Delhi Sultanate PYQs (દિલ્હી સલ્તનત PYQs) for GPSC
દિલ્હી સલ્તનત (Delhi Sultanate) ઈ.સ. 1206 થી 1526 સુધીનો મધ્યયુગીન ભારતીય ઈતિહાસનો અગત્યનો સમયગાળો છે. આ સમયગાળામાં ગુલામ વંશ, ખિલજી, તુગલક, સૈયદ અને લોધી વંશનો શાસન રહ્યો. દિલ્લી સલ્તનતના શાસકો દ્વારા ભારતીય સમાજમાં રાજકીય એકતા, જમીન વ્યવસ્થા, કર વ્યવસ્થા અને ધાર્મિક નીતિઓમાં મોટા ફેરફાર લાવવામાં આવ્યા. આ સાથે મહત્ત્વપૂર્ણ મસ્જિદો, કિલ્લાઓ અને વાસ્તુકલાનો વિકાસ થયો. UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દિલ્હી સલ્તનત આધારિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાથી તેનો અભ્યાસ અત્યંત અગત્યનો છે.

Delhi Sultanate PYQs | દિલ્હી સલ્તનત PYQs | Medieval History PYQs GPSC
UPSC અને GPSC પરીક્ષાઓમાં દિલ્હી સલ્તનત (Delhi Sultanate) આધારિત PYQs નિયમિત રીતે પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નો મુખ્યત્વે ગુલામ વંશ, ખિલજી, તુગલક, સૈયદ અને લોધી વંશની નીતિઓ, પ્રશાસન, અર્થવ્યવસ્થા, સમાજ અને વાસ્તુકલા પર આધારિત હોય છે. આવા Delhi Sultanate PYQs UPSC GPSCના અભ્યાસથી ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, અગત્યના મુદ્દાઓ ઓળખવામાં અને મધ્યયુગીન ઇતિહાસનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવામાં મદદ મળે છે. અહીં આપેલ દિલ્હી સલ્તનત PYQs | Delhi Sultanate Previous Year Questions UPSC GPSC પ્રિલિમ્સ તથા મેઈન્સ બંને માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
અમીર ખુશરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. [G-12, Ad4723-24,71-24]
1. તેમણે ઘોરો અને સનમ જેવા નવા સંગીત રાગ રજૂ કર્યાં.
2. તેમણે હિંદુ અને ઈરાની પ્રણાલીને સંમિશ્રિત કરીને કવ્વાલી તરીકે ઓળખાતી હળવા સંગીતની નવી શૈલી વિકસાવી.
3. તેમણે તુગલક નામા પુસ્તકની રચના કરી.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
(A) માત્ર 1
(B) 1, 2, 3
(C) 1, 3
(D) 1, 2
તરાઈ (Tarain)નું પ્રથમ યુદ્ધ ………. સાથે સંબંધિત છે. [G-1/2, Ad.47/23-24, 7-1-24] (દિલ્હી સલ્તનત PYQs)
(A) ઉત્તર ભારતના હિંદુ રાજવીઓ મહંમદ ઘોરી સામે લડાઈ કરતા હતા.
(B) ગુજરાત સામ્રાજ્યમાં મહંમદ ગઝની વિરુદ્ધ બળવો
(C) મુસ્લિમ રાજવીઓ વચ્ચે સિંધમાં જમીની યુદ્ધ
(D) મરાઠા અને રાજપૂતો વચ્ચેનું યુદ્ધ
ભારતમાં તુર્કો અને અફઘાન શાસન લગભગ કેટલું ચાલેલ હતું ? [Dy.SO-3, Ad4223-24, 15-10-23]
(A) એક સદી
(B) બે સદીઓ
(C) ત્રણ સદીઓ
(D) ચાર સદીઓ
નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે.
