Current Affairs Gujarati 25 August 2025
| Best for UPSC/GPSC
Current Affairs Gujarati 25 August 2025
| Best for UPSC/GPSC
Today’s
for UPSC,GPSC and other competitive exams. All news updates are explained in Gujarati for easy preparation.Current Affairs Gujarati 25 August 2025

રાષ્ટ્રીય કરંટ અફેર્સ | Current Affairs Gujarati 25 August 2025
વિનેશ ફોગાટની જન્મતિથી : 25 ઓગસ્ટ | Gujarati current affairs
વિનેશ ફોગાટનો જન્મ 25 ઓગસ્ટ, 1994ના રોજ હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં થયો હતો. તે રાજપાલ ફોગાટની પુત્રી છે અને કુસ્તીબાજોના પરિવારમાંથી આવે છે. તેની પિતરાઇ બહેનોમાં કુસ્તીબાજ ગીતા ફોગાટ, રિતુ ફોગાટ અને બબીતા કુમારીનો સમાવેશ થાય છે.
કોમનવેલ્થ ગેમ્સમાં તે 2014, 2018 અને 2022ના રમતોત્સવમાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે.
2018ની એશિયા રમતોત્સવમાં સુવર્ણ પદક જીત્યા બાદ તે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં એમ બંનેમાં સુવર્ણ પદક જીતનારી સૌપ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની હતી.
તેણે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં પણ બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
2024ના પેરીસ ઓલિમ્પિક્સમાં, તે ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની હતી. બાદમાં વજન નોંધણી દરમિયાન નિર્ધારિત વજનથી 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી અને પદક માટે અયોગ્ય જાહેર કરાઈ હતી.
વિનેશ ફોગાટને 2016માં અર્જુન પુરસ્કારથી નવાજવામાં આવી હતી. 2020માં, તેને ભારતના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્નથી નવાજવામાં આવી હતી.
ભારતીય ટપાલ વિભાગ 25 ઓગસ્ટથી અમેરિકા સાથેની સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરશે | UPSC current affairs in gujarati
સંદેશાવ્યવહાર મંત્રાલય હેઠળના ટપાલ વિભાગે 25 ઓગસ્ટથી અમેરિકામાં મોકલવામાં આવતી તમામ ટપાલ વસ્તુઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અમેરિકન સરકારના એક્ઝિક્યુટિવ ઓર્ડર બાદ લેવામાં આવ્યો છે, જેના હેઠળ 29 ઓગસ્ટથી 800 ડોલર સુધીના માલ માટે ડ્યુટી-ફ્રી મુક્તિ પાછી ખેંચી લેવામાં આવશે. અમેરિકા માટે મોકલવામાં આવતી તમામ આંતરરાષ્ટ્રીય ટપાલ વસ્તુઓ, તેમની કિંમત ગમે તે હોય, દેશ-વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કટોકટી આર્થિક શક્તિ અધિનિયમ ટેરિફ ફ્રેમવર્ક મુજબ કસ્ટમ ડ્યુટીને આધીન રહેશે. 100 ડોલર સુધીની ભેટ વસ્તુઓ ડ્યુટીમાંથી મુક્ત રહેશે.
લિંગ સમાનતા વધારવા માટે CISF એ તેનું પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ શરૂ કર્યું | UPSC current affairs in gujarati
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે તેનું પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ શરૂ કર્યું છે. મધ્યપ્રદેશના બરવાહામાં પ્રાદેશિક તાલીમ કેન્દ્રમાં તાલીમ ચાલી રહી છે. કેન્દ્રમાં 30 મહિલા કર્મચારીઓ 8 અઠવાડિયાના એડવાન્સ્ડ કોર્સમાંથી પસાર થઈ રહી છે.
આ કમાન્ડોને ઉચ્ચ સુરક્ષા સ્થળોએ ક્વિક રિએક્શન ટીમો અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં તૈનાત કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં એવિએશન સિક્યુરિટી ગ્રુપ્સ અને સંવેદનશીલ એકમોમાંથી ઓછામાં ઓછી 100 મહિલાઓને તાલીમ આપવામાં આવશે. CISFનો ઉદ્દેશ્ય આને તેની તાલીમનો નિયમિત ભાગ બનાવવાનો અને 10% મહિલા પ્રતિનિધિત્વ સુધી પહોંચવાનો છે. હાલમાં, મહિલાઓ દળમાં 8% હિસ્સો ધરાવે છે, અને આવતા વર્ષે 2,400 વધુ ભરતી થવાની અપેક્ષા છે.
અનિશ દયાલ સિંહની નાયબ NSA તરીકે નિમણૂક | UPSC current affairs in gujarati
કેન્દ્ર સરકારે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) અને ભારતીય-તિબેટિયન સીમા પોલીસ (ITBP)ના પૂર્વ ડિરેક્ટર જનરલ અનિશ દયાલ સિંહની નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિમણૂક કરી છે.
તેઓ આંતરિક બાબતોના પ્રભારી રહેશે.
