Current Affairs Gujarati 15 September 2025
| Best for UPSC/GPSC
Current Affairs Gujarati 15 September 2025
| Best for UPSC/GPSC
Today’s
for UPSC,GPSC and other competitive exams. All news updates are explained in Gujarati for easy preparation.Current Affairs Gujarati 15 September 2025

મહત્વપૂર્ણ દિવસ કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 15 September 2025
એન્જિનિયર્સ ડે : 15 સપ્ટેમ્બર | Gujarati current affairs
દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ ‘મોક્ષગુંડમ વિશ્વેશ્વરાય’ની જન્મજયંતિને એન્જિનિયર્સ ડે તરીકે ઓળખવામાં આવે છે. એન્જિનિયર્સ ડે સૌપ્રથમ 1968 માં ઉજવવામાં આવ્યો હતો.
સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયનો જન્મ 15 સપ્ટેમ્બર 1861ના રોજ કર્ણાટકના મુડેનાહલ્લી ગામમાં થયો હતો.
તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા પૂણેની સાયન્સ કૉલેજમાં પ્રવેશ લીધો, જ્યાંથી તેમણે 1883માં પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો. તેમનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમને બોમ્બે સરકાર તરફથી નાસિકમાં સહાયક એન્જિનિયર તરીકે નોકરીની ઓફર મળી.
એમ વિશ્વેશ્વરાય 1912 થી 1918 સુધી મૈસુરના દિવાન હતા. હકીકતમાં, તેઓ મૈસુરમાં કૃષ્ણ રાજા સાગર ડેમ પાછળનું મગજ તેમજ હૈદરાબાદ શહેર માટે પૂર સંરક્ષણ પ્રણાલીના મુખ્ય ડિઝાઇનર હતા. મૈસુરના કૃષ્ણ રાજા વાડિયાર IV મહારાજાએ રાજ્યની ગંભીર આર્થિક સ્થિતિ હોવા છતાં દુષ્કાળ દરમિયાન બંધ બાંધ્યો હતો. તેમના માનમાં ડેમનું નામકરણ કરવામાં આવ્યું હતું. એમ વિશ્વેશ્વરાયને બ્લોક સિસ્ટમ, પાણીના પ્રવાહને અવરોધતા સ્વચાલિત દરવાજાની શોધ કરવાનો શ્રેય આપવામાં આવે છે. સર વિશ્વેશ્વરાયે ફ્લડગેટ્સની ડિઝાઇન અને પેટન્ટ કરી હતી, જે સૌપ્રથમ 1903 માં ખડકવાસલા જળાશય, પુણેમાં સ્થાપિત કરવામાં આવી હતી.
સર એમ. વિશ્વેશ્વરાય બેંગ્લોરમાં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ બેંગ્લોર’ની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય હતા. બાદમાં, તેઓ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ ગવર્નિંગ બોર્ડના સભ્ય બન્યા. આ ઉપરાંત એમ. વિશ્વેશ્વરાયે તેમની કારકિર્દીમાં ઘણા પુસ્તકો પણ લખ્યા છે – ભારતનું પુનર્નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ મુખ્ય છે.
અવોર્ડ અને સન્માનો
- 1911 – તત્કાલીન બ્રિટીશ સરકાર દ્વારા ‘ઓર્ડર ઓફ એમ્પાયર’નો ખિતાબ
- 1915- તત્કાલીન બ્રિટીશ સરકાર દ્વારા ‘નાઈટહુડ’નો ખિતાબ
- 8 જેટલા વિશ્વવિદ્યાલયો દ્વારા ‘ડોક્ટર ઓફ્ સાયન્સ’ અને ‘ડોકટર ઓફ લિટરેચર’ની પદવીઓ મળી હતી.
- તેમની યાદગીરીમાં કર્ણાટક રાજ્યની ટેકનોલોજી યુનિવર્સીટી, ઇજનેરી કોલેજ અને બેંગ્લોરનુ સંગ્રહાલય અને નાગપુરની ઇજનેરી કોલેજના નામો રાખવામાં આવ્યા છે.
- તેમને 1955માં ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એનાયત થયું હતું.
આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ : 15 સપ્ટેમ્બર | Gujarati current affairs
15 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુએન હંમેશા મનવ અધિકારો અને વિકાસના એજન્ડા પર કાર્ય કરે છે. તેથી યુએન જનરલ એસેમ્બલીએ 8 નવેમ્બર,2007ના રોજ 15 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. વિશ્વના 56 દેશોએ લોકશાહી શાસન પ્રણાલિ અપનાવી છે. જેમાં ભારત, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઈઝરાયલ, ઈંગ્લેન્ડ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ વગેરેનો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનો ઉદ્દેશ લોકોને લોકશાહીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો અને લોકોના અધિકારોની રક્ષા માટે સરકારોને વિનંતી કરવાનો છે.
આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 15 September 2025
બ્રહ્મોસની સિસ્ટર મિસાઈલ ઓનિક્સનું રશિયામાં પરીક્ષણ
ફ્લીટે કુરિલ ટાપુઓમાં પરમુશીરથી 350 કિમી દૂર તેના લક્ષ્ય પર બાસ્ટિયન સિસ્ટમથી ઓનિક્સ ક્રુઝ મિસાઈલ છોડ્યું. તે ભારતના મુખ્ય શસ્ત્ર બ્રહ્મોસની સહાયક મિસાઈલ છે. ઓનિક્સ એ મૂળ મિસાઈલ છે જેના પર બ્રહ્મોસ આધારિત છે. આવી સ્થિતિમાં, તેને બ્રહ્મોસની સહાયક અથવા ‘બહેન મિસાઈલ’ કહેવામાં આવે છે. ઓનિક્સ ક્રુઝ મિસાઈલ (P-800 ઓનિક્સ) જમીન, જહાજ, સબમરીન અથવા વિમાનથી છોડવામાં આવી શકે છે.
રશિયાએ હાઇપરસોનિક ઝિર્કોન મિસાઇલનું પરીક્ષણ કર્યું
લશ્કરી કવાયત દરમિયાન રશિયાએ તેના સૌથી ઘાતક હથિયારો પૈકી એક હાઇપરસોનિક ઝિર્કોન મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલની ગતિ અવાજની ગતિ કરતાં 9 ગણી વધારે છે, જેને રોકવી લગભગ અશક્ય છે.
રશિયામાં 3M22 ઝિર્કોન અને નાટોમાં SS-N-33 તરીકે ઓળખાતી આ મિસાઇલની રેન્જ 400 થી 1,000 કિલોમીટર છે, અને તેનું વોરહેડ વજન લગભગ 300-400 કિલોગ્રામ છે.
રાષ્ટ્રીય કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 15 September 2025
PM મોદીએ મણિપુરને રૂ. 7300 કરોડની ભેટ આપી | UPSC current affairs in gujarati
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2023ની મણિપુર હિંસા પછી સૌપ્રથમ વાર ત્યાં પહોંચ્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેમણે અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. તેમણે ચૂડાચાંદપુરમાં રૂ. 7300 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો.
આ યોજનાઓમાં સૌથી મોટી યોજના રૂ. 3,647 કરોડની મણિપુર શહેરી માર્ગ, ડ્રેનેજ અને પ્રોપર્ટી મેનેજમેન્ટ સુધાર યોજના છે. એ ઉપરાંત વડા પ્રધાને રૂ. 550 કરોડની મણિપુર ઇન્ફોટેક ડેવલપમેન્ટ (MIND) યોજના જાહેર કરી છે. એ સાથે જ રૂ. 142 કરોડથી નવ વર્કિંગ વુમન હોસ્ટેલ્સ અને રૂ. 105 કરોડમાં સુપર સ્પેશિયાલિટી હેલ્થ સર્વિસ સ્થાપવાની પણ જાહેરાત કરી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના ગોલાઘાટમાં બાયોઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું | GPSC current affairs
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના ગોલાઘાટ ખાતે નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ (NRL) ખાતે આસામ બાયોઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને પોલીપ્રોપીલિન પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. આસામને આશરે ₹18,000 કરોડના પ્રોજેક્ટ્સ ફાળવવામાં આવ્યા છે. તેમણે વાંસમાંથી બાયો-ઇથેનોલ ઉત્પન્ન કરતા આધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
પહેલી વાર મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન | UPSC current affairs in gujarati
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે છે. તેઓ હાલમાં મિઝોરમમાં છે, જ્યાં તેમણે રાજ્યને રેલ્વેની ભેટ આપી છે. વડાપ્રધાને મિઝોરમના આઇઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. તેમણે પહેલી વાર મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે જ ત્રણ નવી એક્સ્પ્રેસને પણ લીલી ઝંડી બતાવી છે.
