Current Affairs Gujarati 21 August 2025
| Best for UPSC/GPSC
Current Affairs Gujarati 21 August 2025
| Best for UPSC/GPSC
Today’s
for UPSC,GPSC and other competitive exams. All news updates are explained in Gujarati for easy preparation.Current Affairs Gujarati 21 August 2025

રાષ્ટ્રીય સમાચારો | Current Affairs Gujarati 21 August 2025
આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ : 21 ઓગસ્ટ
21 ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
યુનાઈટેડ નેશન્સે સૌપ્રથમ 1990માં વરિષ્ઠ નાગરિકોના સન્માનમાં આ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસની ઉજવણીનો વિશેષ ધ્યેય વિશ્વના વડીલોને આદર આપવાનો છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વરિષ્ઠ નાગરિક કહેવામાં આવે છે.
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરની જન્મજયંતિ : 21 ઓગસ્ટ | Current Affairs Gujarati 21 August 2025
01 ડિસેમ્બર, 1885
21 ઓગસ્ટ, 1981
તેમનો જન્મ ઈ.સ. 1885માં સતારામાં થયો હતો. તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી. પરંતુ સાવંતવાડી વિસ્તારમાં આવેલા કાલેલી ગામના વતની હોવાથી તેઓ કાલેલકર તરીકે ઓળખાયા.
1907માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ. કર્યું. 1908માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. 1909માં મરાઠી દૈનિકમાં. 1910માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં. 1912માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. 1915થી શાંતિનિકેતનમાં. 1920થી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. 1928માં વિદ્યાપીઠના કુલનાયકપદે. 1934માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. 1935માં ‘રાષ્ટ્રભાષા સમિતિ’ના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. 1948થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને 1952થી એ દિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનનાં છેલ્લાં વર્ષો સુધી વ્યસ્ત.
1952માં રાજ્યસભાના સંસદસભ્ય તરીકે ને 1953માં ‘બેકવર્ડ ક્લાસ કમિશન’ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા. 1959ના ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વીસમા અધિવેશનના પ્રમુખ.
ગાંધીજી તરફથી તેમને “સવાઈ ગુજરાતી” નું બિરુદ મળેલું. 1964માં ‘પદ્મવિભૂષણ’નો ઈલ્કાબ અને 1965નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.
અગ્નિ-5 મિસાઈલનું સફળ ટેસ્ટિંગ | Current Affairs Gujarati 21 August 2025
ભારતે (20 ઓગસ્ટ) ઓડિશાના દરિયાકાંઠા પરથી અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું છે. અગ્નિ-5 એ ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત એક સ્વદેશી લાંબા અંતરની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઈલ છે.
અગ્નિ-5ની વિશેષતા
આ મિસાઈલ 5,000 કિલોમીટરથી વધુના અંતર સુધીના લક્ષ્યોને ભેદવાની ક્ષમતા ધરાવે છે, જે તેને ભારતની સૌથી શક્તિશાળી મિસાઈલોમાંથી એક બનાવે છે.
અગ્નિ-5 પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ છે અને તેને એક મોબાઈલ લોન્ચર પરથી છોડી શકાય છે, જે તેની ગતિશીલતા અને વ્યૂહાત્મક મહત્વ વધારે છે.
અગ્નિ-5માં નવીનતમ નેવિગેશન સિસ્ટમ, ઉચ્ચ ચોકસાઈવાળા રિંગ લેસર ગાયરો આધારિત ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ (RINS) અને માઇક્રો નેવિગેશન સિસ્ટમ (MINS) નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લક્ષ્યને ચોક્કસ રીતે ભેદવામાં મદદ કરે છે.
કર્ણાટક સરકારે અનુસૂચિત જાતિઓ માટે આંતરિક અનામત આપવાનો નિર્ણય લીધો | Current Affairs Gujarati 21 August 2025
કર્ણાટક સરકારે અનુસૂચિત જાતિઓ માટે આંતરિક અનામત (Internal Reservation) આપવાનો નિર્ણય લીધો છે. કર્ણાટક કેબિનેટે આ પ્રસ્તાવ પર મંજૂરી આપી દીધી છે. કેબિનેટની ખાસ બેઠકમાં આંતરિક અનામત સંબંધિત ન્યાયમૂર્તિ એચ.એન.નાગમોહન દાસ આયોગના રિપોર્ટની ભલામણો પર ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટે આ રિપોર્ટ સ્વીકાર કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ તેમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે.
