18 November 2025 GPSC Current Affairs

Important 18 November 2025 GPSC Current Affairs
ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રતા ચળવળના લડવૈયા બટુકેશ્વર દત્તની જન્મજયંતિ : 18 નવેમ્બર
તેમનો જન્મ 18 નવેમ્બર, 1910 ના દિવસે પશ્ચિમ બંગાળમાં આવેલા પૂર્વ બર્ધમાન જિલ્લાના ઓરી ગામમાં થયો હતો. તેઓ કાનપુરની પી. પી. એન. હાઈ સ્કૂલમાંથી સ્નાતક થયા. તે ચંદ્રશેખર આઝાદ અને ભગત સિંહ જેવા સ્વતંત્રતાની લડતના લડવૈયાઓના નજીકના સાથી હતા. તેમને તેઓ કાનપુરમાં 1924 માં મળ્યા હતા. તેમણે હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન માટે કામ કરતી વખતે બોમ્બ બનાવવાનું શીખ્યું.
બટુકેશ્વર દત્તને બી. કે. દત્ત, બટ્ટુ અને મોહન તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ ગોષ્ટા બિહારી દત્તના પુત્ર હતા.
8 એપ્રિલ, 1929 ના દિવસે, ભગત સિંહ અને દત્તે વિઝિટર ગેલેરીથી ધસીને એસેમ્બલીની અંદર બે બોમ્બ ફેંકી દીધા. બોમ્બ ધમાકાથી ધુમાડો ખંડમાં ભરાઈ ગયો અને તેઓએ “ઇન્કલાબ ઝિંદાબાદ”! નો નાદ કર્યો અને પત્રિકાની વર્ષા કરી. ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને આજીવન કેદની સજા મળી હતી.
અનિલ વર્માએ બટુકેશ્વર દત્ત: ભગતસિંહ કે સહયોગી નામનું પુસ્તક લખ્યું હતું, જે દત્તના જન્મની શતાબ્દી પર પ્રકાશિત કરાયું હતું. ભારત સરકારની પ્રકાશન સેવા, રાષ્ટ્રીય બુક ટ્રસ્ટ દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરાયું હતું. બટુકેશ્વર દત્ત પર કોઈ પણ ભાષામાં પ્રકાશિત થયેલું આ પહેલું પુસ્તક છે.
તેમનું મૃત્યુ 20 જુલાઈ, 1965 ના રોજ થયું હતું.
National and Government Current Affairs 18 November 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીદાબાદમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે
અધ્યક્ષતા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાના ફરીદાબાદમાં યોજાનારી 32મી ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ (NZC) ની બેઠકની અધ્યક્ષતા કરશે.
હાજરી : પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના ઉપરાજ્યપાલો અને ચંદીગઢના પ્રશાસક સહિત અન્ય લોકો આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે.
ભૂમિકા : ઝોનલ કાઉન્સિલોની ભૂમિકા સલાહકારી છે.
અમૃત ફાર્મસીની 10મી વર્ષગાંઠનું ઉદ્ઘાટન | 18 November 2025 GPSC Current Affairs
ઉદ્ઘાટન : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જેપી નડ્ડાએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે AMRIT (Affordable Medicines and Reliable Implants for Treatment) ફાર્મસીના 10મા વર્ષગાંઠ સમારોહનું ઉદ્ઘાટન કર્યું.
ભૂમિકા : 2015 માં તેમની સ્થાપના થઈ ત્યારથી, AMRIT ફાર્મસીઓ 50% થી 90% સુધીના ડિસ્કાઉન્ટ પર જીવનરક્ષક અને આવશ્યક દવાઓ પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, જેનાથી ઓછી આવક ધરાવતા પૃષ્ઠભૂમિના દર્દીઓ માટે સારવાર ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
વિઝન : હાલમાં 255 થી વધુ ફાર્મસીઓ કાર્યરત છે, અને આ નેટવર્કને દેશભરમાં 500 આઉટલેટ્સ સુધી વિસ્તૃત કરવાનું વિઝન છે.
લોન્ચ : આ કાર્યક્રમ દરમિયાન, શ્રી જેપી નડ્ડાએ ભારતભરમાં 10 નવા AMRIT આઉટલેટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું, તેમણે AMRIT ITes – Eco Green Version 2.0 પણ લોન્ચ કર્યું.