બે દિવસીય ‘રાષ્ટ્રીય કૃષિ પરિષદ – રવિ અભિયાન 2025’ | GPSC current affairs
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ૧૫-૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ ભારત રત્ન સી. સુબ્રમણ્યમ ઓડિટોરિયમ, પુસા કેમ્પસ, નવી દિલ્હી ખાતે ‘રાષ્ટ્રીય કૃષિ પરિષદ – રવિ અભિયાન ૨૦૨૫’નું આયોજન કરી રહ્યું છે. આ બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ દેશભરના કૃષિ નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, નીતિ નિર્માતાઓ અને રાજ્ય સરકારોના વરિષ્ઠ પ્રતિનિધિઓ માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડશે, જ્યાં રવી વાવણી ઋતુ ૨૦૨૫-૨૬ માટેની તૈયારીઓ, ઉત્પાદન લક્ષ્યો અને વ્યૂહરચના પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
આ પરિષદની અધ્યક્ષતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ કરશે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી ચૌહાણના માર્ગદર્શન હેઠળ પહેલી વાર બે દિવસ માટે રવિ પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગને રાજભાષા કીર્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો | GPSC current affairs
હિન્દી દિવસ નિમિત્તે, ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ, ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે આયોજિત હિન્દી દિવસ ઉજવણી અને અખિલ ભારતીય સત્તાવાર ભાષા પરિષદ દરમિયાન, ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ સચિવ શ્રી વી. શ્રીનિવાસને રાજભાષા કીર્તિ પુરસ્કાર (પ્રથમ) એનાયત કર્યો.
ગૃહ મંત્રાલયના સત્તાવાર ભાષા વિભાગ દ્વારા વર્ષ 2024-25 માટે 300 થી ઓછા કર્મચારીઓ ધરાવતા મંત્રાલયો/વિભાગોની શ્રેણીમાં, સત્તાવાર ભાષા હિન્દીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર સતત બીજી વખત વિભાગને આપવામાં આવી રહ્યો છે.
AIIMS દિલ્હી દા વિન્સી રોબોટ પર તાલીમ આપતી પ્રથમ સરકારી કોલેજ | UPSC current affairs in gujarati
નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) એ દા વિન્સી રોબોટિક સર્જિકલ સિસ્ટમ પર તાલીમ આપતી ભારતની પ્રથમ સરકારી મેડિકલ કોલેજ બની.
આ ઇન્સ્ટોલેશન AIIMS ની સ્કીલ્સ, ઈ-લર્નિંગ અને ટેલિમેડિસિન (SET) સુવિધામાં કરવામાં આવ્યું હતું.
ઇન્ટ્યુટિવ સર્જિકલ દ્વારા વિકસાવવામાં આવેલ દા વિન્સી સર્જિકલ રોબોટ, ન્યૂનતમ આક્રમક સર્જરી માટે વિશ્વના સૌથી અદ્યતન રોબોટિક પ્લેટફોર્મ પૈકીનો એક છે. તે સર્જનો માટે ચોકસાઇ, દક્ષતા અને નિયંત્રણમાં વધારો કરે છે.
અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન | GPSC current affairs
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં ₹૮૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આંતરરાષ્ટ્રીય સ્તરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. તે 1,19,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે, જેમાં રમત, રહેઠાણ અને ડાયટની અદ્યતન સુવિધાઓ છે. અહીં 900 વાહનોની પાર્કિંગ ક્ષમતા છે અને 275 કિલોવોટનો સોલાર પ્લાન્ટ પણ છે.
આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રીએ (14 સપ્ટેમ્બર) અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ ચાર કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘હિન્દી દિવસ સમારોહ 2025’ અને ‘5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલન’નો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ તેમણે અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર આવેલા સરદારધામ કન્યા છાત્રાલયના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
રમતગમત કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 15 September 2025
ભારતની જાસ્મિન લેમ્બોરિયાએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
ભારતની જાસ્મીન લેમ્બોરિયાએ શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં 57 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું. તેણે ફાઇનલ મેચમાં પોલૅન્ડની જુલિયા સેરેમેટાને સ્પ્લિટ નિર્ણયથી હરાવી. આ ચેમ્પિયનશિપમાં ભારત માટે આ પહેલો ગોલ્ડ મેડલ છે. જુલિયા સેરેમેટાએ તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતીય બોક્સર પૂજા રાની 80 કિગ્રા વર્ગમાં સેમિફાઇનલમાં હારી ગઈ હતી અને તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. પૂજા રાનીનો સામનો સેમિફાઇનલમાં એમિલી એસ્કિથ સામે થયો હતો.
👉 If you want to practice Praajasv Foundation‘s today’s Current Affairs Gujarati 15 September 2025 with MCQs, then click here
👉 If you want to read Praajasv Foundation‘s Current Affairs Gujarati 13 September 2025, then click here
આવા જ દરરોજના કરંટ અફર્સ વાંચવા માટે અહીં , અહી ક્લિક કરો
ઓગસ્ટ મહિનાના તમામ મહત્વપૂર્ણ કરંટ અફર્સ એક જ જગ્યાએ વાંચવા માટે, અહી ક્લિક કરો.
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]