Current Affairs Gujarati 10 September 2025
| Best for UPSC/GPSC
Current Affairs Gujarati 10 September 2025
| Best for UPSC/GPSC
Today’s
for UPSC,GPSC and other competitive exams. All news updates are explained in Gujarati for easy preparation.Current Affairs Gujarati 10 September 2025

મહત્વપૂર્ણ કરંટ અફેર્સ | Current Affairs Gujarati 10 September 2025
વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ : 10 સપ્ટેમ્બર | Gujarati current affairs
વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થા દ્વારા 2003 થી દર વર્ષે 10 સપ્ટેમ્બરના દિવસે વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે મનાવી આત્મહત્યા રોકવા મનોમંથન કરવામાં આવે છે.
વૈશ્વિક સ્તરે 15 થી 24 વર્ષના યુવાનોમાં મૃત્યુના કારણોમાં આપઘાત પ્રથમ ક્રમાંકે છે.
ભારતમાં છેલ્લા ત્રીસ વર્ષમાં આપઘાતના પ્રમાણમાં આશરે 30% જેટલો વધારો નોંધાયો છે.
મહારાજા જામ રણજીની જન્મજયંતી : 10 સપ્ટેમ્બર | Gujarati current affairs
જામનગરના મહારાજા રણજીતસિંહજી જાડેજા 17મા જામસાહેબ અને ક્રિકેટની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય છે.
જામ રણજીતસિંહજીનો જન્મ 10 સપ્ટેમ્બર 1872ના રોજ જામનગર જિલ્લાનાજામજોધપુરમાં આવેલા સડોદર ગામે દરબારગઢમાં થયો હતો. તેમણે 11મી માર્ચ 1907ના રોજ જામનગરની રાજગાદી સંભાળી અને 26 વર્ષ સુધી રાજ કર્યું હતું. જામ રણજીતસિંહનો અભ્યાસ રાજકોટની રાજકુમાર કોલેજ અને ત્યારબાદ ઇંગ્લેન્ડના કેમ્બ્રિજ ટ્રિનીટી કોલેજમાં થયો હતો. તેઓ પશ્ચિમ કેળવણી મેળવનાર પ્રથમ રાજવી હતા. તેઓ ભારતીય રાજાઓના ચેમ્બર ઓફ પ્રિન્સના ચાન્સેલર બન્યા હતા અને લીગ ઓફ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1930માં યોજાયેલી ગોળમેજી પરિષદમાં પણ તેમણે ભાગ લીધો હતો.
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં તેમણે 307 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 72 સદી અને 109 અડધી સદી સાથે 24692 રન બનાવ્યા. તેમના મૃત્યુ બાદ તેમના સન્માનમાં, BCCIએ 1934માં ભારતના વિવિધ શહેરો અને પ્રદેશો વચ્ચે રમાતી ક્રિકેટ શ્રેણીને ‘રણજી ટ્રોફી’ નામ આપ્યું હતું.
જામ રણજીતસિંહે તેમના શાસનકાળમાં મહેસુલી પદ્ધતિ સુધારી, દિવાનની જગ્યાએ સેક્રેટરીએટ પદ્ધતિ દાખલ કરી, બેડીબંદરનું આધુનિકરણ, જામનગરથી દ્વારકા સુધીની રેલ્વે લાઇનમાં વધારો, હાલની જી.જી.હોસ્પિટલનું બાંધકામ, નગરના રસ્તાઓ, સુમેર સ્પોર્ટસ કલબ, રણજીત સાગર ડેમ વિગેરે વિકાસ કામો તેઓના શાસનકાળમાં થયા હતા.
તેમનું અવસાન 2 એપ્રિલ, 1933 ના રોજ થયું હતું.
આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ | Current Affairs Gujarati 10 September 2025
ચીન દ્વારા ડાયરેક્ટ-ટૂ-ફોન સેટેલાઇટ સર્વિસ લોન્ચ કરવામાં આવી | UPSC current affairs in gujarati
ચીન દ્વારા હાલમાં જ તેમના દેશની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ યુનિકોમને ડાયરેક્ટ-ટૂ-ફોન સેટેલાઇટ સર્વિસ માટે લાયસન્સ આપી દેવામાં આવ્યું છે. ચીનની મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા આ ખૂબ જ મહત્વનો ચુકાદો અને લાયસન્સ આપવામાં આવ્યું છે.
કેવી રીતે કામ કરશે આ સર્વિસ?
- લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટ્સ: ચીનની કંપની યુનિકોમ દ્વારા ચાર લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટ્સને લોન્ચ કરવામાં આવી છે. એમાં એડવાન્સ નેરોબેન્ડ ટેક્નોલોજી છે જે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ માટે મદદરૂપ બની રહેશે. ડાયરેક્ટ-ટૂ-ફોન સર્વિસની કરોડરજ્જૂ આ સેટેલાઇટ છે.
- સિગ્નલ ટ્રાન્સમિશન: યુઝરનો મોબાઇલ જ્યારે રેગ્યુલર નેટવર્ક કનેક્શનની બહાર હશે. ઉદાહરણ તરીકે દરિયામાં, રીમોટ ગામમાં અથવા પર્વતિયાળ વિસ્તારમાં, ત્યારે યુઝરનો મોબાઇલ ઓટોમેટિક સેટેલાઇટ્સ સાથે કનેક્ટ થઈ જશે.
કઈ ડિવાઇસમાં કામ કરશે?
- આ માટે કોઈ અલગ સ્માર્ટફોનની જરૂર નહીં પડે. હાલમાં ઘણાં એવા સ્માર્ટફોન છે જેમાં સેટેલાઇટ-કનેક્ટિવિટી ચીપસેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે અન્ય ડિવાઇસ લેવાની જરૂર નહીં પડે.
નેપાળના PM કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું | UPSC current affairs in gujarati
નેપાળમાં જેન-Z પ્રદર્શનકારીઓના વિરોધ પ્રદર્શનથી બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે વડા પ્રધાનનું નિવાસસ્થાન પણ છોડ્યું છે.
આ પહેલાં પ્રદર્શનકારીઓએ વડા પ્રધાન કેપી શર્મા ઓલીના ખાનગી નિવાસ ઉપરાંત અનેક નેતાઓ અને ભૂતપૂર્વ વડા પ્રધાનોનાં ખાનગી ઘરોમાં તોડફોડ કરી.
હોંગકોંગ ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટ શરૂ થશે | UPSC current affairs in gujarati
હોંગકોંગ ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટ શરૂ થશે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ આ ટુર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ કરશે. પુરુષોના સિંગલ્સ વિભાગમાં, લક્ષ્ય સેન તેની સાથે દેશના એચ.એસ પ્રણય અને આયુષ શેટ્ટી પણ પુરુષોના સિંગલ્સ રમશે. પુરુષોના ડબલ્સમાં ભારતના પડકારનું નેતૃત્વ સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી કરશે. ભારતના હરિહરન અમસા કરુનન અને રૂબન કુમાર રેથિના સબાપતિ પણ BWF સુપર 500 ટુર્નામેન્ટમાં પુરુષોના ડબલ્સમાં ભાગ લેશે. ધ્રુવ કપિલા-તનિષા ક્રાસ્ટો અને રોહન કપૂર-રુત્વિકા ગડ્ડે મિક્સ ડબલ્સ વિભાગમાં એક્શનમાં હશે.
રક્ષણ અને સુરક્ષા કરંટ અફેર્સ | Current Affairs Gujarati 10 September 2025
બહુપક્ષીય સંયુક્ત લશ્કરી કવાયત ZAPAD ૨૦૨૫ | UPSC current affairs in gujarati
૧૦ થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાનારી બહુપક્ષીય સંયુક્ત લશ્કરી કવાયત ZAPAD ૨૦૨૫ માં ભાગ લેવા માટે ૬૫ જવાનો ધરાવતી ભારતીય સશસ્ત્ર દળની ટુકડી રશિયાના નિઝની સ્થિત મુલિનો તાલીમ ગ્રાઉન્ડ માટે રવાના થઈ.
આ ટુકડીમાં ભારતીય સેનાના ૫૭ જવાનો, ભારતીય વાયુસેનાના ૭ જવાનો અને ભારતીય નૌકાદળના ૧ જવાનનો સમાવેશ થાય છે. ભારતીય સેનાની ટુકડીનું નેતૃત્વ કુમાઉ રેજિમેન્ટની બટાલિયન અને અન્ય શસ્ત્રો અને સેવાઓના જવાનો કરી રહ્યા છે.
