Current Affairs Gujarati 29 September 2025 | Best for GPSC

Today’s Current Affairs Gujarati 29 September 2025  for UPSC,GPSC and other competitive exams. All news updates are explained in Gujarati for easy preparation.

Current Affairs Gujarati 29 September 2025

મહત્વપૂર્ણ દિવસો કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 29 September 2025

વિશ્વ હૃદય દિવસ : 29 સપ્ટેમ્બર | Today’s current affairs for GPSC

વિશ્વ હૃદય દિવસ દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. હૃદય એ માનવ શરીરનું મુખ્ય અંગ છે અને જો તેની કામગીરીમાં વિક્ષેપ પડે કે કાર્ય કરવાનું બંધ કરે તો વ્યક્તિની મૃત્યુ પણ થઇ શકે છે. લોકોમાં હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પ્રેરિત કરવા અને જાગૃત ફેલાવવા માટે વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં આવે છે.

વર્ષ 2000 માં 24 સપ્ટેમ્બરે પ્રથમ વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એન્ટોની બેયસ ડી લુનાએ આ દિવસની ઉજવણીમાં મોટી ભૂમિકા ભજવી છે. તેઓ 1997થી 1999 સુધી વર્લ્ડ હાર્ટ ફેડરેશનના અધ્યક્ષ હતા. જોકે, પાછળથી વર્લ્ડ હાર્ટ ડે 24મીને બદલે 29મી સપ્ટેમ્બરથી ઉજવવાનું શરૂ થયું.

લોકપ્રિય બાળ સામયિક ચાદામામાના ચિત્રકાર કે.સી. શિવશંકરની પુણ્યતિથિ : 29 સપ્ટેમ્બર | Today’s current affairs for GPSC

તમિલનાડુના ઈરોડ જિલ્લાના નાના ગામમાં જન્મેલા કે.સી.એ પાંચ વર્ષ ચિત્રકામનો અભ્યાસ કર્યો હતો અને પછી ફાઈન આર્ટ્સમાં જ કારકિર્દી અપનાવી હતી.

બાળ સામયિક ચાંદામામા 1947માં તેલુગુ ભાષામાં શરૃ થયુ હતું, એક તબક્કે વિવિધ બાર ભાષામાં પ્રગટ થયું હતું. છેવટે વાચકોના અભાવે 2012-13 માં એ બંધ થયું હતું. વિવિધ બાળવાર્તાઓ પૈકી તેમાં આવતી વિક્રમ-વૈતાળની સિરિઝ ભારે લોકપ્રિય હતી. એ વિક્રમ-વૈતાળના ચિત્રો કે.સી.શિવશંકરે તૈયાર કર્યા હતા.

તેઓ 1952માં સામયિક સાથે જોડાયા હતા અને સામયિક બંધ કરવાનો નિર્ણય લેવાયો ત્યાં સુધી તેમાં જ કાર્યરત હતા. 2012 પછી તેમણે રામક્રિષ્ન વિજયમ્ નામના સામયિક માટે પણ કામ શરૃ કર્યું હતું.

ખભે વૈતાલ, હાથમાં તલવાર લઈને ખોપરીઓ વચ્ચેથી મધરાતે પસાર થતા વિક્રમનું ચિત્ર તેમણે 1960ના અરસામાં તૈયાર કર્યું હતું. આજે એ ચિત્ર જ વિક્રમની ઓળખ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યુ છે. રામાયણ અને મહાભારતના પણ અનેક ચિત્રો તેમણે તૈયાર કર્યા હતા.

તેમનું મૃત્યુ 29 સપ્ટેમ્બર, 2020 ના રોજ થયું હતું.

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 29 September 2025

UNGAમાં ‘ભારત દિવસ’નો કાર્યક્રમ યોજાયો | UPSC current affairs in gujarati

તાજેતરમાં જ 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે વિશ્વના નેતાઓ એકઠા થયા હતા. આ બેઠક વર્ષ 2030 માટેના ટકાઉ વિકાસ ધ્યેય (SDG) એજન્ડાના અંતિમ પાંચ વર્ષ અને તેનાથી આગળના સમય માટે એક વિઝન બનાવવા માટે મળી હતી.

