27 November 2025 GPSC Current Affairs

Important 27 November 2025 GPSC Current Affairs
કવિ બોટાદકરની જન્મતિથી : 27 નવેમ્બર | 27 November 2025 GPSC Current Affairs
જન્મ : 27 નવેમ્બર, 1870
મૃત્યુ : 7 સપ્ટેમ્બર, 1924
દામોદર ખુશાલદાસ બોટાદકર જેઓ કવિ બોટાદકર તરીકે જાણીતા હતા.
તેમનો જન્મ બોટાદમાં થયો હતો અને છ ધોરણ સુધીનો અભ્યાસ ત્યાં જ કર્યો. માસિક અઢી રૂપિયાના પગારથી પ્રાથમિક શિક્ષકની નોકરી શરૂ કરી. કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે એમણે જુદા જુદા વ્યવસાયો અજમાવેલાં.
20 વર્ષ સુધીમાં ‘લાલસિંહ સાવિત્રી નાટક’, ‘રાસવર્ણન’, ‘ગોકુળગીતા’, ‘સુબોધ કાવ્યસંગ્રહ’ પ્રગટ થઈ ચૂક્યાં હતાં.
1893માં વેરાવળની હવેલીવાળા વૈષ્ણવ ગોસ્વામી મહારાજ શ્રીનૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. ‘પુષ્ટિમાર્ગપ્રકાશ’નું તંત્રીપદ પણ સંભાળ્યું. 1907માં વતન પાછા આવી પુન: શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો.
તેમના કાવ્યસંગ્રહો : ‘કલ્લોલિની’ (1913), ‘સ્રોતસ્વિની’ (1918), ‘નિર્ઝરિણી’ (1921), ‘રાસતરંગિણી’ (1923) તથા મરણોત્તર ‘શૈવલિની’ (1925).
ગ્રામજીવનના પરિવેશના અને એના તળપદા વિષયોના સુચારુ અને મધુર પ્રાસાદિક નિરૂપણે એમને ‘સૌંદર્યદર્શી કવિ’નું બિરુદ અપાવ્યું છે.
National Current Affairs in Gujarati 27 November 2025
19મી ‘સૂર્ય કિરણ’ લશ્કરી કવાયત
19મી આવૃત્તિ : ભારત અને નેપાળ 25 નવેમ્બર થી 8 ડિસેમ્બર દરમિયાન ઉત્તરાખંડના પિથોરાગઢમાં વાર્ષિક દ્વિપક્ષીય લશ્કરી કવાયત સૂર્યકિરણની 19મી આવૃત્તિનું આયોજન કરવાના છે.
હેતુ : પર્વતીય પ્રદેશોમાં જંગલ યુદ્ધ અને આતંકવાદ વિરોધી કામગીરીમાં ઓપરેશનલ સંકલનને મજબૂત બનાવવાનો છે.
18મી આવૃત્તિ : 31 ડિસેમ્બર, 2024થી 13 જાન્યુઆરી, 2024 દરમિયાન નેપાળના સાલઝંડીમાં આયોજિત બટાલિયન-સ્તરની સંયુક્ત લશ્કરી કવાયત સૂર્યકિરણની 18મી આવૃત્તિમાં 334 ભારતીય સેનાના જવાનોની ટુકડીએ ભાગ લીધો હતો.
૨૦૨૪-૨૫માં ભારતનું ખાદ્યાન્ન ઉત્પાદન ૩૫૭.૭૩ મેટ્રિક ટન સુધી પહોંચ્યું | 27 November 2025 GPSC Current Affairs
અંદાજ : કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વર્ષ 2024-25 માટે અંતિમ પાક ઉત્પાદન અંદાજ બહાર પાડ્યો.
ઉત્પાદન : 2015-16માં 251.54 મિલિયન ટનથી ઉત્પાદન 106 મિલિયન ટન વધીને 357.73 મિલિયન ટન થયું છે.
ચોખા : ચોખાનું ઉત્પાદન પણ ૧,૫૦૧.૮૪ લાખ ટનના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, જે ગયા વર્ષના ૧,૩૭૮.૨૫ લાખ ટન કરતા ૧૨૩.૫૯ લાખ ટન વધુ છે.
