02 December 2025 GPSC Current Affairs

Important 02 December 2025 GPSC Current Affairs
2 ડીસેમ્બર: રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ (ભારત ) | 02 December 2025 GPSC Current Affairs
હેતુ:પ્રદૂષણ નિયંત્રણ, પર્યાવરણીય સંરક્ષણ અને ઔદ્યોગિક સલામતી વિશે જાગૃતિ લાવવાનો.
મહત્વ: ૧૯૮૪ ના ભોપાલ ગેસ દુર્ઘટના (૨-૩ ડિસેમ્બરની રાત્રે બનેલી) માં જીવ ગુમાવનારાઓની યાદમાં ઉજવવામાં આવે છે.
મહત્વના ક્ષેત્રો
- પ્રદૂષણ નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત
- ઔદ્યોગિક પ્રદૂષણમાં ઘટાડો (વિશેષ )
- ટકાઉ (સસ્ટેનેબલ) પ્રથાઓને પ્રોત્સાહન આપવું
- પર્યાવરણીય નિયમોને મજબૂત બનાવવા
2 ડીસેમ્બર: International Day for the Abolition of Slavery (ગુલામી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ) | Current Affairs in Gujarati 02 December 2025
જાહેર: સંયુક્ત રાષ્ટ્ર(UN)
હેતુ: ગુલામીના આધુનિક સ્વરૂપોને નાબૂદ કરવા, જેમ કે: માનવ તસ્કરી ,બળજબરીથી મજૂરી ,બાળ મજૂરી ,બળજબરીથી લગ્ન ,જાતીય શોષણ.
પૃષ્ઠભૂમિ: ૧૯૪૯ માં યુએન જનરલ એસેમ્બલીએ “વ્યક્તિઓના ટ્રાફિકને દબાવવા અને અન્ય લોકોના વેશ્યાવૃત્તિના શોષણ માટે સંમેલન” અપનાવ્યું તે તારીખને ચિહ્નિત કરે છે.
અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-2026નું ફેબ્રુઆરી 2026માં આયોજન
ગુજરાત સરકાર દર વર્ષે ગિરનાર, જૂનાગઢમાં અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરે છે.
આ સ્પર્ધા 1 ફેબ્રુઆરી, 2026ના રોજ આ સ્પર્ધા નું આયોજન કરવામાં આવશે .આ સ્પર્ધામાં વિજેતાઓને ગુજરાત સરકાર દ્વારા નીચે મુજબ રોકડ પુરસ્કારો આપવામાં આવશે.
| ઈનામ | રોકડ પુરસ્કાર |
| પ્રથમ | 1,00,000 રૂપિયા |
| બીજું | 85,000 રૂપિયા |
| ત્રીજું | 70,000 રૂપિયા |
National Current Affairs in Gujarati 02 December 2025
દેશનું પ્રથમ સંકલિત નાણાકીય શહેર: અમરાવતી
અમરાવતીને ભારતનું પ્રથમ સંકલિત નાણાકીય શહેર જાહેર કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટમાં 15 થી વધુ રાષ્ટ્રીયકૃત બેંકો અને નાણાકીય સંસ્થાઓ સામેલ છે.
આ પ્રોજેક્ટ 6,500 થી વધુ સીધી નોકરીઓનું સર્જન કરશે.
આ પ્રોજેક્ટ ખેડૂતોના આર્થિક સશક્તિકરણ અને કૃષિ ધિરાણ સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન: સંરક્ષણ અને ઉર્જા સહયોગ પર નવી દિશા | Current Affairs in Gujarati 02 December 2025
આગામી સમયમાં તારીખ ૪-૫ ડિસેમ્બરના રોજ ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન યોજાશે.
ભારત અને રશિયા વચ્ચેની ભાગીદારીને “ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી” તરીકે ઓળખવામાં આવે છે .
સંમેલનના મુખ્ય વિષયોમાં સંરક્ષણ, ઊર્જા અને પ્રાદેશિક સુરક્ષાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ,ભારત વધારાની S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવાનું વિચારી રહ્યું છે.
૫૬માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની ગોવામાં ઉજવણી
ગોલ્ડન પીકોક એવોર્ડ એ ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો સર્વોચ્ચ સન્માન છે.
વિયેતનામી ફિલ્મ “સ્કિન ઓફ યુથ” એ શ્રેષ્ઠ ફિલ્મનો ગોલ્ડન પીકોક એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો.
“સ્કિન ઓફ યુથ” વિયેતનામમાં ટ્રાન્સજેન્ડર ઓળખ અને સામાજિક સ્વીકૃતિના વિષય પર ચર્ચા કરે છે.