UNGA ખાતે ભારત દિવસના કાર્યક્રમમાં મુખ્ય સામાજિક ક્ષેત્રના હિસ્સેદારો માટે ભાગીદારી, પ્રગતિ અને ભવિષ્ય વિશે નવીન શિક્ષણની ચર્ચા કરવામાં આવી. રિલાયન્સ ફાઉન્ડેશન, ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF) અને ભારતમાં સંયુક્ત રાષ્ટ્રએ મળીને 24 સપ્ટેમ્બર 2025ના રોજ બે મુખ્ય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.

ભારત દિવસના કાર્યક્રમોમાં ટેકનોલોજી, AIનો ઉપયોગ, DPIમાં ભારતનું નેતૃત્વ અને ટેકનોલોજીનું લોકશાહીકરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

સેટેલાઈટ નિસારે પૃથ્વીની સપાટીની પ્રથમ તસવીરો મોકલી | UPSC current affairs in gujarati

જુલાઈમાં લોન્ચ થયેલી નાસા અને ઈસરોની સંયુક્ત સેટેલાઈટ નિસાર (સંયુક્ત સીન્થેટીક એપેર્ચર રડાર)એ પૃથ્વીની સપાટીના દ્રશ્યો પ્રદાન કરતી પ્રથમ રડાર છબીઓ રજૂ કરી છે. એલ-બેન્ડ અને એસ-બેન્ડ રડાર સીસ્ટમોના વિશિષ્ટ સંયોજનના ઉપયોગથી આ ઉપગ્રહે જંગલો, વેટલેન્ડ, કૃષિભૂમિ અને શહેરી માળખાના અવલોકનમાં અસાધારણ સ્પષ્ટતા પ્રદાન કરી છે.

નાસાની એલ-બેન્ડ સિસ્ટમ માટીના ભેજને ટ્રેક કરે છે અને ટેક્ટોનિક શિફ્ટ અને બરફના ફેરફારો સહિત જમીનની સૂક્ષ્મ ગતિવિધિઓ શોધી કાઢે છે. ઈસરોનું એસ-બેન્ડ રડાર સૂક્ષ્મ વનસ્પતિ અને ઈકોલોજીકલ ભિન્નતાને ઓળખવામાં શ્રેષ્ઠ છે, જે તેને કૃષિ દેખરેખ માટે મહત્વપૂર્ણ બનાવે છે.

સાથે જ તે પૂર, ભૂસ્ખલન અને ભૂકંપ માટે પ્રારંભિક ચેતવણીઓ આપતી વખતે વનનાબૂદી, ભીની જમીનના નુકસાન, પાક ચક્ર અને ભૂમિ ઉત્પાદકતાની દેખરેખ રાખી શકશે.

રશિયા-ઈથોપિયા વચ્ચે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ બાંધવા માટે કરાર | UPSC current affairs in gujarati

પૂર્વ આફ્રિકાના વિશાળ દેશ ઈથોપિયામાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ બાંધવા માટે રશિયા અને ઈથોપિયા વચ્ચે કરારો થયા હતા.

આ અંગેના એક્શન પ્લાનમાં તે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ચલાવવા માટે સ્ટાફને પૂરેપૂરી તાલિમ આપવા તેમજ ઈથોપિયાના પરમાણુ ક્ષેત્રને વિકસાવવાની બાબતો પણ સમાવિષ્ટ છે.

રશિયાની ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ બાંધનારી કંપની, રોસાટોમના ડીરેકટર જનરલ એલેક્સી બિયાચેવ અને ઈથોપિયા ઇલેકિટ્રક કંપનીના સીઈઓ અશેબિર બાલ્યાએ પ્રમુખ પુતિન અને ઈથોપિયાના રાજદૂતની ઉપસ્થિતિમાં આ કરારો કરવામાં આવ્યા હતા.

અત્યારે આફ્રિકામાં દક્ષિણ આફ્રિકા જ એક એવો દેશ છે જે ઓપરેશન ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ધરાવે છે.

ભારતની જીનાલી મોદીને UNEP યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ 2025 મળ્યો | UPSC current affairs in gujarati

ભારતની જીનાલી મોદીને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP) અને પ્લેનેટ A દ્વારા 2025 ના યંગ ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તેમણે કેળાની દાંડીને પરંપરાગત બનોફી ચામડામાં રૂપાંતરિત કરવાનું નવીન કાર્ય હાથ ધર્યું છે.

