Current Affairs Gujarati 30 September 2025 | Best for GPSC
Current Affairs Gujarati 30 September 2025 | Best for GPSCToday’s for UPSC,GPSC and other competitive exams. All news updates are explained in Gujarati for easy preparation.Current Affairs Gujarati 30 September 2025

મહત્વપૂર્ણ દિવસો કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 30 September 2025
આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ : 30 સપ્ટેમ્બર | Today’s current affairs for GPSC
આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ દર વર્ષે 30 સપ્ટેમ્બરે ઉજવાય છે. સેન્ટ જેરોમના પર્વ દિવસે ઉજવવામાં આવે છે. સેન્ટ જેરોમે બાઇબલનો અનુવાદ કર્યો હતો અને આથી તેમને ‘અનુવાદકોના આશ્રયદાતા સંત’ માનવામાં આવે છે. ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રાન્સલેટર્સ દ્વારા વર્ષ 1953થી આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની શરૂઆત થઇ હતી. વર્ષ 1991માં ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રાન્સલેટર્સ એ વિશ્વભરના અનુવાદ સમુદાયની એકતાને પ્રોત્સાહન આપવા માટે, સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસનો વિચાર શરૂ કર્યો. આ દિવસ વિવિધ દેશોમાં અનુવાદ કાર્યના મહત્વને દર્શાવવા માટે ઉજવવામાં આવે છે.
મહાસારથી વપલ પંગુન્ની મેનનની જન્મતિથી : 30 સપ્ટેમ્બર | Today’s current affairs for GPSC
જન્મ : 30 સપ્ટેમ્બર, 1893
મૃત્યુ : 31 ડિસેમ્બર, 1965
સરદાર પટેલે રજવાડાના એકીકરણના મહાકઠીન કામમાં વપલ પંગુન્ની મેનનને સચિવ તરીકે પસંદ કર્યા હતા. ભારતનું નામ ઇંડિયા વી.પી.મેનનને કારણે છે.
તેમનો જન્મ કેરળના મલબાર ક્ષેત્રમાં થયો હતો. તેમના પિતા એક વિદ્યાલયના આચાર્ય હતા. શૈક્ષણિક ખર્ચનો બોજ પરિવારજનો પર ન પડે તે માટે નાનપણમાં ઘર છોડીને ભાગી ગયા હતા. સર્વપ્રથમ કામ રેલવે એન્જિનમાં કોલસા ઠલવવાનું કર્યું. ત્યાર પછી બેંગલોરમાં તમાકુ કંપનીના અકાઉન્ટન્ટ બન્યા. તે પછી બ્રિટિશ ઇંડિયા સરકારમાં ક્લર્ક તરીકે જોડાયા. બાદમાં સખત અભ્યાસ કરીને આઇસીએસની પરીક્ષા પાસ કરી.
નોકરીના અંતિમ વર્ષોમાં તેઓ બ્રિટિશ ઇંડિયાના ત્રણ વાઇસરોયના કર્મચારી રહ્યા. લિનલિથગો, વાવેલ અને માઉન્ટબેટન.
1951માં તેમને ઓડિશાના રાજ્યપાલ બનાવાયેલા.
ભારતનો નકશો અત્યારે જેવો દેખાય છે તેવો બનાવવામાં મેનનની ભૂમિકા બહુ મોટી છે.
2020માં તેમની પૌત્રી નારાયણી બસુએ તેમના પર એક જીવનચરિત્ર લખી, જેનું નામ, વી.પી. મેનનઃ ધ અનસંગ આર્કિટેક્ટ ઓફ મોર્ડન ઈન્ડિયા છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 30 September 2025
તમિલનાડુના પાલ્ક ખાડીમાં ભારતના પ્રથમ ડુગોંગ સંરક્ષણ અનામતને IUCN માન્યતા મળી | UPSC current affairs in gujarati
ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) એ તમિલનાડુના પાલ્ક ખાડીમાં સ્થિત ભારતના પ્રથમ ડુગોંગ કન્ઝર્વેશન રિઝર્વને માન્યતા આપી છે. આ માન્યતા ઓમકાર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી અને અબુ ધાબીમાં IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2025 માં આપવામાં આવી હતી.
૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ હેઠળ તમિલનાડુ સરકાર દ્વારા સ્થાપિત, ડુગોંગ સંરક્ષણ અનામત ઉત્તરી પાલ્ક ખાડીમાં ૪૪૮.૩૪ ચોરસ કિમી વિસ્તારને આવરી લે છે.
આ વિસ્તારમાં ૧૨,૨૫૦ હેક્ટરથી વધુ દરિયાઈ ઘાસના મેદાનો છે, જે ડુગોંગ માટે મહત્વપૂર્ણ ચરાણ ક્ષેત્ર છે, જે IUCN રેડ લિસ્ટમાં લુપ્ત થવાની સંભાવના ધરાવતી પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ છે.
ડુગોંગ (સમુદ્ર ગાય)
- મુખ્ય લાક્ષણિકતા: દરિયાઈ ઘાસ પર નિર્ભર એકમાત્ર દરિયાઈ શાકાહારી સસ્તન પ્રાણી.
- વિતરણ: ભારતમાં, પાલ્ક ખાડી (સૌથી મોટી) ઉપરાંત, તે મન્નારના અખાત, કચ્છના અખાત વગેરેમાં પણ જોવા મળે છે.
- વસ્તી: (અંદાજિત 200 ની આસપાસ)
- જોખમો: રહેઠાણનો વિનાશ, શિકાર અને આકસ્મિક કેદ.
- IUCN રેડ લિસ્ટ સ્થિતિ: સંવેદનશીલ
- વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ ની અનુસૂચિ I માં સૂચિબદ્ધ.
- ડુગોંગ્સનું વજન ૩૦૦ કિલોથી વધુ અને લંબાઈ ૩.૦ થી ૩.૫ મીટર સુધી વધી શકે છે.
હિમાચલ પ્રદેશમાં આવેલા કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરાયું | UPSC current affairs in gujarati
હિમાચલ પ્રદેશમાં આવેલા કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરાયું છે. ચીનના હાંગઝોઉમાં વર્લ્ડ બાયોસ્ફિયર રિઝર્વ કોંગ્રેસમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ સ્થળ હવે વૈશ્વિક નેટવર્કમાં સામેલ ભારતનું 13મું સ્થળ બની ગયું છે. જેમાં પિન વેલી નેશનલ પાર્ક અને કિબ્બર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી જેવા સંરક્ષિત વિસ્તારોનો સમાવેશ થાય છે.
યુનેસ્કોએ 21 દેશોમાં 26 નવા બાયોસ્ફિયર રિઝર્વને નિયુક્ત કર્યા છે, વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં હવે 142 દેશોમાં 785 સાઇટ્સનો સમાવેશ થાય છે.
કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વમાં 732 પ્રજાતિઓના વેસ્ક્યુલર છોડ છે, જેમાં 30 સ્થાનિક અને 157 ભારતીય હિમાલયના નજીકના સ્થાનિક છોડનો સમાવેશ થાય છે.
આ અનામતની ઊંચાઈ 3,300 થી 6,600 મીટર સુધીની છે, જે પિન વેલી રાષ્ટ્રીય ઉદ્યાન અને કિબ્બર અને ચંદ્રતાલ વન્યજીવન અભયારણ્યને આવરી લે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમિલનાડુ સરકાર પાસેથી નાસભાગ અંગે રિપોર્ટ માંગ્યો
તમિલનાડુના કરુરમાં પ્રખ્યાત અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ના પ્રમુખ વિજય દ્વારા હાજરી આપેલી રેલીમાં ભાગદોડ મચી હતી. આશરે 39 લોકો મૃત્યુ પામ્યા હતાં અને 100 જેટલા ઘાયલ થયા હતાં.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમિલનાડુ સરકાર પાસેથી નાસભાગ અંગે રિપોર્ટ માંગ્યો છે.
