશ્વાસ” યોજનાનું અનાવરણ કર્યું | current affairs 16 October 2025
અનાવરણ : શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ હેઠળ લાંબા સમયથી ચાલતા મુકદ્દમાઓને રોકવા માટે વિશ્વાસ યોજના શરૂ કરી છે.
હેતુ : વિશ્વાસ યોજના EPF બાકી રકમના વિલંબિત ચુકવણી માટે લાદવામાં આવતા દંડને તર્કસંગત બનાવીને મુકદ્દમા ઘટાડવા માટે રચાયેલ છે.
વિવાદો અને કોર્ટ કેસોમાં પરિણમતા ભારે દંડને બદલે, આ યોજના એક સરળ, સમાન દંડ દર પ્રદાન કરે છે અને ચોક્કસ શ્રેણીઓ હેઠળ ચાલુ, પેન્ડિંગ અને ભવિષ્યના કેસોને આવરી લે છે.