બનોફી ચામડું કેળાના દાંડીના તંતુઓને કુદરતી બાઈન્ડર અને સ્ટાર્ચ સાથે ભેળવીને બનાવવામાં આવે છે. આ ઉત્પાદન પ્રક્રિયા પાણીનો વપરાશ 95 ટકા સુધી ઘટાડે છે, કાર્બન ઉત્સર્જન 90 ટકાથી વધુ ઘટાડે છે અને ઝેરી કચરો દૂર કરે છે.

મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બાયોકેમિસ્ટ્રીમાં સ્નાતક અને યેલ સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટમાંથી માસ્ટર ડિગ્રી ધરાવતા મોદી બનોફી લેધરના સ્થાપક અને સીઈઓ છે.

ભારતે IIT-મદ્રાસને UN AI સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે નોમિનેટ કર્યું | GPSC current affairs

ભારતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ (IIT-મદ્રાસ) ને AI માટે UN સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા કરવામાં આવેલ આ નામાંકનની જાહેરાત ન્યૂ યોર્કમાં એક ઉચ્ચ-સ્તરીય UN કાર્યક્રમમાં કરવામાં આવી હતી.

UN સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે તેનું નામાંકન યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિજિટલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીસ (ODET) દ્વારા વૈશ્વિક AI હબનું નેટવર્ક બનાવવા માટેની પહેલનો એક ભાગ છે.

યુનાઈટેડ નેશન્સ ઑફિસ ફોર ડિજિટલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીસ (ODET) એ AI સહિત ઝડપથી વિકસતી ટેકનોલોજીઓ દ્વારા લાવવામાં આવતી તકો અને પડકારોનો વધુ સારી રીતે સામનો કરવામાં UN ને મદદ કરવા માટેની એક પહેલ છે.

ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ

ભારતીય વાયુસેના દ્વારા સંચાલિત છેલ્લા મિગ-21 ફાઇટર (બાઇસન વેરિયન્ટ્સ) વિમાનોએ 26 સપ્ટેમ્બરે ચંડીગઢમાં અંતિમ ઉડાન ભરી. 1963માં પ્રથમ વાર સેવામાં આવ્યા બાદ 1200થી વધુ મિગ-21 વિમાનોએ ભારતની આકાશી સરહદોનું રક્ષણ કર્યું હતું અને 1965, 1971, અને 1999 કારગિલ જેવા યુદ્ધો તથા 2019ની બાલાકોટ એરસ્ટ્રાઈકમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી.

પહલગામ આતંકી હુમલાના જવાબમાં ચલાવવામાં આવેલું ઓપરેશન સિંદૂર મિગ-21નું છેલ્લું મોટું અભિયાન હતું.

મિગ-21

  • 1954માં મિકોયાન-ગુરેવિચ દ્વારા ડિઝાઇન કરાયેલું મિગ-21 દુનિયાનું સૌથી વધુ પ્રચલિત સુપરસોનિક ફાઇટર વિમાન બની ગયું હતું. 60થી વધુ દેશોની વાયુસેનાઓમાં તેનો ઉપયોગ હતો. 1962ના ભારત-ચીન યુદ્ધ પછી વાયુસેનાની ક્ષમતા વધારવાના ભાગરૂપે ભારતે 1963માં સોવિયેત યુનિયન સાથે કરાર કરીને પહેલા 13 નંગ મિગ-21 (MiG-21F-13s) વિમાનોની ખરીદી કરી હતી. આ વિમાનોની તાલીમ માટે ચંડીગઢમાં પહેલું સ્ક્વોડ્રન તહેનાત કરવામાં આવ્યું હતું. 1966 થી 1984 દરમિયાન, ભારતે વિવિધ મોડેલના કુલ 874 વિમાનોની આયાત કરી હતી અને નાસિક સ્થિત ‘હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ’ (HAL) ખાતે તેનું લાઇસન્સ-નિર્માણ પણ શરૂ કર્યું હતું.
  • તેની મહત્તમ ગતિ મેક 2 અને 18,000 મીટર સુધી પહોંચવાની ક્ષમતા હતી.

ગુજરાત કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 29 September 2025

જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે નવી દિલ્હીમાં છઠ્ઠા નદી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું | GPSC current affairs

ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ ખાતે છઠ્ઠા રિવર ફેસ્ટિવલનું ઉદ્ઘાટન જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે કર્યું.