“યુવા આઇકોન એવોર્ડ”: INSV તારિણીના મહિલા અધિકારીઓને એનાયત | Current Affairs in Gujarati 02 December 2025
આ અભિયાન “નાવિકા સાગર પરિક્રમા-II” મિશનનો ભાગ હતું.
INSV તારિણી પર આ સમગ્ર યાત્રા આશરે 250 દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી.
ક્રૂએ ત્રણ મહાસાગરોમાં 25,400 નોટિકલ માઇલનું અંતર કાપ્યું હતું.
આસામમાં નામરૂપ-IV એમોનિયા-યુરિયા પ્લાન્ટ સ્થાપિત
“નામારૂપ-IV એમોનિયા-યુરિયા પ્લાન્ટ” માં ₹10,000 કરોડથી વધુનું રોકાણ કરવાનો પ્રસ્તાવ છે.
આ પ્રોજેક્ટ જુલાઈ 2025 માં સ્થાપિત આસામ વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડ (AVFCCL) દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.
નામરૂપ-IV” પ્લાન્ટને બ્રાઉનફિલ્ડ વિસ્તરણ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે, જે હાલની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે.
તેના સંચાલનથી કૃષિ ક્ષેત્રમાં ખાતર પુરવઠા શૃંખલા મજબૂત થશે, જેનાથી ખેડૂતો માટે જરૂરી સંસાધનોની સમયસર પહોંચ સુનિશ્ચિત થશે.
આ પ્રોજેક્ટ હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી કરશે, તેમજ ઉત્તરપૂર્વમાં ઔદ્યોગિક રોકાણ અને બજાર પ્રવૃત્તિને ઉત્તેજીત કરશે.
આ પ્રોજેક્ટ “એક્ટ ઇસ્ટ પોલિસી” હેઠળ પ્રાદેશિક ઉત્પાદકતા અને આર્થિક એકીકરણને મજબૂત બનાવશે.
આ સંયુક્ત સાહસમાં આસામ સરકાર 40% ઇક્વિટી હિસ્સો ધરાવે છે.
“ઓપરેશન ઇગલ ફોર્સ”: ચાર શહેરોમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો નાશ | 02 December 2025 GPSC Current Affairs
ઓપરેશનમાં ચાર મુખ્ય એજન્સીઓએ ભાગ લીધો હતો:
- ઇગલ ફોર્સ તેલંગાણા
- એનસીબી,
- દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ
- નોઇડા પોલીસ.
ચાર શહેરોમાં 50 થી વધુ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.
107 બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા, અને કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા.
જપ્ત કરાયેલા પદાર્થોમાં એક્સ્ટસી, કોકેન, મેથામ્ફેટામાઇન અને હેરોઇનનો સમાવેશ થાય છે
દેશનો સૌથી મોટો કચરામાંથી બાયોગેસ પ્લાન્ટ :નાગપુર (નિર્માણાધીન)
આ ભારતનો પ્રથમ મોટા પાયે ડ્રાય એનારોબિક ડાયજેસ્ટન પ્લાન્ટ છે.
કુલ બિલ્ટ-અપ ક્ષમતા 1,500 MTPD છે, જ્યારે રેટેડ ક્ષમતા 1,000 MTPD હતી.
માર્ચ 2026 સુધીમાં સંપૂર્ણ કામગીરીની અપેક્ષા છે.
આ પ્રોજેક્ટ શૂન્ય-ટિપિંગ-ફી અને શૂન્ય-ડિસ્ચાર્જ મોડેલ પર આધારિત છે.
વેસ્ટર્ન એર કમાન્ડ કોન્ફરન્સ 2025આ પરિષદનો વિષય “સક્ષમ ભારતીય વાયુસેનાનો વિકાસ” હતો. | Current Affairs in Gujarati 02 December 2025
વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે આ પરિષદની અધ્યક્ષતા કરી હતી.
જનરલ અનિલ ચૌહાણે ઓપરેશનલ તૈયારી અને નવીનતા પર ભાર મૂક્યો હતો.
વેસ્ટર્ન એર કમાન્ડ ભારતના પશ્ચિમ અને ઉત્તરીય હવાઈ ક્ષેત્રનું રક્ષણ કરે છે.
International Current Affairs in Gujarati 02 December 2025
ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર : શેફ વિજય કુમારને એનાયત
ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ એ CNN-News18 ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ્સની એક ખાસ શ્રેણી છે.
વિજય કુમારે 2025 જેમ્સ બીયર્ડ એવોર્ડ્સમાં “બેસ્ટ શેફ: ન્યૂ યોર્ક સ્ટેટ” નો ખિતાબ જીત્યો હતો.
તેમની રસોઈ મુખ્યત્વે તમિલ અને વ્યાપક દક્ષિણ ભારતીય ભોજન પર આધારિત છે.