તેલંગાણા બે તબક્કામાં ‘તેલંગાણા-નોર્થ ઇસ્ટ કનેક્ટ’ ટેક્નો-કલ્ચરલ ફેસ્ટિવલનું આયોજન કરશે
આયોજન : તેલંગાણા રાજ્ય રાજ્ય અને દેશના ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વચ્ચે ગાઢ સાંસ્કૃતિક, સામાજિક અને વિકાસલક્ષી જોડાણો બનાવવા માટે એક ટેક્નો-સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવા માટે તૈયાર છે. ‘તેલંગાણા-નોર્થ ઇસ્ટ કનેક્ટ’ આ મહિનાના અંતમાં હૈદરાબાદમાં બે તબક્કામાં યોજાશે અને તેમાં આઠ પૂર્વીય રાજ્યોના સેંકડો કલાકારો, નિષ્ણાતો, અધિકારીઓ અને સાંસ્કૃતિક રાજદૂતો એકત્ર થવાની અપેક્ષા છે.
પ્રદર્શનો : ત્રણ દિવસના આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રદર્શનો રજૂ કરવામાં આવશે. પૂર્વોત્તરના મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા બનાવેલા હાથથી બનાવેલા ઉત્પાદનોના વેચાણ માટેના સ્ટોલ પણ લગાવવામાં આવશે. આ કાર્યક્રમનો બીજો તબક્કો આ મહિનાની 25મી તારીખથી હૈદરાબાદના રાજભવન ખાતે 3 દિવસ માટે યોજાશે.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ઉત્તરપ્રદેશની લખનૌ યુનિવર્સિટી ખાતે દિવ્ય કલા મેળાનું આયોજન | Current Affairs 18 November 2025
આયોજન : સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય ઉત્તર પ્રદેશની લખનૌ યુનિવર્સિટીમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરી રહ્યું છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બનવારીલાલ વર્મા મેળાનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે, જે 23 નવેમ્બર સુધી ચાલુ રહેશે. આ મેળામાં લગભગ 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 100 દિવ્યાંગ કારીગરો, કલાકારો અને ઉદ્યોગસાહસિકો તેમના ઉત્પાદનો અને કૌશલ્યનું પ્રદર્શન કરશે. તે ભારતના વિવિધ પ્રદેશો, જેમાં જમ્મુ અને કાશ્મીર, ઉત્તર-પૂર્વીય રાજ્યોનો સમાવેશ થાય છે, વિવિધ ઉત્પાદનો રજૂ કરશે.
છેલ્લા ત્રણ વર્ષમાં યોજાયેલા આ 26 મેળાઓમાં 24 રાજ્યોના દિવ્યાંગ કારીગરોએ ભાગ લીધો હતો અને સામૂહિક રીતે 21 કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય કર્યો છે.
ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો પેટન્ટ ફાઇલર બન્યો: ડૉ. જીતેન્દ્ર સિંહ
પેટન્ટ : કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારત ૬૪ હજારથી વધુ પેટન્ટ સાથે વિશ્વના છઠ્ઠા સૌથી મોટા પેટન્ટ ફાઇલર તરીકે ઉભરી આવ્યું છે, જેમાંથી ૫૫ ટકાથી વધુ પેટન્ટ ભારતીય ઇનોવેટર્સ દ્વારા છે.
GII : દેશ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ૮૧મા ક્રમેથી ૩૮મા ક્રમે પહોંચી ગયો છે.
મનોરમા ન્યૂઝ ન્યૂઝમેકર એવોર્ડ 2024
એવોર્ડ : ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સીપી રાધાકૃષ્ણન, નવી દિલ્હીમાં આયોજિત મનોરમા ન્યૂઝ ન્યૂઝમેકર એવોર્ડ 2024 સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પ્રતિષ્ઠિત એવોર્ડ કેન્દ્રીય પ્રવાસન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી અને પ્રશંસનીય ફિલ્મ અભિનેતા શ્રી સુરેશ ગોપીને અર્પણ કર્યો હતો.
Sports | 18 November 2025 GPSC Current Affairs
ભારતીય ટીમ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકાર બેટ્સમેન : રિષભ પંત
સૌથી વધુ છગ્ગા : રિષભ પંત ભારતીય ટીમ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકાર બેટ્સમેન બની ગયો છે. પંત પહેલા આ ખાસ ઉપલબ્ધિ પૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના નામે હતી. જેમણે 2001થી 2013 દરમિયાન 103 ટેસ્ટ મેચ રમીને 178 ઈનિંગ્સમાં 91છગ્ગા ફટકાર્યા હતા.
ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ટોપ-5 બેટ્સમેન
- 92- રિષભ પંત
- 91- વીરેન્દ્ર સેહવાગ
- 88- રોહિત શર્મા
વૈશ્વિક યાદી
- બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ) – 206 ઇનિંગ્સમાં 136 છગ્ગા
- બ્રેન્ડન મેક્કુલમ (ન્યુઝીલેન્ડ) – ૧૭૬ ઇનિંગ્સમાં ૧૦૭ છગ્ગા
- એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા) – ૧૩૭ ઇનિંગ્સમાં ૧૦૦ છગ્ગા
- ટિમ સાઉથી (ન્યુઝીલેન્ડ) – ૧૫૬ ઇનિંગ્સમાં ૯૮ છગ્ગા
- ક્રિસ ગેલ (વેસ્ટ ઇન્ડીઝ) – ૧૮૨ ઇનિંગ્સમાં ૯૮ છગ્ગા
- જેક્સ કાલિસ (દક્ષિણ આફ્રિકા) – 280 ઇનિંગ્સમાં 97 છગ્ગા
- ઋષભ પંત (ભારત) – ૮૩ ઇનિંગ્સમાં ૯૨ છગ્ગા
- વીરેન્દ્ર સેહવાગ (ભારત) – ૧૮૦ ઇનિંગ્સમાં ૯૧ છગ્ગા
કુશલ દલાલે લક્ઝમબર્ગમાં GT ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝ ટાઇટલ જીત્યું | Current Affairs 18 November 2025
ખિતાબ : ભારતીય તીરંદાજ કુશલ દલાલે લક્ઝમબર્ગના સ્ટ્રાસેનમાં પુરુષોની કમ્પાઉન્ડ કેટેગરીમાં GT ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝનો ખિતાબ જીત્યો. કુશલે એક દુર્લભ ડબલ શૂટ-ઓફમાં અમેરિકાના ભૂતપૂર્વ વિશ્વ નંબર વન સ્ટીફન હેન્સનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. અગાઉ, કુશલ સેમિફાઇનલમાં ફ્રાન્સના વર્લ્ડ ચેમ્પિયન નિકોલસ ગેરાર્ડને હરાવીને ફાઇનલમાં પહોંચ્યો હતો. ભારતના ગણેશ મણિ રત્નમ થિરુમુરુએ પણ અંડર-21 પુરુષોની કમ્પાઉન્ડ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
State related Current Affairs 18 November 2025
રાજકોટમાં 8 અને 9 જાન્યુઆરી 2026ના રોજ બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે
આયોજન : બીજી વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન રાજકોટ શહેરમાં 8 અને 9 જાન્યુઆરી, 2026ના રોજ થશે.
હેતુ : સ્થાનિક ઉદ્યોગોના વિકાસ માટે તેને વ્યાપક બજારો અને ભાગીદારો સાથે જોડવાનો છે. આ કોન્ફરન્સમાં કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનાર યોજાશે.
ચાર સ્થળોએ : મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન કરી રહી છે.
MoU : મહેસાણામાં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ₹3.25 લાખ કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે 1,264 MoU પર હસ્તાક્ષર થયા હતા.
સુરતમાં DyCM હર્ષ સંઘવીના હસ્તે ‘નેત્રમ’નું લોકાર્પણ | Current Affairs 18 November 2025
લોકાર્પણ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે સુરત પોલીસના અત્યાધુનિક CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ‘નેત્રમ’નું લોકાર્પણ કરવામાં આવ્યું.
સુવિધા : 1,460થી વધુ હાઈ-રિઝોલ્યુશન CCTV કેમેરા શહેરના ન્યૂક્લિયર પોઈન્ટ્સ પર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. વાહનોની નંબર પ્લેટ આપમેળે ઓળખીને ડેટાબેઝ સાથે મેચ કરવાની ક્ષમતા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ, ભીડ વ્યવસ્થાપન, ચહેરાની ઓળખ (Facial Recognition) અને અન્ય અદ્યતન ફીચર્સથી સજ્જ.24×7 નિગરાની માટે અત્યાધુનિક વિડિયો વોલ અને ડેશબોર્ડ, કંટ્રોલ રૂમમાં 30થી વધુ તાલીમબદ્ધ પોલીસ કર્મચારીઓ સતત કાર્યરત રહેશે.