આ મહોત્સવની શરૂઆત “રિવરસ્કેપ ડાયનેમિક્સ: ચેન્જીસ એન્ડ કન્ટિન્યુટી” વિષય પર રાષ્ટ્રીય સેમિનાર સાથે થઈ, જેમાં 300 થી વધુ સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા, સાથે “માય રિવર સ્ટોરી” દસ્તાવેજી ફિલ્મ ફેસ્ટિવલમાં પર્યાવરણીય, સાંસ્કૃતિક અને માનવ-નદી જોડાણો પર ફિલ્મો દર્શાવવામાં આવી.

નદી સંરક્ષણ તરફ ત્રણ સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે: ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના.

માનવ હસ્તક્ષેપથી નદીઓને નોંધપાત્ર નુકસાન થયું છે, અને તેમનું સંરક્ષણ એક સહિયારી જવાબદારી છે.

“નિર્મળ ગુજરાત એવોર્ડ્સ”

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ સમારોહ તેમજ સ્વચ્છ ભારત મિશનની ચિંતન શિબિર યોજાઈ હતી. જેમાં  રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૬ નગરપાલિકાઓને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” અર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ કુલ રૂ. ૧૮.૫ કરોડની પ્રોત્સાહક રકમ એનાયત કરી હતી. આ ઉપરાંત “મારુ શહેર, મારું ગૌરવ અભિયાન”ના લોગોનું અનાવરણ પણ તેમણે કર્યુ હતું.

ગાંધીનગર મહાનગરપાલિકાએ ‘નિર્મળ ગુજરાત 2.0’ અભિયાન હેઠળ 3 લાખથી 10 લાખની વસ્તી ધરાવતી મહાનગરપાલિકાઓની શ્રેણીમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવીને સ્વચ્છતાના ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગાંધીનગરને આ સિદ્ધિ બદલ ઇનામ તરીકે રૂ. 1.25 કરોડ પ્રાપ્ત થયા છે.

 “ગાર્બેજ ફ્રી સિટી સર્વેક્ષણ”માં ગુજરાતના ૨૬ શહેરોને ગાર્બેજ ફ્રી સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે.

આ ઉપરાંત “રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ”ની થીમ પર યોજાયેલા ‘સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪-૨૫’માં ગુજરાતના શહેરોએ સરેરાશ કુલ ૧૨,૫૦૦માંથી ૮,૧૦૦થી વધુ માર્ક્સ પ્રાપ્ત કરીને સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે, જે ગત વર્ષે આઠમો ક્રમ હતો.

રમતગમત કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 29 September 2025

૧૨મી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૫ નવી દિલ્હીના જેએલએન ખાતે શરૂ થશે

૧૨મી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૫ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. નવ દિવસની આ ચેમ્પિયનશિપમાં કુલ ૧૮૬ મેડલ ઇવેન્ટ્સ હશે. આમાં પુરુષો માટે ૧૦૧, મહિલાઓ માટે ૮૪ અને એક મિશ્ર ઇવેન્ટનો સમાવેશ થાય છે, જેમાં સ્પ્રિન્ટ ફિનિશથી લઈને એન્ડ્યુરન્સ રેસનો સમાવેશ થાય છે. આ ચેમ્પિયનશિપ આવતા મહિનાની ૫મી તારીખે સમાપ્ત થશે. ૧૦૦ થી વધુ દેશોના એક હજારથી વધુ રમતવીરો ૧૨મી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૫માં ભાગ લેશે.

આ વર્ષે, કુલ 70 એથ્લેટ્સ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

ISSF જુનિયર વર્લ્ડ કપમાં ભારતના જોનાથન ગેવિન એન્ટોનીએ પુરુષોની 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીમાં ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે ISSF જુનિયર વર્લ્ડ કપ રાઇફલ/પિસ્તોલ/શોટગન 2025 ના બીજા દિવસે ભારતના 16 વર્ષીય જોનાથન ગેવિન એન્ટોનીએ પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં 10 સેકન્ડમાં 24 માંથી 21 શોટ શૂટ કરીને 8.5 પોઈન્ટના માર્જિન સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો.

ઇટાલીના લુકા એરિઘીએ 236.3 સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે સ્પેનના લુકાસ સાંચેઝ ટોમે 215.1 સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.

જુનિયર મહિલા 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં, વ્યક્તિગત તટસ્થ એથ્લીટ એવેલિના શીનાએ 240.9 સાથે ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે ભારતની રશ્મિકા સહગલે 236.1 સાથે સિલ્વર મેડલ જીત્યો. ઈરાનની ફાતેમાહ શેકારીએ 213.8 સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top