02 February 2026 GPSC Current Affairs

National Current Affairs in Gujarati 02 February 2026
આધાર શિલા – અભ્યાસક્રમ – આંગણવાડી | 02 February 2026 GPSC Current Affairs
જૂન-2026થી રાજ્યની તમામ આંગણવાડીઓમાં
આધારશિલા” અભ્યાસક્રમ અમલમાં – 3 થી 6 વર્ષના બાળકોને મળશે રમત સાથેનું 4 કલાકનું ગુણવત્તા યુક્ત શિક્ષણ
- નવી શિક્ષણ નીતિ મુજબ
- બાળકના સર્વાંગી વિકાસ માટે
- બાળકો માટે ઉંમર મુજબની “પ્રવૃત્તિપુસ્તિકા” અને કાર્યકરો માટે “એક્ટિવિટી બેંક” તૈયાર કરાઈ
- રાજ્યના મહિલા અને બાળવિકાસ મંત્રી ડો. મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ (ECCE) કાઉન્સિલની બેઠકમાં નિર્ણય)
- શું છે ? – રાજ્યની આંગણવાડીઓનાં 3 થી 6 વર્ષના બાળકો માટેનો નવા પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમ “આધારશિલા” અને બાળકોના વિકાસના માપદંડ ધરાવતી પુસ્તિકા “મારી વિકાસ પાત્રા” ને પણ મંજૂરી
- આધારશિલા અભ્યાસક્રમમાં ખાસ કરીને “પંચ કોષ”(શારીરિક, પ્રાણીક, માનસીક, બૌદ્ધિક અને આધ્યાત્મીક વિકાસ)ની સંકલ્પના, બાળવિકાસના વિવિધ ક્ષેત્રો અને સમાવેશી શિક્ષણ પર નજર મૂકવામાં આવે છે.
- યુનિસેફ ગુજરાતના સહયોગથી તૈયાર
- દર મહિનાના ત્રીજા મંગળવારે બાળદિવસની ઉજવણીમાં વાલીઓને જોડવામાં આવશે.
ISRO ગગન યાન મિશન | 02 February 2026 GPSC Current Affairs
મિશન તેના અંતિમ ચરણમાં કામ કરી રહ્યું છે.
Ground Testing અને Uncrewed testing કરવા માટે
G1 મિશન- March – 2026
- – પ્રથમ Uncrewed ઉડાન
- – L.V-LVM3 rocket
- – Payload – Vyommitra – Half humanoid Robot
G2 અને G3 મિશન (2026ના અંતમાં)
H1 Crewed Mission (2027)
- – 3 ગગનયાત્રી અવકાશમાં યાત્રા કરશે.
- – જેના બાદ ઈન્ડિયા 4થો દેશ બંનશે અવકાશમાં ઈન્ડીપેન્ડન હ્યુમન સ્પેસ ફ્લાઈટ કેપેબલીટી
1. પ્રશાંત બાલાક્રિશ્ના નાયર
2. અંગત પ્રતાપ
3. અજીત ક્રિશ્ન
4. સુભાંશુ શુક્લા
ભારતના નવા બે સ્થળો રામસર સાઈટમાં સામેલ | Current Affairs in Gujarati 02 February 2026
છારી-ઢંઢ વેટલેન્ડ, કચ્છનું રણ- ગુજરાત
- નામનોઅર્થ – છારી – (ક્ષારવાળુ) ઢંઢ (છીછરું જળાશય)
- કચ્છનું મૌસમી રણ આધારીત વેટલેન્ડ
- ભૌગોલિક વિશેષતા – મૌસમી વરસાદી અને નદીના પાણી ભરાય છે.
- દૂર્લભ પ્રજાતિઓ – ઈન્ડીયન સ્કીમર, ડાલમેટિયન પેલિડન
- પ્રાણીઓ – ચિંકરા, વરૂ, રણબિલાડી, રણ લોકડી
પટના પક્ષી અભયારણ્ય, UP
- ઉત્તરપ્રદેશનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય
- એટા જિલ્લો
- મીઠા પાણીનું તળાવ, વરસાદી પાણી પર આધારીત નાના કદમાં પક્ષીઓની ગીચ વસ્તી, શિયાળામાં 2 લાખથી વધુ પક્ષીઓ.