પૂર્વ રૉ પ્રમુખ રાજિન્દર ખન્ના અધિક NSA છે, જ્યારે નિવૃત્ત આઈપીએસ અધિકારી ટી.વી.રવિચંદ્રન અને પૂર્વ આઈએફએસ અધિકારી પવન કપૂર ડેપ્યુટી એનએસએ છે.
અનિશ દયાલ સિંહ
અનિશ દયાલ સિંહ એક ભારતીય પોલીસ અધિકારી છે, તેમણે CRPFના ડિરેક્ટર જનરલ તરીકે મહત્ત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે. તેઓ ડિસેમ્બર-2024માં નિવૃત્ત થયા હતા. તેઓ 1988 બેચના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી છે અને મણિપુર કેડરના છે. CRPFના વડા બનતા પહેલા તેમણે ITBPના ડિરેક્ટર જનરલ તરીકે પણ ફરજ નિભાવી હતી.
કેરળ ભારતનું પ્રથમ 100% ડિજિટલી સાક્ષર રાજ્ય બન્યું | UPSC current affairs in gujarati
કેરળ ભારતનું પ્રથમ 100% ડિજિટલી સાક્ષર રાજ્ય બન્યું છે, જેના અંતર્ગત રાજ્યએ દરેક પરિવારના ઓછામાં ઓછા એક સભ્ય (5 વર્ષ કે તેથી વધુ ઉંમરના) ને કમ્પ્યુટર ચલાવવાનું અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું શીખવ્યું છે.
કેરળ ભારતનું પ્રથમ ૧૦૦% ડિજિટલી સાક્ષર રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ તેની સત્તાવાર જાહેરાત કરી હતી.
આ સિદ્ધિ 2023 માં શરૂ કરાયેલા “ડિજી કેરલમ” કાર્યક્રમમાંથી પ્રાપ્ત થઈ છે, જેનો ઉદ્દેશ્ય ડિજિટલ ક્રાંતિ અને ઈ-સેવાઓને તમામ રહેવાસીઓ સુધી પહોંચાડવાનો છે, પછી ભલે તેમની ઉંમર ગમે તે હોય.
તે કેરળના અગાઉના અક્ષય પ્રોજેક્ટ પર પણ આધારિત છે, જેણે મલપ્પુરમને ભારતનો પ્રથમ ઇ-સાક્ષર જિલ્લો બનાવ્યો હતો. ‘ડિજિટલી નિરક્ષર’ લોકોને ઓળખવા માટે, સર્વેક્ષણમાં કુલ 83.45 લાખ પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં 1.51 કરોડ લોકોનો સમાવેશ થાય છે.
ઈન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS)નું પ્રથમ ફ્લાઇટ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ | UPSC current affairs in gujarati
ભારતીય સંરક્ષણ સંશોધન સંગઠન (DRDO) એ ઓડિશાના દરિયાકાંઠે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) નું સફળ પરીક્ષણ કર્યું છે. આ બહુસ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે, જેમાં ક્વિક એક્શન સરફેસ ટુ એર મિસાઇલ (QRSAM), એડવાન્સ્ડ વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) અને લેસર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW)નો સમાવેશ થાય છે.
IADWS ને સુદર્શન ચક્ર મિશનનો મુખ્ય ઘટક માનવામાં આવે છે. આ મિશન ખાસ કરીને ડ્રોન સ્વોર્મ (ઝૂંડમાં થતા હુમલા) સામે સંરક્ષણ કવચ પૂરું પાડશે. PM નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલકિલ્લા પરથી આપેલા નિવેદનમાં આ મિશનની જાહેરાત કરી હતી.
એક સાથે ત્રણ અલગ અલગ લક્ષ્યો પર હુમલો કર્યો:
બે હાઈ-સ્પીડ માનવરહિત ડ્રોન
એક મલ્ટીકોપ્ટર ડ્રોન ત્રણે જુદા જુદા અંતર અને ઊંચાઈ પર હતા, પરંતુ સિસ્ટમે તેમને એકસાથે નિશાન બનાવી નાશ કર્યા.
રાજ્યમાં પ્રથમવાર એકસાથે ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે ૪૯૦ કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર | GPSC current affairs
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસ યોજનામાં ૧૦૦ ટકા સેચ્યુરેશન લાવવાના હેતુસર રાજ્યમાં ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયત ઘરો માટે ૪૮૯.૯૫ કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યુ છે.
૧૦ હજારથી વધુ વસ્તીવાળા ગામોને રૂ.૪૦ લાખ, ૫ થી ૧૦ હજાર સુધીની વસ્તી ધરાવતા ગામોને રૂ.૩૪.૮૩ લાખ અને ૫ હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામોને ૨૫ લાખ રૂપિયાનું અનુદાન ગ્રામ પંચાયત ઘર-તલાટી કમ મંત્રી આવાસ બનાવવા માટે અપાય છે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ સભ્ય બિમલેન્દ્ર મિશ્રાનું અવસાન | GPSC current affairs
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ સભ્ય અને અયોધ્યાના પૂર્વ રાજપરિવારના વંશજ બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાનું 75 વર્ષની વયે અવસાન થયું છે. અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો અંતિમ ચુકાદો આવ્યા પછી તેમને રામમંદિરના ‘રિસીવર’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ બહુજન સમાજ પાર્ટી(બીએસપી)ની ટિકિટ પર 2009માં ફેઝાબાદ(અયોધ્યા) બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા.
