Current Affairs Gujarati 18 September 2025
| Best for UPSC/GPSC
Current Affairs Gujarati 18 September 2025
| Best for UPSC/GPSC
Today’s
for UPSC,GPSC and other competitive exams. All news updates are explained in Gujarati for easy preparation.Current Affairs Gujarati 18 September 2025

મહત્વપૂર્ણ દિવસો કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 18 September 2025
આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ : 18 સપ્ટેમ્બર | Gujarati current affairs
આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ (International Equal Pay Day) દર વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2020થી થઇ છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 15 નવેમ્બર 2019 ના રોજ ’18 સપ્ટેમ્બર’ને આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ તરીકે મનાવવાનો ઠરાવ અપનાવ્યો હતો, જે ‘સમાન પગાર માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધન’ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ ઠરાવને કુલ 105 સભ્ય દેશો દ્વારા મંજૂરી અપાઇ હતી. આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસનો ઉદ્દેશ્ય સમાન મૂલ્યના કામ માટે સમાન વેતન હાંસલ કરવાનો અને મહિલાઓ અને સ્ત્રીઓ સામેના ભેદભાવ સહિત તમામ પ્રકારના ભેદભાવ સામેની દિવાલોને તોડી પાડવાનો છે.
વિશ્વ વાંસ દિવસ : 18 સપ્ટેમ્બર | Gujarati current affairs
વિશ્વ વાંસ દિવસ (World Bamboo Day) દર વર્ષે 18 સપ્ટેમ્બરે ઉજવાય છે. વાંસના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા અને રોજિંદા જીવનમાં વાંસની પેદાશોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વાંસનો ઉપયોગ મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયામાં વિવિધ હેતુઓ માટે થાય છે. વાંસની 115 થી વધુ જાતિઓ અને 1,400 પ્રજાતિઓ છે. વિશ્વ વાંસ સંગઠનની સ્થાપના 2005માં કરવામાં આવી હતી.
વિશ્વ વાંસ સંગઠને બેંગકોકમાં 18 સપ્ટેમ્બર 2009ના રોજ પ્રથમવાર વિશ્વ વાંસ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. વર્લ્ડ બામ્બુ ઓર્ગેનાઈઝેશને 8મી વર્લ્ડ બામ્બૂ કોંગ્રેસમાં આની ઘોષણા કરી હતી, ત્યારથી દર વર્ષે 18 સપ્ટેમ્બર વિશ્વભરમાં વિશ્વ વાંસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય વાંસના ઉપયોગ વિશે જાગૃતિ વધારવાનો અને કુદરતી સંસાધનોનું રક્ષણ કરવાનો છે.
સામાજિક કાર્યકર ભગવાન દાસની પુણ્યતિથિ : 18 સપ્ટેમ્બર
જન્મ : જાન્યુઆરી 12, 1869
મૃત્યુ : સપ્ટેમ્બર 18, 1958
તેઓ ભારતીય થીઓસૉફિસ્ટ અને સામાજિક કાર્યકર હતા. થોડો સમય તેઓએ બ્રિટિશ ભારતની ધારાસભામાં પણ સેવા આપી.
સ્નાતક થયા પછી 1894માં એની બેસન્ટના પ્રવચનોથી પ્રભાવીત થઈ તેઓ થીઓસૉફિકલ સોસાયટીમાં જોડાયા.
એની બેસન્ટ સાથે મળી તેઓએ ’સેન્ટ્રલ હિંદુ કોલેજ’ની સ્થાપના કરી જે પછીથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય બન્યું. ભગવાન દાસે તે પછી કાશી વિદ્યાપીઠની પણ સ્થાપના કરી અને આ રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયનાં વડા તરીકે સેવા આપી. તેમણે સંસ્કૃત અને હિંદીમાં ૩૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા.
નવી દિલ્હીમાં એક રસ્તાને તેમનું નામ અપાયું છે અને વારાણસીના સિગ્રા વિસ્તારની એક વસાહતને ’ડૉ.ભગવાન દાસ નગર’ નામ અપાયું છે.