નિર્મલા સીતારામન – લાંબા સમયસુધી સેવા આપનાર કેન્દ્રીય વિત્તમંત્રી
- ગઈકાલે બજેટ રજૂ થયું
- નાણાંકીય વર્ષ 2026-27 માટે
- 9મું બજેટ રજૂ કર્યું કાલે
- ખાસ વિશેષતા (સાડી બજેટ)
તુલુ ભાષા (Tulu Language) | Current Affairs in Gujarati 02 February 2026
કર્ણાટક સરકાર અનુચ્છેદ 345 હેઠળ તુલુ ભાષાને રાજ્યની બીજી સત્તાવાર ભાષા તરીકે જાહેર કરવા પર વિચાર કરી રહી છે.
તુલુ ભાષા વિશે મુખ્ય વાતો:
- તુલુ એક પ્રાચીન દ્રવિડિયન ભાષા છે.
- તે મુખ્યત્વે કર્ણાટકના દક્ષિણ કન્નડ અને ઉડુપી જિલ્લામાં તેમજ કેરળના કેટલાક ભાગોમાં બોલાય છે.
મુખ્ય વિશેષતાઓ:
- આ ભાષા 3,000 વર્ષથી પણ વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે.
- તેની પોતાની એક અલગ લિપિ છે, જેને ‘તિગલારી‘ (Tigalari) કહેવામાં આવે છે.
- તેમાં મૌખિક સાહિત્ય, લોકકથાઓ અને ધાર્મિક પરંપરાઓનો સમૃદ્ધ વારસો છે.
વર્તમાન ઉપયોગ અને મહત્વ:
- તુલુ એકેડમીઓની મદદથી હવે યુનિવર્સિટીઓમાં આ ભાષા શીખવવામાં આવે છે.
- ડિજિટલ જાળવણી માટે Google Translate માં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- તુલુ ભાષા ‘તુલુવા’ સમુદાય માટે તેમની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે.
ભારતના રાજ્યોની સત્તાવાર ભાષાઓ (બંધારણીય જોગવાઈ):
ભારતના રાજ્યો વહીવટી હેતુઓ માટે એક અથવા વધુ સત્તાવાર ભાષાઓ અપનાવી શકે છે.
- અનુચ્છેદ 345: આ અનુચ્છેદ રાજ્યની વિધાનસભાને સત્તા આપે છે કે તે રાજ્યમાં વપરાતી કોઈપણ ભાષાને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી શકે.
- આ માટે તે ભાષાનું ‘આઠમી અનુસૂચિ‘ માં હોવું જરૂરી નથી (તુલુ હાલમાં આ યાદીમાં નથી).
- બીજી સત્તાવાર ભાષાના ઉદાહરણો:
- આંધ્રપ્રદેશ: ઉર્દૂને બીજી સત્તાવાર ભાષા જાહેર કરી છે.
- પશ્ચિમ બંગાળ: ચોક્કસ વિસ્તારોમાં વધારાની ભાષાઓનો ઉપયોગ થાય છે.
તુલુને સત્તાવાર ભાષા જાહેર કરવાનું મહત્વ:
- ભાષાકીય સમાવેશીતા અને સાંસ્કૃતિક ઓળખમાં વધારો થાય છે.
- સ્થાનિક સ્તરે શાસન અને નાગરિકોની ભાગીદારી મજબૂત બને છે.
- તે ભારતના ‘વિવિધતામાં એકતા’ના બંધારણીય આદર્શને અનુરૂપ છે.
સંપૂર્ણતા અભિયાન 2.0 | Current Affairs in Gujarati 02 February 2026
નીતિ આયોગ દ્વારા દેશના ‘એસ્પિરેશનલ’ (મહત્વાકાંક્ષી) જિલ્લાઓ અને બ્લોક્સમાં સંપૂર્ણતા અભિયાન 2.0 શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પસંદ કરેલા મહત્વના ક્ષેત્રોમાં 100% લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો છે.
અભિયાનની મુખ્ય વિગતો:
- સમયગાળો: આ 3 મહિનાનું રાષ્ટ્રીય અભિયાન છે, જે 28 જાન્યુઆરી થી 14 એપ્રિલ 2026 સુધી ચાલશે.
- વ્યાપ: ભારતભરના 112 જિલ્લાઓ અને 513 બ્લોક્સમાં આ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે.
- હેતુ: સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણ અને પશુપાલન જેવા ક્ષેત્રોમાં નક્કી કરેલા સૂચકાંકો માં 100% સફળતા મેળવવી.
બ્લોક સ્તરના 6 મુખ્ય સૂચકાંકો
- બાળ પોષણ: 6 મહિનાથી 6 વર્ષના બાળકોને નિયમિત પૂરક પોષણ મળે તે સુનિશ્ચિત કરવું.
- વૃદ્ધિ દેખરેખ: આંગણવાડીમાં નોંધાયેલા બાળકોના વજન અને ઊંચાઈની નિયમિત તપાસ કરવી.