ઘઉં : ઘઉંનું ઉત્પાદન ૧,૧૭૯.૪૫ લાખ ટન પર પહોંચ્યું છે, જે ગયા વર્ષના ૧,૧૩૨.૯૨ લાખ ટન કરતા ૪૬.૫૩ લાખ ટન વધુ છે.
મગ : મગનું ઉત્પાદન વધીને ૪૨.૪૪ લાખ ટન, સોયાબીનનું ૧૫૨.૬૮ લાખ ટન અને મગફળીનું ૧૧૯.૪૨ લાખ ટન થયું છે.
મકાઈ : મકાઈ અને ‘શ્રી અન્ના’ (બાજરી)નું ઉત્પાદન અનુક્રમે ૪૩૪.૦૯ લાખ ટન અને ૧૮૫.૯૨ લાખ ટન થવાનો અંદાજ છે, જ્યારે ગયા વર્ષે તે અનુક્રમે ૩૭૬.૬૫ લાખ ટન અને ૧૭૫.૭૨ લાખ ટન હતું.
T20 વર્લ્ડ કપ શેડ્યૂલ જાહેર | Current Affairs in Gujarati 27 November 2025
2026 T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે, ભારતીય ટીમ તેના ગ્રુપમાંથી ચાર ટીમોનો સામનો કરશે. યુનાઇટેડ સ્ટેટ્સ અને પાકિસ્તાન ઉપરાંત, તેઓ નેધરલેન્ડ્સ અને નામિબિયાનો પણ સામનો કરશે.
આ વખતે, 20 ટીમો ટી20 વર્લ્ડ કપ 2026 માં ભાગ લેશે. પાંચ ટીમોના ચાર ગ્રુપ લીગ મેચ રમશે.
૨૦૨૪ માં, ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વખત ટાઇટલ જીત્યું હતું. ભારતે અગાઉ ૨૦૦૭ માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
પ્રધાનમંત્રી 27 નવેમ્બરના રોજ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે
ઉદ્ઘાટન : પ્રધાનમંત્રી 27 નવેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેઓ સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ, વિક્રમ-Iનું પણ અનાવરણ કરશે, જે ભ્રમણકક્ષામાં ઉપગ્રહો લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.
સ્કાયરૂટ : ભારતની અગ્રણી ખાનગી અવકાશ કંપની છે, જેની સ્થાપના પવન ચંદના અને ભરત ઢાકા દ્વારા કરવામાં આવી છે, બંને ભારતીય ટેકનોલોજી સંસ્થાનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ISROના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો બન્યા છે અને ઉદ્યોગસાહસિક બન્યા છે. નવેમ્બર 2022માં સ્કાયરૂટે તેનું સબ-ઓર્બિટલ રોકેટ, વિક્રમ-એસ લોન્ચ કર્યું, જે અવકાશમાં રોકેટ લોન્ચ કરનારી પ્રથમ ભારતીય ખાનગી કંપની બની હતી.
પ્રધાનમંત્રી મોદી હૈદરાબાદમાં સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાનું ઉદ્ઘાટન કરશે | Current Affairs in Gujarati 27 November 2025
ઉદ્ઘાટન : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હૈદરાબાદના GMR એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા (SAESI) સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે.
આ સુવિધા સાથે, પ્રથમ વખત, વૈશ્વિક એન્જિન ઓરિજિનલ ઇક્વિપમેન્ટ ઉત્પાદક (OEM) એ ભારતમાં MRO કામગીરી સ્થાપિત કરી છે. MROમાં સ્વદેશી ક્ષમતાઓ વિકસાવવાથી વિદેશી વિનિમય પ્રવાહ ઓછો થશે, ઉચ્ચ-મૂલ્યની નોકરીઓનું સર્જન થશે, સપ્લાય-ચેઇન સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવામાં આવશે અને ભારતને વૈશ્વિક ઉડ્ડયન કેન્દ્ર તરીકે સ્થાન મળશે.
ગુજરાતનું સૌથી હાઇ-ટેક ST બસ સ્ટેશન નવસારીની જનતા માટે ખુલ્લું મુકાયું
ઉદ્ઘાટન : અંદાજે રૂપિયા 240 કરોડના ખર્ચે તૈયાર થયેલું નવસારી ST બસ પોર્ટનું સત્તાવાર ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થયું છે.