ઘટનાની તપાસ માટે નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશ અરુણા જગદીશનના અધ્યક્ષતામાં એક તપાસ પંચની રચના કરવામાં આવશે.
રાજ્ય સરકારે કરુર ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારો માટે ₹10 લાખનું વળતર જાહેર કર્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
અભિનેતા વિજયે જાહેરાત કરી કે તેઓ આ નાસભાગમાં ભોગ બનનારા મૃતકોના પરિવારજનોને રૂ. 20 લાખની આર્થિક સહાય આપશે.
વડા પ્રધાન મોદી દ્વારા સ્વદેશી BSNL 4G નેટવર્ક લોન્ચ | UPSC current affairs in gujarati
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ BSNL 4G નેટવર્ક લોન્ચ કર્યું છે. તેમણે દેશભરની 98,000 સાઇટ પરથી 4G નેટવર્ક શરૂ કર્યું. આ લોન્ચના અવસર પર તેમણે 100 ટકા 4G સેચ્યુરેશન નેટવર્કની પણ શરૂઆત કરી. આ યોજના હેઠળ અંદાજે 29,000થી 30,000 ગામોને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સાથે જોડવામાં આવશે. આ પહેલનો હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને ઝડપી ઈન્ટરનેટ સુવિધા સાથે સરકારી યોજનાઓ, આરોગ્ય સેવાઓ, ઓનલાઇન શિક્ષણ અને રોજગારના નવા અવસરો સુધી સરળ પહોંચી ઉપલબ્ધ કરાવવાનો છે. આ નેટવર્કને સંપૂર્ણ રીતે ભારતની ટેક્નોલોજી પર બનાવવામાં આવ્યું છે.
કંપનીએ પોતાના 4G નેટવર્કને એ રીતે ડિઝાઇન કર્યું છે કે તેને સહેલાઈથી 5Gમાં અપગ્રેડ કરી શકાય. BSNLની આ સિદ્ધિ બાદ ભારત વિશ્વનું 5મો દેશ બની ગયું છે, જેણે પોતાની ક્ષમતાથી 4G નેટવર્ક માટે જરૂરી સોફ્ટવેર અને હાર્ડવેર તૈયાર કર્યું છે. આ યાદીમાં સ્વીડન, ડેન્માર્ક, ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશો પહેલેથી સામેલ હતા.
વેટરિનરી વેક્સિન ઈન્ડિયા મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (VVIMA)ની રચનાની જાહેરાત | UPSC current affairs in gujarati
દેશના અગ્રણી વેટરિનરી વેક્સિન ઉત્પાદકો ભેગા થઈને વેટરિનરી વેક્સિન ઈન્ડિયા મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (VVIMA)ની રચનાની જાહેરાત કરી છે. આ એક બિન-સરકારી અને બિન-લાભકારી સંસ્થા હશે.
VVIMAનું ધ્યેય સરકાર, નીતિનિર્માતાઓ અને સ્ટેકહોલ્ડર્સ સાથે સહયોગ કરીને પશુ રસીઓના ક્ષેત્રમાં નવીનતા, ગુણવત્તા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવાનું છે. સંગઠનનો પ્રયાસ રહેશે કે ભારત પશુચિકિત્સા રસીઓના સંશોધન અને ઉત્પાદન માટે વૈશ્વિક હબ તરીકે ઊભરશે.
સરકાર હાલમાં વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય રસીકરણ કાર્યક્રમો હેઠળ ફૂટ એન્ડ માઉથ ડિસીઝ, બ્રુસેલોસિસ, લમ્પી સ્કિન ડિસીઝ, પીપીઆર અને સ્વાઇન ફીવર જેવી બીમારીઓ સામેની રસીઓ સ્થાનિક સ્તરે ખરીદી અને વિતરણ કરે છે.