- સ્વચ્છતા: દરેક કાર્યરત આંગણવાડી કેન્દ્રમાં ઉપયોગ કરી શકાય તેવા શૌચાલયની સુવિધા હોવી.
- પીવાનું પાણી: આંગણવાડી કેન્દ્રોમાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી.
- શિક્ષણ સુવિધા: શાળાઓમાં છોકરીઓ માટે યોગ્ય શૌચાલયની સુવિધા હોવી.
- પશુ આરોગ્ય: પશુઓમાં થતા ‘ફૂટ એન્ડ માઉથ’ રોગ સામે રસીકરણ કરવું.
જિલ્લા સ્તરના 5 મુખ્ય સૂચકાંકો
- માતા અને બાળ આરોગ્ય: જન્મ સમયે બાળકનું વજન કરવાની પ્રક્રિયામાં સુધારો.
- જાહેર આરોગ્ય: ટીબી (TB) ના કેસોની ઓળખ અને તેની સમયસર જાણ કરવી.
- નિવારક આરોગ્ય સંભાળ: ગામ કે શહેરમાં નિયમિતપણે ‘સ્વાસ્થ્ય અને પોષણ દિવસ’ની ઉજવણી કરવી.
- શાળાકીય સુવિધા: શાળાઓમાં કાર્યરત કન્યા શૌચાલયોની સંખ્યા વધારવી.
- પશુ રસીકરણ: જિલ્લામાં પશુઓના રસીકરણના વ્યાપમાં વધારો કરવો.
અમલીકરણની વ્યૂહરચના:
- દરેક જિલ્લા અને બ્લોક માટે 3 મહિનાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
- દર મહિને પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.
- સમુદાય સ્તરે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો યોજવામાં આવશે.
- જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે.
ભારતનું ઇનોવેશન પ્રદર્શન: આર્થિક સર્વેક્ષણ ૨૦૨૫–૨૬ | Current Affairs in Gujarati 02 February 2026
ભારતે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
૧. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (GII) માં સુધારો
- રેન્કિંગ: ભારતનો ક્રમ ૨૦૧૯માં ૬૬મો હતો, જે સુધરીને ૨૦૨૫માં ૩૮માં સ્થાને પહોંચ્યો છે.
- પ્રાદેશિક નેતૃત્વ: ભારત અત્યારે ‘લોઅર મિડલ-ઇન્કમ’ દેશોમાં અને મધ્ય તથા દક્ષિણ એશિયામાં પ્રથમ ક્રમે છે.
- મુખ્ય શહેરો: બેંગલુરુ, દિલ્હી અને મુંબઈ વિશ્વના ટોચના ૫૦ ઇનોવેશન શહેરો માં સામેલ છે.
૨. ઉત્પાદન આધારિત પ્રોત્સાહન (PLI) યોજના
- હેતુ: ‘આત્મનિર્ભર ભારત’ હેઠળ ૧૪ મહત્વના ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવું.
- રોકાણ: ₹૧.૯૭ લાખ કરોડની આ યોજનામાં સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં ₹૨.૦ લાખ કરોડનું વાસ્તવિક રોકાણ થયું છે.
- રોજગારી: આ યોજના દ્વારા ૧૨.૬૦ લાખથી વધુ નોકરીઓ (સીધી અને આડકતરી રીતે) ઉભી થઈ છે.
- નિકાસ: ઇલેક્ટ્રોનિક્સ અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં ₹૮.૨૦ લાખ કરોડથી વધુની નિકાસ થઈ છે. ભારત હવે મોબાઈલ મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બન્યું છે.
૩. નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન (NMM)
- જાહેરાત: બજેટ ૨૦૨૫-૨૬માં આ મિશનની જાહેરાત કરવામાં આવી.
- ધ્યેય: આવનારા દાયકા માટે ભારતની ઔદ્યોગિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વેગ આપવો.
૪. સંશોધન અને વિકાસ અને ANRF
- RDI ફંડ: સરકારે ૬ વર્ષ માટે ₹૧ લાખ કરોડનું ફંડ જાહેર કર્યું છે, જેથી ખાનગી ક્ષેત્ર ઓછા વ્યાજે સંશોધન માટે લોન મેળવી શકે.
- ANRF (અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન): ૨૦૨૩માં સ્થાપિત આ સંસ્થા ઉદ્યોગો અને શિક્ષણ જગત વચ્ચે સંકલન સાધશે. તેના અધ્યક્ષ પ્રધાનમંત્રી છે.