તેમને 1955માં ભારત રત્નથી સન્માનવામાં આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 18 September 2025
વિશ્વ બેંકે કાર્લોસ ફેલિપ જારામિલોને પૂર્વ એશિયા અને પેસિફિક માટે ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા | UPSC current affairs in gujarati
૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ, વિશ્વ બેંક જૂથે કાર્લોસ ફેલિપ જારામિલોને પૂર્વ એશિયા અને પેસિફિક (EAP) ક્ષેત્ર માટે ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. આ નિમણૂક બેંકના પ્રાદેશિક કામગીરીમાં નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે, જેમાં સિંગાપોરને હવે પ્રાદેશિક કેન્દ્ર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.
કાર્લોસ ફેલિપ જારામિલોએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી વિકાસ અર્થશાસ્ત્રમાં એમએ અને પીએચડીની ડિગ્રી મેળવી છે.
કાર્લોસ ફેલિપ જારામિલોનો અનુભવ
- લેટિન અમેરિકા અને કેરેબિયન (૨૦૨૦-૨૦૨૫) માટે ઉપપ્રમુખ, ૩૧ દેશોમાં ૪૧.૫ બિલિયન યુએસ ડોલરના સંચાલનનું નિરીક્ષણ.
- પૂર્વ આફ્રિકાના ડિરેક્ટર, એરિટ્રિયા, કેન્યા, રવાન્ડા, સોમાલિયા અને યુગાન્ડામાં 12 બિલિયન યુએસ ડોલરના 80 થી વધુ પ્રોજેક્ટ્સ સાથે વિકાસ કાર્યક્રમોનું સંચાલન.
- મેક્રોઇકોનોમિક્સ, ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ ગ્લોબલ પ્રેક્ટિસના વડા, વૈશ્વિક આર્થિક વિકાસ વ્યૂહરચનામાં યોગદાન.
- તેમણે કોલંબિયા સરકારમાં પણ વરિષ્ઠ ભૂમિકાઓ નિભાવી હતી, જેના કારણે જાહેર નીતિ, શાસન અને મેક્રોઇકોનોમિક સુધારાઓ પર એક અનોખો દ્રષ્ટિકોણ આવ્યો હતો.
નેપાળ રમખાણો દરમિયાન માર્યા ગયેલાનાં કુટુમ્બીજનોને રૂ. 1 લાખ આપશે
નેપાળમાં ‘જનરેશન-ઝેડ’ (ક્રાંતિકારી યુવા પેઢી) દ્વારા કે.પી. શર્મા ઓલીની સરકાર વિરૂદ્ધ તોફાનો કરાતાં પોલીસે છેવટે ગોળીબારનો આશ્રય લેતા માર્યા ગયેલાઓનાં કુટુમ્બીજનોને નેપાળી રૂપિયા ૧ લાખની સહાય કરવાની અંતરિમ સરકારે જાહેરાત કરી છે.
દેશ 17 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શોક પણ ઉજવશે, અને નેપાળનો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
ભારત કૂલિંગ એક્શન પ્લાન લાગુ કરનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક બન્યો
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે ભારત કૂલિંગ એક્શન પ્લાન લાગુ કરનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક બની ગયો છે. નવી દિલ્હીમાં 31મા વિશ્વ ઓઝોન દિવસના કાર્યક્રમ દરમિયાન તેમના સંદેશમાં, શ્રી યાદવે માહિતી આપી હતી કે ભારત હાઇડ્રોફ્લોરોકાર્બનનું ઉત્પાદન અને ઉપયોગ 67.5 ટકા ઘટાડવામાં સફળ રહ્યું છે.
પર્યાવરણ મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના સહયોગથી, 120 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને આધુનિક તાલીમ સાધનો પૂરા પાડશે જેથી વિદ્યાર્થીઓને આ ક્ષેત્રના પડકારો માટે તૈયાર કરી શકાય. વિજ્ઞાનથી વૈશ્વિક કાર્યવાહી સુધીની થીમ પર આધારિત, આ કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓ એકત્ર થયા હતા.
તમામ ૧૯૮ પક્ષો દ્વારા મંજૂર કરાયેલ મોન્ટ્રીયલ પ્રોટોકોલ, સૌથી સફળ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય કરાર તરીકે વ્યાપકપણે ઓળખાય છે. તેના કારણે રેફ્રિજરેશન, એર કન્ડીશનીંગ, અગ્નિશામક ફોમ અને એરોસોલમાં વપરાતા ઓઝોન-અવક્ષયકારક પદાર્થોનો ઉપયોગ તબક્કાવાર રીતે બંધ થયો છે, જેનાથી અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગથી થતા આરોગ્ય અને ઇકોસિસ્ટમના જોખમોમાં ઘટાડો થયો છે.