આંતરરાષ્ટ્રીય અને રક્ષણ કરંટ અફેર્સ | Current Affairs Gujarati 25 August 2025
જર્મનીના સહયોગથી ભારતમાં છ અત્યાધુનિક સબમરીન બનશે | GPSC current affairs
કેન્દ્ર સરકારે રક્ષા મંત્રાલય અને મઝગાંવ ડોકયાર્ડ લિ. (એમડીએલ)ને જર્મન સહયોગી કંપની થિસેન મરીન સીસ્ટમ્સ (ટીએમએસ) સાથે વાટાઘાટ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ કરાર પ્રોજેક્ટ ૭૫ ઈન્ડિયા હેઠળ થશે જેમાં છ અત્યાધુનિક સબમરીનનું ભારતમાં જ નિર્માણ થશે. ઉપરાંત ભારતે બે પરમાણુ સબમરીનના ઉત્પાદનની યોજના પણ બનાવી છે જેમાં ખાનગી ક્ષેત્રની કંપનીનો સહયોગ લેવામાં આવશે.
રક્ષા મંત્રાલયે જાન્યુઆરીમાં જ એમડીએલને આ પરિયોજના માટે જર્મન કંપનીના ભાગીદાર તરીકે નિયુક્ત કરી હતી.
આ કરારનો મુખ્ય હેતુ દેશમાં પારંપરિક સબમરીનની ડીઝાઈન અને નિર્માણની સ્વદેશી ક્ષમતા વિકસીત કરવાનો છે.
નૌસેનાની આગામી દાયકા દરમ્યાન દસ જૂની સબમરીનો નિવૃત્ત કરવાની યોજના છે. તેને સમાંતર ભારત બે પરમાણુ આક્રમક સબમરીનના નિર્માણની યોજના પણ બનાવી રહ્યું છે, જેમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) મહત્વની ભૂમિકા નિભાવશે.
રમતગમત કરંટ અફેર્સ | Current Affairs Gujarati 25 August 2025
ચેતેશ્વર પુજારાએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી | GPSC current affairs
ચેતેશ્વર પુજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે છેલ્લે ભારત માટે 2023 માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલમાં રમ્યો હતો.
તેણે 20 વર્ષની કારકિર્દીમાં 278 ફર્સ્ટ-ક્લાસ મેચ, 130 લિસ્ટ A અને 71 T20 મેચ રમી છે. ફર્સ્ટ-ક્લાસમાં તેણે 66 સદી સાથે 21301 રન બનાવ્યા છે. તે જ સમયે, તેણે લિસ્ટ A માં 16 સદી સાથે 5759 રન બનાવ્યા છે. જ્યારે T20 માં, તેણે એક સદી સાથે 1556 રન બનાવ્યા છે. પૂજારાએ ભારત માટે 103 ટેસ્ટ અને 5 ODI રમી છે. આ 108 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેણે 7200 થી વધુ રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં, પૂજારાએ 19 સદી અને 35 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 206 અણનમ છે.
નોર્થઈસ્ટ યુનાઈટેડ સતત બીજી વખત ડ્યુરાન્ડ કપ જીત્યો | GPSC current affairs
નોર્થઈસ્ટ યુનાઈટેડ એફસીએ (23 ઓગસ્ટ) 134મા ડ્યુરાન્ડ કપના ગ્રાન્ડ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન સાથે ટાઇટલ જીત્યું. નોર્થઈસ્ટ યુનાઈટેડ ટુર્નામેન્ટમાં પહેલી વાર રમી રહેલી ડાયમંડ હાર્બર એફસીને 6-1થી હરાવી.
સ્પર્ધાના વિજેતાને 1.21 કરોડ રૂપિયા અને રનર-અપને 60 લાખ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે. ટુર્નામેન્ટના સેમી-ફાઇનલમાં પહોંચનાર દરેકને 25 લાખ રૂપિયા મળશે.
ડ્યુરાન્ડ કપ 2025 એવોર્ડ વિજેતા
પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ (ગોલ્ડન બોલ): અલાઉદ્દીન અઝરાઇ (નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસી)
સૌથી વધુ ગોલ સ્કોરર (ગોલ્ડન બૂટ): અલાઉદ્દીન અઝરાઇ (નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસી)
શ્રેષ્ઠ ગોલકીપર (ગોલ્ડન ગ્લોવ): ગુરમીત સિંહ (નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસી)
👉 If you want to practice today’s Current Affairs Gujarati 25 August 2025 with MCQs, then click here
👉 If you want to read full Current Affairs Gujarati 23 August 2025, then click here
આવા જ દરરોજના કરંટ અફર્સ વાંચવા માટે અહીં , અહી ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]