PPP મોડલ : આધુનિક ડેપોનું નિર્માણ દિનેશચંદ્ર આર અગ્રવાલ ઇન્ફ્રાકોન (DRA) દ્વારા PPP મોડલ પર કરવામાં આવ્યું છે. આવનાર 30 વર્ષ સુધી મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ DRA સંભાળશે, જ્યારે બસ ઓપરેશન સીધું GSRTC સંભાળશે.
મુખ્ય 5 હાઈટેક સુવિધા
- મનોરંજન : સંકુલમાં જ 3 મલ્ટિપ્લેક્સ થીયેટર
- ફૂડ ઝોન : 11 ફૂડ કોર્ટ, એક સાથે 3000 લોકોની ક્ષમતા
- રોકાણ : 67 રૂમની લક્ઝરી હોટલ અને સ્વિમિંગ પૂલ
- શોપિંગ : G+2 હાઇપર માર્કેટ અને 2 સુપર માર્કેટ
- ઈવેન્ટ : 4 વિશાળ બેન્ક્વેટ હોલ
યુનિટી માર્ચ
શુભારંભ : 26 નવેમ્બરે કરમસદથી કેવડિયા સુધી યોજાનારી આ રાષ્ટ્રીય એકતા પદયાત્રાના શુભારંભ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
પાંચ નદીઓ સાક્ષી : કરમસદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી યોજાનારી આ રાષ્ટ્રીય પદયાત્રા આણંદ, વડોદરા અને નર્મદા એમ ત્રણ જિલ્લામાંથી પસાર થશે, ત્યારે ગુજરાતની પાંચ પવિત્ર અને સાંસ્કૃતિક રીતે મહત્ત્વની પાંચ નદીઓ તેની સાક્ષી બનશે. આ સરિતાઓમાં મહી, વિશ્વામિત્રી, જાંબુઆ, ઢાઢર અને રાજ્યની જીવાદોરી સમાન નર્મદાનો સમાવેશ થાય છે. પદયાત્રીઓ આ નદીઓના કિનારેથી પસાર થશે.
“DGP’s Commendation Disc – 2024”
સમારોહ : ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગાંધીનગરના કરાઈ ખાતે “DGP’s Commendation Disc – 2024” અલંકરણ સમારોહ યોજાયો. આ પ્રસંગે 110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા.
છઠ્ઠા વર્ષે ઉજવણી : ગુજરાત પોલીસની કર્તવ્યનિષ્ઠા, શૌર્ય અને સમર્પણને બિરદાવવા માટે વર્ષ 2019થી શરૂ થયેલા આ એવોર્ડ સમારોહની છઠ્ઠા વર્ષે ઉજવણી કરવામાં આવી.
ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા અડાલજની વાવ ખાતે અદ્દભુત ‘વોટર ફેસ્ટિવલ’ યોજાયો
ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા અડાલજની વાવ ખાતે યોજાયેલા શાનદાર વોટર ફેસ્ટિવલે પ્રેક્ષકો વચ્ચે મનોરંજક કાર્યક્રમે, સમગ્ર ઐતિહાસિક પરિસરને સંગીત અને સંસ્કૃતિના ભવ્ય મંચમાં પરિવર્તિત કરી દીધું હતું.
International Current Affairs in Gujarati 27 November 2025
ઈથોપિયાનો હેલી-ગુબ્બી જવાળામુખી પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટી નીકળ્યો
વિસ્ફોટ : ઈથોપિયાનો હેલી-ગુબ્બી જવાળામુખી ૧૨,૦૦૦ વર્ષ પછી પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટી નીકળ્યો. તે એટલો પ્રચંડ વિસ્ફોટ હતો કે તેથી નીકળેલો રાખનો ગુબ્બારો ૧૪ કી.મી.ની ઉંચાઈ સુધી પહોંચ્યો હતો, અને મોસમી પવનોના આધારે તે અરેબિયન પેતિન્શ્યુલા ઉપર થઈ ભારત પર પહોંચી ગયો.