બહુપક્ષીય કવાયત ZAPAD 2025 નો ઉદ્દેશ્ય લશ્કરી સહયોગ વધારવા, આંતર-કાર્યક્ષમતામાં સુધારો કરવા અને પરંપરાગત યુદ્ધ અને આતંકવાદ વિરોધી કામગીરીના ક્ષેત્રોમાં યુક્તિઓ, તકનીકો અને પ્રક્રિયાઓનું આદાનપ્રદાન કરવા માટે ભાગ લેતી સેનાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
ગુજરાત-કેડરના IPS અધિકારી મનોજ શશિધર CBIના સ્પેશિયલ ડાયરેક્ટર બન્યા | UPSC current affairs in gujarati
ગુજરાત કેડરના IPS અધિકારી મનોજ શશિધરની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. આ પહેલા તેઓ CBIમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે.
તેઓ 1994ની બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે. ગુજરાતમાં તેઓ વિવિધ મહત્ત્વના હોદ્દે ફરજ નિભાવી ચૂક્યા છે, જેમાં વડોદરાના પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અને અમદાવાદના જોઇન્ટ કમિશનર વગેરે સામેલ છે.
નવી દિલ્હીમાં તેમણે હવે CBIમાં બીજા ક્રમના ઉચ્ચ અધિકારી તરીકે જવાબદારી સંભાળી છે, જેનો કાર્યકાળ નવેમ્બર 2030માં નિવૃત્તિ અથવા આગામી આદેશ સુધી રહેશે. CBIમાં જોઈન્ટ ડિરેક્ટર પછી 2023માં એડિશનલ ડિરેક્ટર પદે નિમણૂક મળી હતી અને હવે 2025માં CBIના સ્પેશિયલ ડિરેક્ટર પદે નિમણૂક થઈ છે.
રાષ્ટ્રીય કરંટ અફેર્સ | Current Affairs Gujarati 10 September 2025
શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દુબઈમાં યુનિવર્સલ પોસ્ટલ કોંગ્રેસમાં ઐતિહાસિક UPI-UPU ઇન્ટિગ્રેશનનો પ્રારંભ કરાવ્યો | GPSC current affairs
કેન્દ્રીય પૂર્વોત્તર ક્ષેત્રના સંદેશાવ્યવહાર અને વિકાસ મંત્રી, શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ દુબઈમાં 28મી યુનિવર્સલ પોસ્ટલ કોંગ્રેસમાં UPI-UPU ઇન્ટિગ્રેશન પ્રોજેક્ટનું અનાવરણ કર્યું.
પોસ્ટ વિભાગ (DoP), NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) અને યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU) દ્વારા વિકસાવવામાં આવેલી આ પહેલ, ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ને UPU ઇન્ટરકનેક્શન પ્લેટફોર્મ (IP) સાથે એકીકૃત કરે છે, જે પોસ્ટલ નેટવર્કની પહોંચને UPI ની ગતિ અને પોષણક્ષમતા સાથે જોડે છે.
શ્રી સિંધિયાએ આ ચક્ર દરમિયાન ટેકનોલોજીને નવીનતામાં ફેરવવા માટે 10 મિલિયન ડોલરની નાણાકીય સહાયની જાહેરાત કરી, જેમાં ખાસ કરીને ઈ-કોમર્સ અને ડિજિટલ ચુકવણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સીપી રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા | GPSC current affairs
સીપી રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમને ૪૫૨ મત મળ્યા છે. આ સાથે, સીપી રાધાકૃષ્ણન ભારતના ૧૫મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. ૬૭ વર્ષીય રાધાકૃષ્ણન, જે હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે, હવે ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળશે. તેમણે વિપક્ષી ઇન્ડિયા બ્લોકના બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા છે. માહિતી અનુસાર, તેમને કુલ 452 મત મળ્યા છે.
સીપી રાધાકૃષ્ણનનો જન્મ તમિલનાડુના તિરુપુર જિલ્લામાં થયો હતો. તેમની રાજકીય સફર 1998 માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ કોઈમ્બતુરથી લોકસભા માટે ચૂંટાયા હતા.
અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન 1998 અને 1999ની સામાન્ય ચૂંટણીઓમાં તેઓ સતત બે વાર સાંસદ બન્યા.
તેઓ 2014 અને 2019 ની લોકસભા ચૂંટણીમાં કોઈમ્બતુરથી ભાજપના ઉમેદવાર હતા, જ્યાં 2014 માં તેઓ 3.89 લાખથી વધુ મતો મેળવીને બીજા ક્રમે રહ્યા હતા. 2016-2020 સુધી, તેઓ કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય હેઠળ કોઈર બોર્ડના અધ્યક્ષ હતા.