નીચેના વાકયો ચકાસો. [Dy.SO-3, Ad.4223-24, 15–10–23]
1. ઈ.સ. 1191માં શિહાબુદ્દીન મોહમદ ઘોરીએ પંજાબમાં પોતાનું આધિપત્ય સ્થાપવા પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કરેલ હતું જે તરાઈનું પ્રથમ યુદ્ધ તરીકે જાણીતું છે.
2. ઈલ્તુત્મિશે પોતાની રાજધાની લાહોરથી દિલ્હી ફેરવી હતી. તેણે કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કૃતુબમિનારનું કામ પૂર્ણ કરાવેલ હતું.
(A) 1 અને 2 બંને યોગ્ય છે.
(B) માત્ર 1 યોગ્ય છે.
(C) માત્ર 2 યોગ્ય છે.
(D) 1 અને 2 બંને યોગ્ય નથી.
નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે.
નીચેના પૈકી કયું યોગ્ય રીતે જોડાયેલું નથી ?
[G−1/2, d-222-23, 8-1-23] (C&k)
(A) ઈબન.બટુટા–રિહલા
(B) અલ-મસુદી-કિતાબ-ઉલ-હિંદ
(C) હ્યુએન ત્સાંગ– સી.યુ.કી
(D) મેગેસ્ટનીઝ– ઈન્ડિકા
શેરશાહ સૂરીનું મૂળ નામ ………….. હતું ?
(Dy_50–3, 4, 2 720-21, 1–5-21) (દિલ્હી સલ્તનત PYQs)
(A) હુસેન
(C) અબ્દુલ
(B) કરીદ
(D) રસુલ
નોંધઃ આ પ્રશ્ન રદ થયેલ છે.
સલ્તનતના દળો દ્વારા જ્યારે વારંગલ ઉપર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે તેનો રાજવી કોણ હતો ?
(G-1/2, 1.72–31, 31-3-21) (દિલ્હી સલ્તનત પ્રશ્નો UPSC GPSC)
(A) પ્રતાપરૂદેવ પ્રથમ
(B) સોમદેવ
(C) શક્તિરૂદ્રદેવ
(D) મહારૂદ્રદેવ
અલ રૂનીની કિતાબ-હલ-હિંદ”……….ભાષામાં લખાયેલી છે. (G-1/2, Ad. 26/20-21, 21-3-21)
(A) હિન્દી
(B) અરબી
(C) તૂર્કી
(D) પર્શિયન
નીચેના પૈકી કોણે સૌથી વધુ એટલે કે 50% જમીન મહેસુલ ઉઘરાવ્યું હતું ? (PI-2, Ad.38/17-18, 15-10-17)
(A) અલ્લાઉદીન ખીલજી
(B) બલબન
(C) મહંમદ તુઘલક
(D) બાહબુલ લોધી
‘સોનાર‘ નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી” ?
(IG-1/2, A4121/16-17, 4-6-17)
(A) અલાઉદ્દીન ખીલજી
(B) મોહંમદ તઘલક
(C) ફિરુઝ તઘલકત
(D) મુબારક ખીલજી
મહંમદ ઘોરી.તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછી કર્યો હતો ? (C0-3, Ad. 66/16-17, 9–4-17) (Medieval History PYQs GPSC)
(A) બય્યિતાર ખલજ
(B) મલેક કાફૂર
(C) કુતુબુદ્દીન ઐબક
(D) ગ્યાસુદીન ખલજી
Attempt the Quiz to Check Your Answers | Delhi Sultanate PYQs | દિલ્હી સલ્તનત PYQs
દિલ્હી સલ્તનત PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Delhi Sultanate PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Slave Dynasty, Khilji, Tughlaq, Sayyid, Lodi dynasties, polity, economy & architecture જેવા મુદ્દાઓ પર આધારિત છે. આવા Medieval History PYQs GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. નિયમિત પ્રેક્ટિસથી તમારી ગતિ, ચોકસાઈ અને વિષય પરની પકડ મજબૂત બનશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]