નવા ફોર્મ્યુલા મુજબ, 17% અનામતમાંથી 6% SC લેફ્ટ સમુદાય માટે, તેમજ 6% SC રાઈટ સમુદાય માટે અને બાકીના 5% લંબાણી, ભોવી, કોરચા, કોરમા જેવી અન્ય પેટા-જાતિઓ માટે નક્કી કરવામાં આવ્યા છે.
આ નિર્ણય સુપ્રીમ કોર્ટના 1 ઓગસ્ટ, 2024ના ચુકાદા પછી શક્ય બન્યો છે, જેમાં રાજ્યોને અનુસૂચિત જાતિઓની અંદર પેટા-વર્ગીકરણ કરવાની સત્તા આપવામાં આવી હતી. કર્ણાટકમાં અનુસૂચિત જાતિઓની કુલ 101 પેટા-જાતિઓ છે, જેમાં મદિગા (SC લેફ્ટ) અને હોલેયા (SC રાઈટ) મુખ્ય છે.
PM-CM, મંત્રીઓને હટાવતું બિલ લોકસભામાં રજૂ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પીએમ-સીએમ અને મંત્રીઓને હટાવવાના બંધારણીય (130મો સુધારો), જમ્મુ-કાશ્મીર પુર્નગઠન (સુધારા) બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સુધારા) એમ ત્રણ બિલો ગૃહમાં રજૂ કર્યા હતા. અમિત શાહે લોકસભામાં રજૂ કરેલા મહત્વના બિલમાં વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓની સળંગ 30 દિવસ સુધી ધરપકડ થાય છે તો તેમને પદ પરથી હટાવવાની જોગવાઈ છે. આ ખરડાની દરખાસ્ત અનુસાર, જો વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાનો અથવા મુખ્યપ્રધાનની ધરપકડ કરવામાં આવે અને ઓછામાં ઓછા પાંચ વર્ષની જેલની સજા થાય તેવા ગુનાઓ માટે સતત ૩૦ દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો તેઓ 31મા દિવસે તેમનું પદ ગુમાવી દેશે.
અમિત શાહે આ બિલોને સંસદની સંયુક્ત કમિટી (જેપીસી)ને મોકલવા દરખાસ્ત કરી હતી. સંસદના આગામી સત્રના (અંદાજે નવેમ્બરના અંતમાં) પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે બિલો અંગે જેપીસીને રિપોર્ટ સોંપવા જણાવાયું છે. જેપીસીમાં લોકસભાના 21 સભ્યો અને રાજ્યસભાના 10 સભ્યો બિલોની સમીક્ષા કરશે જેમના નામો ટૂંક સમયમાં જાહેર કરાશે.
જલાલાબાદ હવે ‘પરશુરામપુરી’ નામથી ઓળખાશે | Current Affairs Gujarati 21 August 2025
ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદ હવે ‘પરશુરામપુરી’ નામથી ઓળખાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેની મંજૂરી આપી દીધી છે. આ મામલે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. કેન્દ્રીય રાજ્યમંત્રી જિતિન પ્રસાદે કેન્દ્ર સરકાર સમક્ષ જલાલાબાદનું નામ બદલવાની માગ કરી હતી.
27 જુન, 2025ના રોજ ઉત્તર પ્રદેશની સરકાર તરફથી જલાલાબાદનું નામ બદલવા માટે એક પત્રવ મોકલવામાં આવ્યો હતો. ભારત સરકારે શહેર ‘જલાલાબાદ’નું નામ બદલી ‘પરશુરામપુરી’ કરવા પર કોઈ સમસ્યા નથી.
‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાત ૦૬ કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં ત્રીજા ક્રમે | Current Affairs Gujarati 21 August 2025
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં તા. ૦૪ જૂન થી ૧૮ ઓગષ્ટ-૨૦૨૫ સુધીમાં ત્રીજા નંબરે સૌથી વધુ ૬.૦૫ કરોડથી વધુ વૃક્ષારોપણ કરી રાજ્યના ગ્રીન કવરમાં વધારો કરવા નવો કીર્તિમાન-રેકોર્ડ સ્થાપ્યો છે. જ્યારે વસ્તી-વિસ્તારના સાપેક્ષમાં ઉત્તરપ્રદેશ ૩૨.૫૧ કરોડ વૃક્ષારોપણ સાથે દેશમાં પ્રથમ જ્યારે ૦૮ કરોડ સાથે રાજસ્થાન બીજા ક્રમે છે. આગામી સમયમાં સૌના સાથ સહકારથી આ અભિયાન હેઠળ કુલ ૧૦ કરોડથી વધુ વૃક્ષારોપણનો લક્ષ્યાંક સિદ્ધ કરવાનું ગુજરાત સરકારનું આયોજન છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગત વર્ષ ૨૦૨૪માં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તા. ૫ જૂન નિમિતે ‘એક પેડ મા કે નામ’ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રથમવાર શુભારંભ કરવામાં આવ્યો હતો.
તા. ૧૮ ઓગષ્ટ-૨૦૨૫ની સ્થિતિએ ગ્રામીણ વિસ્તારમાં ૫.૫૬ કરોડ જ્યારે શહેરી વિસ્તારમાં ૪૯ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ કુલ ૬૧ લાખ વૃક્ષારોપણ સાથે રણ-સરહદી વિસ્તારની ઓળખ ધરાવતો બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથમ નંબર પર છે. આ સિવાય વૃક્ષારોપણમાં અનુક્રમે તાપી જિલ્લામાં ૪૮ લાખથી વધુ, પંચમહાલમાં ૪૩ લાખથી વધુ, વલસાડમાં ૪૧ લાખથી વધુ, સાબરકાંઠામાં ૪૦ લાખથી વધુ જ્યારે ડાંગમાં ૩૫ લાખથી વધુ એમ કુલ ૩૩ જિલ્લાઓમાં ગ્રામીણ અને શહેરી વિસ્તાર મળીને કુલ ૦૬.૦૫ કરોડથી વધુ વૃક્ષો ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં વાવવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય અને કૂટનીતિ | Current Affairs Gujarati 21 August 2025
ભારત-વિયેતનામ કોસ્ટ ગાર્ડ્સની છઠ્ઠી ઉચ્ચ સ્તરીય બેઠક હનોઈમાં યોજાઈ
ભારત અને વિયેતનામના કોસ્ટ ગાર્ડ વચ્ચે છઠ્ઠી ઉચ્ચ સ્તરીય બેઠક હનોઈમાં યોજાઈ હતી. આ બેઠક 2015 માં બંને દેશોની કોસ્ટ ગાર્ડ એજન્સીઓ વચ્ચે થયેલા કરાર હેઠળ યોજાઈ હતી.
આ બેઠકની સહ-અધ્યક્ષતા ભારતીય કોસ્ટ ગાર્ડના અધિક મહાનિર્દેશક આનંદ પ્રકાશ બડોલા અને વિયેતનામ કોસ્ટ ગાર્ડના વાઇસ કમાન્ડન્ટ મેજર જનરલ વુ ટ્રંગ કીન દ્વારા કરવામાં આવી હતી. બેઠકમાં દરિયાઈ શોધ અને બચાવ, દરિયાઈ કાયદા અમલીકરણ, દરિયાઈ પ્રદૂષણ પ્રતિભાવ અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા સંમતિ દર્શાવવામાં આવી હતી. ઉપરાંત, દરિયાઈ સુરક્ષા અને પર્યાવરણીય સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત SAR કામગીરી અને પ્રદૂષણ પ્રતિભાવ પહેલના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો.
મોહમ્મદ સલાહે પ્રોફેશનલ ફૂટબોલર્સ એસોસિએશન (PFA) નો મેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ ત્રીજી વખત જીત્યો | Current Affairs Gujarati 21 August 2025
લિવરપૂલના વિંગર મોહમ્મદ સલાહે પ્રોફેશનલ ફૂટબોલર્સ એસોસિએશન (PFA) નો મેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો. તેણે ત્રીજી વખત આ એવોર્ડ જીત્યો અને આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો.