વર્ષ 2023 માં, કેન્દ્ર સરકારે તેમને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા, જ્યાં તેમણે આદિવાસી સમુદાયોના સશક્તિકરણ પર ભાર મૂક્યો. ફેબ્રુઆરી 2024 માં, તેઓ મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ બન્યા.
પ્રધાનમંત્રી ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન’ અને 8મા પોષણ માહનો શુભારંભ કરશે | GPSC current affairs
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ 17 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન’ શરૂ કરવામાં આવશે.
આ દિવસથી આઠમો રાષ્ટ્રીય પોષણ મહિનો પણ શરૂ થઈ રહ્યો છે, જે 16 ઓક્ટોબર 2025 સુધી ચાલશે.
“‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન’ 17 સપ્ટેમ્બર 2025ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના હસ્તે શરૂ થવા જઈ રહ્યું છે.
નેશનલ કો-ઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL) અને એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) એ MoU પર હસ્તાક્ષર કર્યા | GPSC current affairs
નેશનલ કો-ઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL) અને એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) એ ભારતના સહકારી-આગેવાની હેઠળના કૃષિ નિકાસને વધારવાના ઉદ્દેશ્યથી વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી કરાર સહકાર મંત્રાલયના સચિવ ડૉ. આશિષ કુમાર ભુતાનીની હાજરીમાં કરવામાં આવ્યો હતો અને તે સહકાર મંત્રાલય અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની શક્તિઓને સમન્વયિત કરવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. APEDA ના ચેરમેન શ્રી અભિષેક દેવ અને NCEL ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉનુપોમ કૌસિકે તેમની સંસ્થાઓ વતી MoU પર હસ્તાક્ષર કર્યા.
NCEL અને APEDA સંયુક્ત રીતે ક્ષમતા નિર્માણ અને તાલીમ, નિકાસ માટે ગુણવત્તા પાલન, માળખાગત સુવિધા સહાય અને પુનરુત્થાન, આંતરરાષ્ટ્રીય વેપાર મેળાઓમાં ભાગીદારી, આંતરરાષ્ટ્રીય બ્રાન્ડિંગ અને બજાર સ્થિતિ, બજાર ગુપ્ત માહિતી અને ડેટા વિશ્લેષણ અને કોમોડિટી-વિશિષ્ટ નિકાસ વ્યૂહરચના રચના પર ધ્યાન કેન્દ્રિત કરશે.
‘સ્વચ્છોત્સવ’ – MoHUA અને DDWS દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનું પખવાડિયું શરૂ કરવામાં આવશે | GPSC current affairs
ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) અને જળ શક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ (DDWS) એ માનનીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી અને માનનીય જળ શક્તિ મંત્રીના સહ-અધ્યક્ષતામાં સંયુક્ત રીતે એક તૈયારી બેઠક બોલાવી હતી. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના શહેરી અને ગ્રામીણ સ્વચ્છતા પ્રભારી મંત્રીઓ, વરિષ્ઠ રાજ્ય અધિકારીઓ સાથે, SHS 2025 માટે આયોજન અને તૈયારી વ્યવસ્થાઓની ચર્ચા કરવા માટે ભાગ લીધો હતો.
આ બેઠકમાં આગામી સ્વચ્છતા હી સેવા (SHS) 2025 અભિયાન માટે આયોજન અને વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી, જે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી “સ્વચ્છોત્સવ” થીમ સાથે ભારતીય તહેવારોની મોસમના શિખર સમયગાળાને અનુરૂપ ચાલશે . સંસ્કૃતિ , ઉત્સવના ઉત્સાહ અને સમુદાયની ભાગીદારીના આ સંગમનો લાભ લેવા માટે, SHS- 2025 સ્વચ્છ અને લીલા ઉત્સવોની ઉજવણીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
👉 If you want to practice today’s Current Affairs Gujarati 10 September 2025 with MCQs, then click here
👉 If you want to read Current Affairs Gujarati 09 September 2025, then click here
આવા જ દરરોજના કરંટ અફર્સ વાંચવા માટે અહીં , અહી ક્લિક કરો
ઓગસ્ટ મહિનાના તમામ મહત્વપૂર્ણ કરંટ અફર્સ એક જ જગ્યાએ વાંચવા માટે, અહી ક્લિક કરો.
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]