રાષ્ટ્રીય અને રાજ્ય કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 18 September 2025
વર્ષ 2025-26માં ખાદ્યાન્ન ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક 362.50 મિલિયન ટન નક્કી કરાયો
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે રવી સિઝન 2025-26 માટે ખાદ્યાન્ન ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક 362.50 મિલિયન ટન નક્કી કરવામાં આવ્યો છે. શ્રી ચૌહાણે રાષ્ટ્રીય કૃષિ પરિષદ – રવી અભિયાન 2025 દરમિયાન રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે ચર્ચાની અધ્યક્ષતા કર્યા બાદ નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી.
આ વર્ષનો લક્ષ્યાંક 2024-25માં પ્રાપ્ત થયેલા ખાદ્યાન્ન ઉત્પાદન કરતા 2.4 ટકા વધુ છે. તેમણે ખાતરી આપી હતી કે દેશની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતા પ્રમાણમાં બીજનો જથ્થો ઉપલબ્ધ છે.
શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વડાઓના બીજા રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું | GPSC current affairs
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વડાઓના બીજા રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે, શ્રી અમિત શાહે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના વાર્ષિક અહેવાલ-2024નું વિમોચન કર્યું હતું અને ઓનલાઈન ડ્રગ ડિસ્પોઝલ ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. 16 અને 17 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ પરિષદમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ANTF વડાઓ સાથે અન્ય સરકારી વિભાગોના હિસ્સેદારો ભાગ લઈ રહ્યા છે.
નશા મુક્ત ભારત અભિયાનમાં ANTF અને નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર (NCORD) ની નિર્ણાયક ભૂમિકા છે.
વર્ષ 2004 થી 2013 દરમિયાન જપ્ત કરાયેલા ડ્રગ્સનો જથ્થો 26 લાખ કિલોગ્રામ હતો, જેની કિંમત 40 હજાર કરોડ રૂપિયા હતી, જે 2014થી 2025 સુધીમાં વધીને 1 કરોડ કિલોગ્રામ થયુ, જેની કિંમત 1 લાખ 65 હજાર કરોડ રૂપિયા છે.
સુરતની પલસાણા ગ્રામ પંચાયતને પહેલો રાષ્ટ્રીય E-શાસન પુરસ્કાર | GPSC current affairs
સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઈ-શાસન પુરસ્કાર (National e-Governance Awards- NAeG) 2025 માટે પસંદ કરવામાં આવી છે. આ પુરસ્કાર ગ્રામ્ય સ્તરે ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપવા માટે પહેલીવાર આયોજિત થઈ રહ્યો છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ત્રિપુરા અને ઓડિશાની અન્ય પંચાયતોને પણ આ એવોર્ડ આપવામાં આવશે. એવોર્ડ વિતરણ સમારોહ 22-23 સપ્ટેમ્બર, 2025ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે યોજાનારી 28મી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ કોન્ફરન્સ દરમિયાન યોજાશે.
પલસાણા ગ્રામ પંચાયતનો આ પ્રયાસ “ડિજિટલ ઇન્ડિયા” તરફ એક સશક્ત કદમ છે. અહીં ઈ-ગ્રામ (E-Gram) પ્રોજેક્ટ હેઠળ સરકારની તમામ ડિજિટલ સેવાઓ ગામના લોકોને ઘર આંગણે પહોંચાડવામાં આવે છે. NEOR, ડિજિટલ ગુજરાત, ઇ-ઓળખ અને PM કિસાન જેવા પોર્ટલ્સ દ્વારા ગ્રામજનો જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર, આવકનો દાખલો, રેશન કાર્ડ, વિધવા અને વૃદ્ધ સહાય, લાઈટ બિલ, જમીનના રેકોર્ડ અને મનરેગા (MNREGA) જોબ કાર્ડ જેવી સેવાઓ મેળવી શકે છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર જુના સચિવાલયથી “નમો કે નામ રક્તદાન” મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા જુના સચિવાલય ખાતે આયોજીત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો હતો.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ ક્ષણે કર્મચારી મહામંડળ દ્વારા નમો કે નામ રક્તદાન માટે બનાવવામાં આવેલી એપનું પણ નિરીક્ષણ કરીને તેની સરાહના કરી હતી.રાજ્યમાં 378 થી વધુ જગ્યાએ આ ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન થનાર છે. જેના માટે નમો કે નામ રક્તદાન એપ મારફતે કર્મચારીએ રજીસ્ટ્રેશન કરાવ્યું
રાજ્યમાં 1.28 લાખથી વધુ કર્મચારીઓએ નમો કે નામ રક્તદાન ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન કરાવ્યું છે.
સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સનું ઉદઘાટન | GPSC current affairs
કોલકાતા સ્થિત ભારતીય લશ્કરના પૂર્વ કમાન્ડ મુખ્યાલય ફોર્ટ વિલિયમમાં પીએમ મોદીએ 16મી સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ ઉપરાંત લશ્કરની ત્રણેય પાંખના વડાઓ તથા ટોચના કમાન્ડર્સ હાજર રહ્યા હતા. વડાપ્રધાને ભારતીય સશસ્ત્ર દળો વિઝન 2047 દસ્તાવેજનું અનાવરણ પણ કર્યું હતું.
રમતગમત કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 18 September 2025
વર્લ્ડ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે પહેલીવાર જીત્યો ગોલ્ડ મેડલ | UPSC current affairs in gujarati
ભારતીય સ્પીડ સ્કેટર આનંદકુમાર વેલકુમારે ચીનમાં બેઇદાઇહેમાં સ્પીડ સ્કેટિંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં પહેલો ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે. આ રમતમાં પહેલી વાર કોઈ ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. 22 વર્ષના આનંદકુમારે પુરુષોની સીનિયર 1000 મીટર સ્પ્રિન્ટ સ્પર્ધામાં 1:24.924ના સમયમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અગાઉ પર આનંદકુમાર વેલકુમારે 500 મીટર સ્પ્રિન્ટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સ્કેટિંગ સ્પર્ધામાં આ મેડલ ભારતનો પહેલો સીનિયર વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ હતો.
સ્કેટર આનંદકુમાર વેલકુમાર
2021માં તેને જૂનિયર વિશ્વ ચેમ્પિયનશિપમાં 15 કિમી એલિમિનેશન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને તેની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. બે વર્ષ બાદ તેને હાંગઝોઉમાં આયોજિત એશિયન ગેમ્સમાં 3000 મીટરનિ ટીમ રિલેમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તમિલનાડુમાં રહેતા આનંદકુમાર વેલકુમાર રમત સાથે અભ્યાસમાં પણ સારા છે. તેણે એન્જિનિયરિંગમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે.
મહિલા એશિયા કપ 2025માં ભારતીય મહિલા હોકી ટીમે રજત ચંદ્રક જીત્યો | GPSC current affairs
મહિલા એશિયા કપ 2025માં ભારતીય મહિલા હોકી ટીમે રજત ચંદ્રક જીત્યો છે. હાંગઝોઉમાં ચીન સામે રમાયેલી ફાઇનલમાં ભારતે, નવનીત કૌરના પહેલી જ મિનિટમાં પેનલ્ટી કોર્નર ગોલથી શાનદાર શરૂઆત કરી. જોકે, ચીને 21મી મિનિટમાં ગોલ કરી બરાબરી કરી. હાફટાઇમ સુધી બંને ટીમો 1-1થી બરાબરી પર હતી. ત્યારબાદ ચીને અંતિમ ક્વાર્ટરમાં બે ઝડપી ગોલ કરીને મેચ 4-1થી જીતી લીધી.
👉 If you want to practice Praajasv Foundation‘s today’s Current Affairs MCQs in Gujarati 18 September 2025 with MCQs, then click here
👉 If you want to read Praajasv Foundation’s Current Affairs Gujarati 17 September 2025, then click here
આવા જ દરરોજના કરંટ અફર્સ વાંચવા માટે અહીં , અહી ક્લિક કરો
ઓગસ્ટ મહિનાના તમામ મહત્વપૂર્ણ કરંટ અફર્સ એક જ જગ્યાએ વાંચવા માટે, અહી ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]