PFA ફૂટબોલર ઓફ ધ યર એવોર્ડ 1973-74 માં શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારથી સાલાહ એકમાત્ર ફૂટબોલર છે જેણે આ એવોર્ડ ત્રણ વખત જીત્યો છે. તેણે 2017-18, 2021-22 અને 2024-25 માં આ એવોર્ડ જીત્યો છે.
રમતગમત અને સંસ્કૃતિ | Current Affairs Gujarati 21 August 2025
કાર્લોસ અલ્કારાઝે કારકિર્દીમાં પહેલીવાર સિનસિનાટી ટ્રોફી જીતી
સ્પેનિશ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે સિનસિનાટી ઓપન 2025 ની ફાઇનલમાં ઇટાલિયન ખેલાડી જાનિક સિનરને હરાવીને પોતાનું પહેલું ટાઇટલ જીત્યું. અલકારાઝના કારકિર્દીનું આ આઠમું ATP માસ્ટર્સ 1000 ટાઇટલ છે. તે કાર્લોસ મોયા (2002) અને રાફેલ નડાલ (2013) પછી પુરુષોનો ટાઇટલ જીતનાર ત્રીજો સ્પેનિશ ખેલાડી છે.
અનંતજીત સિંહ નારુકાએ પુરુષોની સ્કીટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો | Current Affairs Gujarati 21 August 2025
કઝાકિસ્તાનના શ્યામકેન્ટ ખાતે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની સ્કીટ ઇવેન્ટમાં ભારતના અનંતજીત સિંહ નારુકાએ ગોલ્ડ મેડલ જીત્યો. નારુકાએ ફાઇનલમાં કુવૈતના મન્સૂર અલ રશીદીને હરાવ્યો. અગાઉ, સૌરભ ચૌધરી અને સુરુચી ઈન્દર સિંહની ભારતીય જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. સૌરભ અને સુરુચીએ ચાઇનીઝ તાઈપેઈની જોડી લિયુ હેંગ-યુ અને સિહ હસિઆંગ-ચેનને 17-9 થી હરાવી.
એશિયન વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2026, આર્ચરી એશિયા પેરા કપ 2026, વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સ 2029 અમદાવાદમાં યોજાશે
આગામી વર્ષોમાં ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદમાં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગેમ્સનું આયોજન થવાનું છે, 2025માં જ કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ, એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ અને AFC અંડર-17 એશિયન કપ ક્વૉલિફાયર એમ ત્રણ મોટી ઇવેન્ટ્સ યોજાશે અને વિશ્વભરના ટોચના ખેલાડીઓ અમદાવાદના મહેમાન બનશે.
અમદાવાદના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 24 થી 30 ઓગસ્ટ દરમિયાન પ્રતિષ્ઠિત કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2025નું આયોજન છે. આ ચૅમ્પિયનશિપમાં 29 દેશોના 350થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ત્યારબાદ સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ 2025 યોજાશે, જેમાં ચીન, જાપાન અને કોરિયા જેવા દેશોના તરવૈયાઓ ભાગ લેશે.
ભારત 22 થી 30 નવેમ્બર, 2025 દરમિયાન આયોજિત AFC U17 એશિયન કપ સાઉદી અરેબિયા 2026 ક્વૉલિફાયરના સાત યજમાન દેશોમાંનો એક છે. ભારતમાં આયોજિત તમામ મૅચ અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા ધ અરેના ખાતે યોજાશે.
વર્ષ 2026માં એશિયન વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ અને આર્ચરી એશિયા પેરા કપ- વર્લ્ડ રેન્કિંગ ટુર્નામેન્ટનું આયોજન પણ અમદાવાદમાં થશે. આ ઉપરાંત, ભારતે વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સ 2029નું આયોજન કરવાનું સન્માન મેળવ્યું છે અને આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને એકતા નગર (કેવડિયા)માં યોજાશે.
👉 If you want to practice today’s Current Affairs Gujarati 21 August 2025 with MCQs, then click here.
👉 If you want to read Current Affairs Gujarati 19 August 2025, then click here.
👉 Join our Telegram channel for Gujarat Government Exams to get daily study content, PDFs, current affairs in Gujarati, and the latest exam updates – click here.