ગુજરાત કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 30 September 2025
ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી | GPSC current affairs
ગુજરાતને તેની પહેલી અમૃત ભારત એક્સ્પ્રેસ ટ્રેન મળી રહી છે. જે સુરતના ઉધનાથી ઓડિશાના બહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. 27 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનને લીલી ઝંડી આપી છે. આ ટ્રેનમાં CCTV, ચાર્જિંગ પોઇન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે. આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય એ તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
અમૃત ભારત ટ્રેનનો પ્રારંભ સૌ પ્રથમ અયોધ્યાથી ગોરખપુર વચ્ચે થયો હતો.
બ્રહ્મપુર-ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ પાંચ રાજ્યોને જોડશે. આ ટ્રેન ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતના મહત્ત્વના જિલ્લાઓને જોડશે.
11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું | GPSC current affairs
11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું ઉદઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આયોજીત આ 14 દિવસીય ઇવેન્ટમાં સ્વિમિંગ, ડાઇવિંગ, વોટર પોલો અને કલાત્મક સ્વિમિંગ સ્પર્ધોનો સમાવેશ થશે.
રમતગમત કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 30 September 2025
ભારતે બાંગ્લાદેશને 4-1થી હરાવીને સાતમી વખત SAFF-U-17 ફૂટબોલ સ્પર્ધા જીતી | GPSC current affairs
ભારતે કોલંબોમાં રમાયેલી પેનલ્ટી શૂટઆઉટ મેચમાં બાંગ્લાદેશને 4-1થી હરાવીને સાતમી વખત SAFF-U-17 ફૂટબોલ સ્પર્ધા જીતી લીધી છે. દલ્લામુઓન ગંગટે અને અઝલાન શાહના ગોલથી ભારત શરૂઆતમાં 2-1થી આગળ હતું ત્યારબાદ રમત 2-2થી બરાબર થઈ અને અંતે શૂટઆઉટમાં ભારતનો વિજય થયો.
એશિયા કપ ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું
ભારતે એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને નવમી વખત ટ્રોફી જીતી હતી. 28,000 બેઠક ધરાવતા દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ ફાઈનલમાં ભારતે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 147 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.
આ ટૂર્નામેન્ટમાં ભારત સામે પાકિસ્તાનનો આ સતત ત્રીજો પરાજય છે.
તિલક વર્માને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તિલક વર્માએ 53 બોલમાં અણનમ 69 રન બનાવ્યા હતા.
વિજેતા ટીમને ₹21 કરોડની ઇનામી રકમ મળી છે.
મિથુન મનહાસ BCCI ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા | GPSC current affairs
મિથુન મનહાસ BCCI ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. જ્યારે રાજીવ શુક્લાને ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી મળી છે. દેવજીત સૈકિયાને બીસીસીઆઈના સેક્રેટરી બનાવાયા છે. પ્રભતેજ સિંહ ભાટિયાને સંયુક્ત સચિવ તરીકે ચૂંટવામાં આવ્યા છે. બીસીસીઆઈના ખજાનચી તરીકેની જવાબદારી એ. રઘુરામ ભટને મળી છે. જયદેવ નિરંજન શાહને એપેક્સ કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે. અરુણ સિંહ ધુમલ અને એમ. ખૈરુલ જમાલ મજરૂમદારને ગવર્નિંગ કાઉન્સિલમાં સભ્ય તરીકે સ્થાન અપાયું છે.
મિથુન મનહાસે 157 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી અને 9714 રન બનાવ્યા, જેમાં 27 સદી અને ઘણી મહત્ત્વપૂર્ણ ઈનિંગ્સનો સમાવેશ થાય છે. તેમણે લિસ્ટ એ ક્રિકેટમાં પણ 4126 રન બનાવ્યા હતા.
👉 If you want to practice Praajasv Foundation‘s today’s Current Affairs MCQs in Gujarati 30 September 2025 with MCQs, then click here
👉 If you want to read Praajasv Foundation’s Current Affairs Gujarati 29 September 2025, then click here
આવા જ દરરોજના કરંટ અફર્સ વાંચવા માટે અહીં , અહી ક્લિક કરો
ઓગસ્ટ મહિનાના તમામ મહત્વપૂર્ણ કરંટ અફર્સ એક જ જગ્યાએ વાંચવા માટે, અહી ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]