૫. સ્ટાર્ટઅપ અને સેમિકન્ડક્ટર મિશન
- સ્ટાર્ટઅપ્સ: ૨૦૧૬માં માત્ર ૫૦૦ સ્ટાર્ટઅપ્સ હતા, જે ૨૦૨૫ સુધીમાં વધીને ૨ લાખથી વધુ થઈ ગયા છે.
- સેમિકન્ડક્ટર: ₹૭૬,૦૦૦ કરોડના પ્રોત્સાહન સાથે ભારત ચિપ ડિઝાઇન અને ઉત્પાદનમાં આગળ વધી રહ્યું છે. ઓડિશા જેવા રાજ્યો પણ આમાં સક્રિય સહયોગ આપી રહ્યા છે.
૬. બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property – IP)
૨૦૨૪માં ભારતના વૈશ્વિક ક્રમ:
- ટ્રેડમાર્ક: ચોથો ક્રમ
- પેટન્ટ: છઠ્ઠો ક્રમ
- ઔદ્યોગિક ડિઝાઇન: સાતમો ક્રમ
છેલ્લા ૫ વર્ષમાં પેટન્ટની અરજીઓ લગભગ બમણી થઈ છે, જે દર્શાવે છે કે ભારતીયો હવે નવા સંશોધનો પ્રત્યે વધુ જાગૃત થયા છે.
ગુજરાતમાં વાઘનું આગમન | Current Affairs in Gujarati 02 February 2026
ગુજરાતમાં ૩૩ વર્ષના લાંબા વિરામ બાદ ફરી એકવાર વાઘનું આગમન થયું છે. મધ્ય ગુજરાતના રતનમહાલ-જાંબુઘોડા ફોરેસ્ટ કોરિડોરમાં રોયલ બેંગલ ટાઈગર (વાઘ) જોવા મળતા ગુજરાતે ફરીથી ‘વાઘ ધરાવતા રાજ્ય’નો દરજ્જો મેળવ્યો છે.
રતનમહાલ-જાંબુઘોડા ફોરેસ્ટ કોરિડોર
- જોડાણ: આ કોરિડોર દાહોદના રતનમહાલ રીંછ અભયારણ્ય અને પંચમહાલના જાંબુઘોડા વન્યજીવ અભયારણ્યને જોડે છે.
- મહત્વ: ૩૦ થી ૬૦ કિમીનો આ વિસ્તાર રીંછ, દીપડા અને અન્ય વન્યજીવોની અવરજવર માટે અત્યંત મહત્વનો છે.
વાઘની વસ્તી વધારવા માટેના પ્રયત્નો
- શિકારની સુવિધા: જાંબુઘોડા પાસે હરણ (ચિત્તલ અને સાબર) માટે બ્રીડિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેથી વાઘને પૂરતો ખોરાક મળી રહે અને તે માનવ વસ્તી તરફ ન જાય.
- દેખરેખ: જંગલોમાં કેમેરા ટ્રેપ, પાણીના કુંડ અને કુદરતી ગુફાઓની જાળવણી કરવામાં આવી રહી છે.
- નવી યોજના: ગુજરાત સરકારે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) પાસે માદા વાઘ લાવવાની મંજૂરી માંગી છે, જેથી રાજ્યમાં વાઘની વસ્તીમાં વધારો થઈ શકે.
જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય (પંચમહાલ)
- વિશેષતા: અહીં સાગ, વાંસ અને મહુડાના જંગલો આવેલા છે. કડા ડેમ જેવા જળાશયો વન્યજીવો માટે પાણીનો સ્ત્રોત છે.
- પ્રાણીઓ: અહીં દીપડા, રીંછ, નીલગાય અને જંગલી ડુક્કરની સાથે હવે વાઘનો પણ વસવાટ થયો છે.
રતનમહાલ વન્યજીવ અભયારણ્ય (દાહોદ)
- સ્થાન: આ અભયારણ્ય ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલું છે.
- રીંછનું ઘર: રતનમહાલ ગુજરાતમાં રીંછની સૌથી વધુ વસ્તી ધરાવે છે.
- પર્યાવરણ: આ જંગલો પાનમ નદીના સ્ત્રોત છે, જે મધ્ય ગુજરાતમાં પાણી અને સિંચાઈ માટે ઉપયોગી છે.
નિષ્કર્ષ:
વાઘની હાજરી એ સાબિત કરે છે કે ગુજરાતના જંગલોની ગુણવત્તા સુધરી રહી છે. આ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પણ વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાત માટે એક મોટી સિદ્ધિ છે.

