Current Affairs Gujarati 30 August 2025| Best for UPSC/GPSC

Today’s Current Affairs Gujarati 30 August 2025 for UPSC,GPSC and other competitive exams. All news updates are explained in Gujarati for easy preparation.

Current Affairs Gujarati 30 August 2025

રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ (National Small Industry Day) દર વર્ષે 30 ઓગસ્ટના રોજ ઉજવાય છે. ભારત જેવા વિકાસશીલ દેશના આર્થિક વિકાસમાં નાના ઉદ્યોગો મોટી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતના સાર્વત્રિક આર્થિક વિકાસમાં તેના વ્યૂહાત્મક મહત્વને ધ્યાનમાં રાખીને, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના વિકાસની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ઉપરાંત સરકાર તરફથી નીતિગત સહાય લઘુ ઉદ્યોગની વૃ્દ્ધિ અને વિકાસમાં મદદરૂપ અને સાનુકૂળ રહે છે.

ભારતમાં 1,05,21,190 સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે.

જન્મ : 30 ઑગસ્ટ, 1942 (બોટાદ જિલ્લાના રાણપુર ખાતે, વતન સાયલા )

તેમના માતાનું નામ જયાબહેન અને પિતાનું નામ બાલાભાઈ દેસાઈ છે. તેમના પિતા જયભિખ્ખુ તરીકે જાણીતા ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક હતા.

કુમારપાળે મુખ્ય વિષય તરીકે ગુજરાતી લઈ અમદાવાદથી 1963માં બી.એ. અને 1965માં એમ.એ. થઈ નવગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. 1980માં ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે ‘આનંદઘન : એક અઘ્યયન’ વિશે શોધપ્રબંધ લખી એમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પણ પ્રાપ્ત કરી. 1983માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં જોડાયા. એ પછી ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ, ભાષા સાહિત્ય ભવનના નિયામક અને ગુજરાત યુનિવર્સિટીના વિનયન વિદ્યાશાખાના ડીન તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા છે.

તેઓ 2006માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’, ‘શ્રી મહાવીર માનવકલ્યાણ કેન્દ્ર’, ‘વિદ્યાવિકાસ ટ્રસ્ટ’, ‘અનુકંપા ટ્રસ્ટ’, ગુજરાત સાહિત્યસભા, ગુજરાત વિદ્યાસભા વગેરેમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.

તેમણે કૉલેજ સમય દરમિયાન તેમનું પ્રથમ પુસ્તક ‘વતન તારા રતન’ લખ્યું હતું.

તેમના બાળસાહિત્યનાં શ્રેષ્ઠ પુસ્તક તરીકે ‘નાની ઉંમર મોટું કામ’ પુસ્તકની ગણના થઈ છે.

વાર્તાસંગ્રહ : અગમ પયાલો,એકાંતે કોલાહલ, મોતના સમંદરનો મરજીવો.

બાળસાહિત્ય : વતન તારા રતન, મોતને હાથતાળી , બિરાદરી,કથરોટમાં ગંગા, સાચના સિપાહી 

ચરિત્ર : મહામાનવ શાસ્ત્રી(લાલબહાદુર શાસ્ત્રીના જીવન વિશે), અંગૂઠે અમૃત વરસે, લાલ ગુલાબ, અપંગના ઓજસ, આફતોની આંધી વચ્ચે સમૃધ્ધિનું શિખર , ફિરાક, ગોરખપુરી. 

વિવેચન : ભાવન વિભાવના, શબ્દ સમીપ

સંશોધન : અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ 

ચિંતનગ્રંથ : માનવતાની મહેક, ઝાકળભર્યા મોતી, મોતીની ખેતી

હેમચંદ્રાચાર્ય ઍવોર્ડ (1989)

ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક (2001)

પદ્મશ્રી ઍવોર્ડ (2004)

સાહિત્ય ગૌરવ પુરસ્કાર (2009)

રણજીતરામ સુવર્ણચંદ્રક (2015)

2022માં બ્રિટનની પાર્લમેન્ટના વિલ્સન હૉલમાં હ્રિચનના મિનિસ્ટર ઑવ્ ફૅઇથ બેરોનેસ સ્કોટ દ્વાર અહિંસા ઍવૉર્ડ અને 2024માં શ્રી હેમચંદ્રાચાર્ય ચંદ્રક એનાયત થયો છે.

પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા સાથે ૧૫મા શિખર મંત્રણા કરી હતી. આ બેઠકમાં બંને દેશોએ તેમના અર્થતંત્રોને પ્રોત્સાહન આપવા માટે આગામી ૧૦ વર્ષ માટેનો રોડમેપ તૈયાર કર્યો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય કરારના ભાગરૂપે સંરક્ષણ સહિત ૧૩ સમજૂતી કરાર કર્યા હતા. આ કરારના ભાગરૂપે જાપાન આગામી દાયકામાં ભારતમાં ૧૦ ટ્રિલિયન યેન (અંદાજે રૂ. ૬ લાખ કરોડ)નું રોકાણ કરશે .

જેમાં આર્થિક સુરક્ષા, સ્વચ્છ ઊર્જા, ટેલિકોમ, દવાઓ, મહત્વના ખનીજો અને નવી તથા ઊભરતી ટેક્નોલોજી સહિત કેટલીક પરિવર્તનકારી પહેલોનો સમાવેશ કરાયો છે.

ભારત અને જાપાનના લઘુ, મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ્સને જોડવા પર વિશેષ ભાર અપાશે. આ કરારના ભાગપરૂપે આગામી પાંચ વર્ષમાં જાપાન ભારતમાંથી ૫૦,૦૦૦ કુશળ અને અર્ધ-કુશળ કર્મચારીઓને રોજગારી પૂરી પાડશે જ્યારે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોડાણ કરશે.

ભારત અને જાપાન વચ્ચે અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ ટ્રેન મહત્વનો પ્રોજેક્ટ છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સાથે દેશભરમાં ૭,૦૦૦ કિ.મી. લાંબુ હાઈસ્પીડ નેટવર્ક બનાવવાનું લક્ષ્ય છે.

ભારતની અવકાશ સંશોધન સંસ્થા ISRO અને જાપાનની એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી JAXA સંયુક્ત રીતે ચંદ્રયાન-5 મિશન પર કામ કરશે. આ મિશનનું નામ લૂનર પોલર એક્સપ્લોરેશન (LUPEX) છે, જે વર્ષ 2027-28માં લોન્ચ થવાની સંભાવના છે. આ મિશનમાં જાપાનના H3 રોકેટનો ઉપયોગ થશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની ઊંડાણપૂર્વક શોધખોળ કરવાનો છે. 

કેબિનેટની નિમણૂક સમિતિએ ડો. ઉર્જિત પટેલની આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED) તરીકે નિમણૂક કરાયા છે. આ નિમણૂક ત્રણ વર્ષના સમયગાળા માટે છે, જે તેના કાર્યભાર સંભાળ્યાની તારીખથી અથવા આગામી આદેશો સુધી અમલમાં રહેશે. રઘુરામ રાજન પછી ડો. ઉર્જિત પટેલ ભારતના 24મા RBI ગવર્નર બન્યા હતા. ડૉ. ઉર્જિત પટેલે પાંચ વર્ષ સુધી IMFમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમણે વોશિંગ્ટન ડીસીમાં અને પછી 1992માં નવી દિલ્હીમાં IMFના ડેપ્યુટી રેસિડેન્ટ રિપ્રેઝન્ટેટિવ ​​તરીકે ભારત આવ્યા હતા અને 1998થી 2001 સુધી નાણા મંત્રાલયના સલાહકાર હતા.

1998-2001 દરમિયાન નાણા મંત્રાલયમાં સલાહકાર તરીકે પણ કામ કર્યું છે. તેણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RI), IDFC લિમિટેડ, MCX લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન(Gujarat State Petroleum Corporation)માં જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાં હોદ્દા સંભાળ્યા હતા. તેણે યેલ યુનિવર્સિટી (YU)માંથી અર્થશાસ્ત્રમાં પીએચડી (PHD),ઓક્સફર્ડ યુનિવર્સિટી (OU)માંથી એમફિલ (MPhil) અને લંડન યુનિવર્સિટી (LU)માંથી બીએસસી(BSc)ની ડિગ્રી મેળવી હતી.

દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ સમર્પિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સર્વિસીસ ટ્રાન્સફોર્મેશન યુનિટ બનાવવાની જાહેરાત કરી. TCS ના અનુભવી અમિત કપૂરને આ નવા યુનિટના વડા તરીકે નિયુક્ત કર્યા છે, જે સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે દૈનિક મુસાફરી સુધારવાના હેતુથી ‘યુ-સ્પેશિયલ’ બસોના નવા કાફલાને લીલી ઝંડી આપી. આ સેવા વિદ્યાર્થીઓને તેમના ઘરોથી યુનિવર્સિટી કેમ્પસ અને પાછા સુરક્ષિત રીતે મુસાફરી કરવાની મંજૂરી આપશે, જે શૈક્ષણિક જોડાણ અને સામાજિક ગતિશીલતા બંનેને ટેકો આપશે.

ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ  આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અશ્વિનની વૈષ્ણવ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયો છે. આ પ્લાન્ટ સીજી પાવર દ્વારા નિર્માણ પામ્યો છે.

નવેમ્બર 2024માં સીજી પાવરને આ સેમિકન્ડક્ટર પ્લાન્ટની ભારત સરકાર તરફથી મંજૂરી મળી હતી.

બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સમાં વિશ્વની બીજા ક્રમની ખેલાડી સામે જીત મેળવી. પીવી સિંધુએ ચીનની વાંગ જી યી સામે 21-19, 21-15થી જીત મેળવી અને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં અજય બાબુ વલ્લુરીએ ગોલ્ડ મેડલ જીત્યો. પુરુષોની 79 કિગ્રા શ્રેણીમાં, અજય બાબુએ કુલ 335 કિલોગ્રામ વજન ઉપાડ્યું, જેમાં મલેશિયાના મુહમ્મદ એરીએ 333 કિલોગ્રામ વજન ઉપાડ્યું અને નાઇજીરીયાના એડેડાપો એડેલેકેએ 306 કિલોગ્રામ વજન ઉપાડ્યું.

ગુજરાત સરકાર દ્વારા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલા સરનાલ ગામ ખાતે રાજ્યકક્ષાના 76મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. 30 ઓગસ્ટ,2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્યક્રમ યોજાશે, જેમાં વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.

ખેડા જિલ્લાને વન વિભાગ દ્વારા 24મા સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’ની અનોખી ભેટ મળવા જઈ રહી છે. ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે પાંચ હેક્ટર વિસ્તારમાં નિર્માણ પામેલા આ વનનું સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.

અહીં પંચવટી વન, નક્ષત્ર વન, રાશિ વન અને નવગ્રહ વન જેવી ધાર્મિક અને પૌરાણિક થીમ આધારિત રચનાઓ પણ છે, જે પ્રવાસીઓને પર્યાવરણ અને સંસ્કૃતિના સુભગ સમન્વયનો અનુભવ કરાવશે.

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું ગળતેશ્વર એક પ્રખ્યાત ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે. ગળતી અને મહીસાગર નદીના સંગમ સ્થાને આવેલું આ મંદિર રાષ્ટ્રીય સ્મારક પણ જાહેર થયેલું છે.

નર્મદા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવા માટે “નર્મદા રત્ન એવોર્ડ – 2025” સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ મનસુખભાઈ વસાવા અને સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ નીલ રાવ અને જિલ્લા પોલીસ વડા અધ્યક્ષપદે ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહનો મુખ્ય હેતુ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારાઓને પ્રોત્સાહન અને માન્યતા આપવાનો છે, જેથી સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને અન્ય ક્ષેત્રોમાં પ્રગતિશીલ યોગદાન આપનારા લોકો અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બની શકે. આ કાર્યક્રમ સુરક્ષા સેતુ સોસાયટી–નર્મદા પોલીસ અને અન્ય સહયોગી ખાનગી સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન, જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સેવાઓ પૂરી પાડનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને મોમેન્ટો અને શાલ અર્પણ કરીને “નર્મદા રત્ન એવોર્ડ – 2025” થી સન્માનિત કરવામાં આવ્યા.

ગુજરાતમાં સતત બીજીવાર ફિલ્મફેર એવોર્ડ્સ આયોજિત થવા જઇ રહ્યો છે. 70માં ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મીડિયા પ્રા. લિમિટેડ વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી, ફિલ્મ મેકર કરન જૌહર અને વિક્રાંત મેસી ઉપસ્થિત રહ્યા હતા.





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top